Homeગામનાં ચોરેલોહિયાળ લગ્નઃ જાનૈયાને જમણવારમાં ચિકનની સાથે લિટ્ટી ન અપાતા ફાયરિંગ, એકનું મોત

લોહિયાળ લગ્નઃ જાનૈયાને જમણવારમાં ચિકનની સાથે લિટ્ટી ન અપાતા ફાયરિંગ, એકનું મોત

Team Chabuk-National Desk: લગ્ન પ્રસંગોમાં નાની મોટો ઝઘડો કે મનદુઃખના બનાવો તો બનતા રહેતા હોય છે. પરંતુ બિહારમાં જમણવારમાં મનભાવતું ભોજન ન પિરસવામાં આવતા વાત મોત સુધી પહોંચી ગઈ. બિહારમાં કોરોનાકાળમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં આ બનાવ બન્યો. જ્યાં ચિકનની સાથે લિટ્ટી ન પિરસવામાં આવતાં ફાયરિંગ થયું, જેમાં એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી. આમ એક નાની અમથી વાતમાં સુખનો પ્રસંગ દુઃખમાં ફેરવાઈ ગયો.

ઘટના બિહારના ગોપાલગંજ જિલ્લાના ઉચકાગામ પોલીસ સ્ટેશન વિસ્તારના નરકટિયા ગામની છે. નરકટિયા ગામમાં જાનને જમણવારમાં ચિકનની સાથે લિટ્ટી ન આપવામાં આવતાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું અને ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા. મૃતકનું નામ રાજેન્દ્ર સિંહ હોવાની માહિતી મળી છે. જ્યારે રાહુલ કુમાર સિંહ, રિશુ કુમાર સિંહ અને રોહિત કુમાર સિંહ નામના ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે ગોપાલગંજ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા છે. જ્યાં ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપીને ત્રણેયને વધુ સારવાર માટે ગોરખપુર ટ્રાન્સફર કર્યા છે.

મળતી માહિતી મુજબ, ફાયરિંગમાં મૃત્યુ પામેલા રાજેન્દ્ર સિંહના પાડોશમાં એક જાન આવી હતી. જાનૈયાઓને ચિકનની સાથે લિટ્ટી ન આપવામાં આવતા વિવાદ શરૂ થયો. વાત એટલી આગળ વધી ગઈ કે ફાયરિંગ શરૂ થઈ ગયું. ફાયરિંગમાં રાજેન્દ્ર સિંહ સહિત ચાર લોકોને ગોળી વાગી. તુરંત ચારેયને ગોપાલગંજ સદર હોસ્પિટલમાં લઈ જવાયા. જ્યાં ડોક્ટરોએ રાજેન્દ્ર સિંહને મૃત જાહેર કર્યા અને બાકીના ત્રણ ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં ગોરખપુર અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે.

ઈજાગ્રસ્તોના પરિવારજનોએ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો. ડોક્ટરોએ ઈજાગ્રસ્તોને એક્સ-રે કરાવવાનું કહ્યું હતું. પરંતુ એક્સ-રે રૂમ બંધ હોવાથી પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. આ અંગેની જાણકારી મળતાં પોલીસ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચી હતી. પોલીસે ગુસ્સે ભરાયેલા લોકોને શાંત કરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ પરિવારના સભ્યોનું કહેવું હતું કે સદર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર અને એક્સ-રેના કોઈ ઠેકાણા નથી. જેથી પરિવારજનોને સમજાવીને દર્દીઓને ગોરખપુર સારવાર માટે ખસેડાયા હતા.

ઉચકાગામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અબ્દુલ મજીદે જણાવ્યું કે, લગ્નમાં ફાયરિંગ અંગેની સુચના મળ્યા બાદ પોલીસની ટીમ તપાસ માટે પહોંચી હતી. ફાયરિંગમાં સામેલ લોકોની ઓળખ કરીને તેઓની ધરપકડ કરવા માટે તપાસ ચાલી રહી છે. લગ્નમાં ચિકનની સાથે લિટ્ટી ન અપાતા થયેલા ફાયરિંગના કારણે ગામમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના બાદ ગામમાં દોડધામ મચી ગઈ હતી.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments