Team Chabuk-National Desk: 17 ગઢવાલ રાઈફલ્સ અને વર્તમાનમાં આરઆર (રાષ્ટ્રીય રાઈફલ-48)ના શહીદ સૂબેદાર અજયસિંહ રૌતેલાનો પાર્થિવ દેહ સોમવારની સવારે તેમના પૈતૃક ગામ રામપુર આવી પહોંચ્યો હતો. તેમના અંતિમ સંસ્કારમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. હાજર રહેલા સૌની આંખોમાંથી અશ્રુ વહી આવ્યા હતા. આ પહેલા શહીદનું પાર્થિવ શરીર રવિવારના રોજ બપોરના 2-30 વાગ્યે સૈન્યના હવાઈ જહાજથી જોલીગ્રાન્ટ હવાઈ મથક પહોંચ્યું હતું.

હવાઈ મથક પર સીએમ પુષ્કરસિંહ ધામી, કૃષિ મંત્રી સુબોધ ઉનિયાલ, સૈનિક કલ્યાણ મંત્રી ગણેશ જોશી સહિતના જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ શહીદને શ્રદ્ધાંજલિ આપતા શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓની સાથે થયેલી અથડામણમાં 14 ઓક્ટોબરના રોજ ટિહરી જિલ્લાના બે સૈનિકો શહીદ થયા હતા. વિમાણ ગામના રાઈફલમેન વિક્રમસિંહ નેગીનો શનિવારે કોટેશ્વર ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. તો સૂબેદાર અજયસિંહ રૌતેલા ઉંમર વર્ષ 46ની શહાદત અંગે શનિવારની મોડી રાતે સૈન્ય અને પ્રશાસન દ્વારા પુષ્ટી કરવામાં આવી હતી.

સૂબેદાર અજયસિંહ રૌતેલાના શહીદ થવાની સૂચના મળતા તેમના પરિવાર અને ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. વર્તમાન સમયે શહીદ અજયસિંહ રૌતેલાનો પરિવાર દહેરાદૂનમાં રહે છે. જોકે થોડા દિવસ પહેલા જ તેમની પત્ની વિમલા દેવી, જુડવા પુત્રો સુમિત અને અમિત ગામ પહોંચ્યા હતા. અજયસિંહ રૌતેલાના ત્રણ પુત્ર છે. મોટા પુત્ર અરુણે હાલમાં જ બી.ટેકની પરીક્ષા પાસ કરી છે. જ્યારે સુમિત અને અમિત ઈન્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે. પત્ની વિમલા ગૃહિણી છે. શહીદ જવાનના નાનાભાઈ દીપક રૌતેલા પણ ગામમાં છે. એ ભાંગી પડેલા પરિવારજનોને કોઈ ને કોઈ રીતે સંભાળી રહ્યા છે.

શહીદના પુત્ર સુમિત અને અમિતે જણાવ્યું હતું કે, પિતા સાથે 12 ઓક્ટોબરના રોજ તેમની મોબાઈલમાં વાત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, પિતા પર ગર્વ છે. તેમની પાસેથી દેશસેવાનો બોધપાઠ મળે છે. પિતાની ઈચ્છા પર્ણ કરવા હું એનડીએની તૈયારી કરીશ. તેણે કેન્દ્ર સરકાર પાસે આતંકી લોન્ચપેડને નેસ્તાનાબૂદ કરવાની માગ કરી છે. સૂબેદાર અજયસિંહ રૌતેલાની શહાદની સૂચના મળતા રવિવારની સવારે શહીદના ઘર રામપુરમાં જનપ્રતિનિધિઓ અને લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. ગામના એક એક ઘરમાં માતમનો માહોલ હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત