Team Chabuk-National Desk: ગઈકાલે માર્ચ એન્ડિંગ થતાં થતાં સામાન્ય માણસની ધનરાશિ પર કાતર લાગી ગઈ હતી. એ કાતર અડધે સુધી ચાલી અને પછી કાપડ ખરાબ થઈ ગયું છે માની, સરકારે કાતરને સિફતપૂર્વક પાછી વાળી લીધી અને ફાટેલા કાપડ પર આજે વહેલી સવારે થીંગડુ માર્યું.
મોદી સરકારે સામાન્ય માણસની મૂડી પર આ કાતર ફેરવી હતી. નાની બચત યોજનાઓ, જેવી કે પીપીએફ જેવી સેવિંગ સ્કિમના ઈન્ટરેસ્ટ રેટમાં મોટી માત્રામાં કપાત કરી નાખવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ નિર્ણય પાંચ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીની વચ્ચે આવ્યો હતો. એમાંય ઘણી જગ્યાએ મતદાન બાકી છે જેથી સરકાર પર ઢોલ વાગવાની તૈયારી થઈ જ જાત.
બુધવારે સાંજના નોટિફિકેશનના આધારે નાની યોજનાઓમાં વ્યાજ 1.10 ટકા ઘટાડવાની જાણકારી આપવામાં આવી. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડના વ્યાજ દરો ગત્ત 46 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર ચાલ્યા ગયા હતા. હવે નવા દરો એક એપ્રિલ 2021ના રોજથી સામે આવવાના હતા. સોશિયલ મીડિયાથી લઈને ઠેર ઠેર આ વાતની જ ચર્ચા ચાલી રહી હતી. એવામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી માહિતી આપી કે આ નિર્ણયને પરત લેવામાં આવી રહ્યો છે.
નાણામંત્રીએ ટ્વીટ કરી જણાવ્યું કે, સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર 2020-21 ગત્ત ત્રિમાસિકમાં ઈન્ટરેસ્ટ રેટ અગાઉ મુજબ જ ચાલુ રખાશે. સીતારમણે આ પ્રકારના નોટિફિકેશનને જાહેર કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે ભીનું સંકેલતા કહ્યું કે, આદેશ ભૂલથી જાહેર થઈ ગયો.
Interest rates of small savings schemes of GoI shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021.
— Nirmala Sitharaman (@nsitharaman) April 1, 2021
Orders issued by oversight shall be withdrawn. @FinMinIndia @PIB_India
સરકારે બુધવારે વ્યાજમાં કાપતી કરવાનો જે નિર્ણય લીધો તેનાથી મોટો ઝટકો એ લોકોને લાગવાનો હતો જે ઓછા સમય માટે આ યોજનાઓમાં રોકાણ કરે છે. જેમાં સામાન્ય રીતે ઓછી કમાણી અને ઓછી રકમ ધરાવનારા લોકો આવે છે. એક વર્ષ માટે ડિપોઝિટ કરનારાઓને પહેલા 5.5 ટકા વ્યાજ મળતું હતું. તેને ઘટાડીને 4.4 ટકા કરી દેવામાં આવ્યું હતું. અર્થાત્ સીધી 1.10 ટકાની કાતર મારી દેવામાં આવી. આ રીતે બાકી ટર્મ માટે પૈસા જમા કરનારાઓને પણ ઝટકો આપવામાં આવ્યો.
- 2 વર્ષના ટાઈમ ડિપોઝિટમાં 5.5 ટકાની જગ્યાએ 5.0
- 3 વર્ષના ટાઈમ ડિપોઝિટમાં 5.5ની જગ્યાએ 5.1
- પાંચ વર્ષના ટાઈમ ડિપોઝિટમાં 6.7ની જગ્યાએ 5.8
- પાંચ વર્ષના રિકરિંગ ડિપોઝિટ પર 5.8 ટકાની જગ્યાએ 5.3
અન્ય સ્કિમ
બાળકોને સુરક્ષિત ભવિષ્ય આપનારી સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં પણ કાતર મારવામાં આવી હતી. અત્યાર સુધી આ યોજના પર 7.6 ટકા વાર્ષિક વ્યાજ મળે છે જેને ઘટાડીને 6.9 ટકા કરી દેવામાં આવ્યું. એટલે કે તેમાં પણ 70 બેઝિસ પોંઈન્ટનું ગાબડું પાડી દીધું. આ સિવાય ઉંમરલાયક લોકોને આર્થિક મજબૂતી આપવા માટે સીનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમના ઈન્ટરેસ્ટ રેટમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. જ્યાં 7.4 ટકા વ્યાજ મળતું હતું ત્યાં 6.5 ટકા કરી દેવામાં આવ્યું હતું. માસિક આવક ખાતાનું વ્યાજ પણ 6.6 ટકાથી ઘટાડીને 5.7 કરી દેવામાં આવ્યું હતું. પાંચ વર્ષની નેશનલ સેવિંગ સ્કીમ પર મળનારા વ્યાજના દરમાં 90 બેસિસ પોંઈન્ટ ઓછું હતું. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8 ટકાની જગ્યાએ 5.9 ટકા વ્યાજ દેવાની ઘોષણા થઈ હતી.
કોંગ્રેસનો પ્રહાર
કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા હતા. માર્ચ એન્ડિંગમાં નિર્ણય લેવાયો અને પ્રથમ એપ્રિલે પાછો પણ ખેંચી લેવાયો જેના પર પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે કહ્યું હતું કે, સેવિંગ્સ સ્કીમ્સ માટે દરેક ત્રિમાસિક પર રેટની ઘોષણા એ એક સામાન્ય પ્રક્રિયા છે. 31 માર્ચના રોજ આવું કરવું એ કોઈ ભૂલ નથી. ભાજપની સરકારે પોતાના ફાયદા માટે ઈન્ટરેસ્ટ રેટ ઘટાડીને મધ્યમ વર્ગ પર હુમલો કરવાની એક વધારે તૈયારી કરી હતી. હવે જ્યારે એ પકડાઈ ગયા તો નાણામંત્રી ભૂલ થઈ ગઈનું બહાનું આપી રહ્યા છે. જ્યારે મોંઘવારી 6 ટકાને આંબી રહી છે અને તેના વધારે ઉપર જવાની આશંકા છે ત્યારે બીજેપી સરકાર ઈન્ટરેસ્ટ રેટ 6 ટકાની નીચે લાવવો એ મધ્યમવર્ગ પર હુમલા જેવું છે.
जब मुद्रास्फीति लगभग 6 प्रतिशत है और बढ़ने की उम्मीद है, तो भाजपा
— P. Chidambaram (@PChidambaram_IN) April 1, 2021
सरकार बचतकर्ताओं और मध्यम वर्ग को 6 प्रतिशत से कम ब्याज दर दे रही है, जो पूरी तरह अनुचित है।
भाजपा सरकार ने अपने फायदे के लिए ब्याज दरों में कमी करके मध्यम वर्ग पर एक और हमला करने का फैसला किया था। पकड़े जाने पर, वित्त मंत्री ने "अनजाने में गलती हुई' के बहाने बना रही हैं।
— P. Chidambaram (@PChidambaram_IN) April 1, 2021
अगली तिमाही के लिए बचत उपकरणों पर ब्याज दरों की घोषणा एक नियमित अभ्यास है। 31 मार्च को रिलीज़ होने के बारे में "गलत" कुछ भी नहीं है।
— P. Chidambaram (@PChidambaram_IN) April 1, 2021
આ અંગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, નાણામંત્રીજી, તમે સરકાર ચલાવો છો કે સર્કસ? કોઈ પણ આ વાતનો અંદાજો લગાવી શકે છે કે અર્થવ્યસ્થા કેવી રીતે ચલાવવામાં આવી રહી છે. જ્યારે કરોડો લોકોને પ્રભાવિત કરનારો આટલો મહત્વપૂર્ણ નિર્ણય ‘ભૂલ’થી જાહેર થઈ રહ્યો હોય. આ આદેશને કોઈની ઓથોરિટીથી જાહેર કરવામાં આવ્યો છે. આપને નૈતિકરુપથી હવે નાણામંત્રી બનવાનો કોઈ હક નથી.
Madam FM,
— Randeep Singh Surjewala (@rssurjewala) April 1, 2021
Are u running a ‘Circus’ or a ‘Govt’?
One can imagine the functioning of economy when such duly approved order affecting crores of people can be issued by an ‘oversight’.
Who is the competent authority referred in order?
You have no moral right to continue as FM. pic.twitter.com/czRv5MY7O8
પાંચ રાજ્યોમાં ચૂંટણી
પાંચ રાજ્યોમાં ચૂંટણી છે. ભાજપને જીતવી જ છે. ખૂબ મહેનત કરી છે. એમાં હવે માર્ચ એન્ડિંગ તેમની મહેનત પર પાણી ફેરવી દે તેવું લાગતું હતું, કારણ કે સરકાર ભૂલથી થઈ ગયું સિવાય કોઈ બીજો જવાબ નથી આપી રહી. જવાબ નથી આપી રહી એટલે શું આ જ કારણ હતું ? સરકાર જનતા સાથે એપ્રિલ ફુલ તો નથી રમી રહીને ? આજે એપ્રિલ મહિનાની પ્રથમ તારીખ એટલે કે એપ્રિલ ફુલ છે. ક્યાંક સરકાર એવું તો નથી ઈચ્છી રહીને કે કોંગ્રેસની સરકાર સમયે કોઈએ એપ્રિલ ફુલ નહોતું કર્યું, આ જુઓ અમે એ પણ કરી બતાવ્યું!!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત