Homeગામનાં ચોરેકળિયુગી પત્ની: એક લાખ રૂપિયા આપી પોતાના જ પતિને ટ્રક નીચે કચડાવી...

કળિયુગી પત્ની: એક લાખ રૂપિયા આપી પોતાના જ પતિને ટ્રક નીચે કચડાવી નાખ્યો !

Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર સંબંધોને લાંછન લગાવતી ક્રૂર ઘટના બની છે. ઉત્તરપ્રદેશના એટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામ સેંથરીમાં આ ઘટના બની છે. અહીં એક પત્ની પર જ પોતાના પતિની હત્યાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, પતિને રસ્તામાંથી હટાવવા માટે પતિએ એક લાખ રૂપિયાની સોપારી આપીને પતિની હત્યા કરાવડાવી.

બે સપ્તાહ પહેલાં સેંથરીમાં ટ્રકની અડફેટે એક પરણિત યુવકનું મૃત્યુ થયું હતું. જોકે, હવે આ અકસ્માતની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દાવો છે કે, યુવકનું અકસ્માતે મોત નથી થયું પરંતુ તેની હત્યા કરી દેવામાં આવી છે અને તે હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેની જ પત્નીએ કરાવી છે. આ કેસમાં પોલીસે મૃતકની પત્ની સહિત કુલ ત્રણ લોકોને જેલ હવાલે કર્યા છે.

એએસપી ઉદય શંકર સિંહે જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરે જયપ્રકાશની હત્યા થઈ ગઈ હતી. હત્યા તેની જ પત્ની રેનૂ ઉર્ફે પૂજાએ સોપારી આપીને કરાવડાવી હતી. જેનો ખઉલાસો સર્વિલેન્સની મદદથી કરાયો છે. હત્યામાં સામેલ શૈલેન્દ્ર ઉર્ફે શેલેષઅને વિજય સિંહ નામના શખ્સોની ધરપકડ કરવામાં આવવી છે. જ્યારે હજુ બે આરોપી ફરાર છે.

rps-baby-world-1

એસએસપીનું કહેવું છે કે, પૂછપરછમાં પત્નીએ કહ્યું કે તે એકાઉન્ટન્ટની નોકરી કરે છે. અવારનવાર મોડું થતું હોવાથી પતિ તેના પર શક કરતો હતો.  એટલા માટે તેણે 2020માં તલાક માટે અરજી પણ કરી હતી. જો કે, તેમના તલાક થયા ન હતા. ત્યારબાદ પતિને રસ્તામાંથી હટાવવા માટે તેણે નિશુ નામની યુવતીનો સંપર્ક કર્યો જેણે વિજય સિંહ સાથે મૃતકની પત્નીની મુલાકાત કરાવી અને એક લાખ રૂપિયામાં હત્યાનો સોદો થયો અને ત્યારબાદ હત્યાનો પ્લાન ઘડાયો

યોજના મુજબ વિજય સિંહ અને અન્ય શખ્સો મહિલાના પતિને નોકરી અપાવવાના બહાને મૈનપુરી લાવ્યા, રસ્તામાં દારૂ પીવડાવ્યો ત્યારબાદ સેંથરી પાસે મહિલાના પતિને ધક્કો મારીને કારમાંથી ફેંકી દીધો જેમાં કાર પાછળ આવતા ટ્રકે તેને અડફેટે લીધો અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું. આ સમગ્ર મામલે યુવકના પરિવારે વિરોધ નોંધાવ્યો હતો. યુવકના મૃત્યુ બાદ પરિવારે એટામાં મૃતદેહ મુકી ચક્કાજામ કર્યો હતો જે બાદ તાત્કાલિક તેમની ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ચક્કાજામ કરતી વખતે પણ મૃતકની પત્ની તેમના પરિવાર સાથે રહી હતી જેથી કોઈને શંકા ન જાય.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments