Homeગામનાં ચોરેએસબીઆઈ કાર્ડ ધારકો માટે ખુશખબર, ઓનલાઈન ખરીદી પર મળશે આટલું કેશબેક

એસબીઆઈ કાર્ડ ધારકો માટે ખુશખબર, ઓનલાઈન ખરીદી પર મળશે આટલું કેશબેક

Team Chabuk-National Desk: આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ કંપનીઓ અને બેંકો દ્વારા ઓફરો બહાર પાડવામાં આવી રહી છે. ઓફર બહાર પાડીને ગ્રાહકોને બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે દેશની સૌથી જાહેર બેંક એસબીઆઈએ પણ તેના ગ્રાહકો માટે એક આકર્ષક ઓફર બહાર પાડી છે. એસબીઆઇ કાર્ડે ગ્રાહકો માટે બુધવારના ત્રણ દિવસીય ફેસ્ટિવલ કેશબેક ઓફરની જાહેરાત કરી છે. આ ઓફરમાં 3 ઓક્ટોબરથી તમામ ઘરેલુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઇન શોપિંગ કરવા પર કેશબેક ઓફરનો લાભ આપવામાં આવશે.

એસબીઆઇ કાર્ડ તરફથી કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, આ ‘મેગા શોપિંગ ફેસ્ટિવ ઓફર દમદાર દસ’ 3 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે જે ત્રણ દિવસ ચાલશે. આ એક અનોખો ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ છે. જે એસબીઆઇ કાર્ડના રિટેલ કાર્ડ ધારકને કોઈપણ ઘરેલુ-ઈકોમર્સ પર ઓનલાઇન શોપિંગ કરવા પર મળશે. અન્ય ઓફર્સની જેમ આ એક અથવા બે ઇ-કોમર્સ પોર્ટલ્સ માટે સિમિત નથી. આ ઓફર હેઠળ ખરીદી કરવા પર ગ્રાહકને 10 ટકા કેશબેક મળશે.

એસબીઆઇ કાર્ડના એમડી અને સીઈઓ રામ મોહન રાવ અમારાએ જણાવ્યું હતું કે, અમે અમારી સ્થિતિને મજબૂત કરવા માટે ડેટા એનાલિટિક્સની શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરી રહ્યા છીએ. છેલ્લા ઘણા વર્ષોમાં અમે જોયું કે, અમારા કાર્ડ ધારકની વધતી સંખ્યા પ્લેટફોર્મ અને ઉત્પાદન શ્રેણીઓની વિસ્તૃત શ્રૃંખલામાં ઓનલાઈન ખરીદી કરી રહી છે. ખાસ કરીને તહેવારની સિઝન દરમિયાન ખરીદીમાં ઉછાળો જોવા મળે છે. તેમણે કહ્યું કે, એસબીઆઇ કાર્ડનો હેતુ આ ઓફર દ્વારા કાર્ડધારકોને અનુકૂળ અને સુરક્ષિત ચુકવણી સમાધાન કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તનનો પણ છે.

advertisement-1

આ કેશબેક ઓફર ઓનલાઇન મર્ચન્ટ EMI ટ્રાન્ઝેક્શન પર પણ ઉપલબ્ધ થશે. તહેવારોની ઓફરો 2021ને વધુ આકર્ષક બનાવવા માટે એસબીઆઈ કાર્ડએ કહ્યું કે, તેણે અભિનેતા જાવેદ જાફરી સાથે ડિજિટલ જાહેરાત ઝુંબેશ શરૂ કરી છે. જે તેની વૈવિધ્યતા અને વિનોદી હાવભાવ સાથે બ્રાન્ડનો સંદેશો સરળતાથી આપશે.

આ કેશબેક મોબાઇલ ફોન અને એસેસરીઝ, ટીવી અને મોટા ઉપકરણો, લેપટોપ અને ટેબ્લેટ, હોમ ફર્નિશિંગ, કિચન એપ્લાયન્સિસ, ફેશન અને લાઇફસ્ટાઇલ, સ્પોર્ટ અને ફિટનેસ વગેરે જેવી પ્રોડક્ટ્સની ખરીદી પર ઉપલબ્ધ થશે. જ્યારે આ ઓફર વીમા, મુસાફરી, વોલેટ, જ્વેલરી, શિક્ષણ અને ઉપયોગિતા વેપારીઓમાં ઓનલાઇન ખર્ચ પર લાગુ થશે નહીં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments