Team Chabuk-International Desk: દક્ષિણપૂર્વી નોર્વેના કોંગ્સબર્ગ શહેરમાં એક વ્યક્તિએ બાણ અને તીરથી હુમલો કરી પાંચ લોકોની હત્યા નીપજાવી નાખી. આ હુમલામાં બે લોકો ઘાયલ પણ થઈ ચૂક્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે. કોંગ્સબર્ગના ટાઉન સેન્ટરમાં કેટલીય જગ્યાઓએ થયેલા હુમલા પાછળનો ઉદ્દેશ્ય શું હતો તેના પરથી પડદો હટવાનો બાકી છે. પોલીસે આતંકી ઘટના હોવા પર નનૈયો ભણ્યો છે.

પોલીસ અધિકારી ઓવિન્દ આસના જણાવ્યા અનુસાર લોકોના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. તેમણે બે ઘાયલો વિશે જાણકારી આપતા કહ્યું કે, બંનેની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલમાં એક પોલીસ અધિકારી પણ છે. જે ફરજ પૂર્ણ થયા બાદ જનરલ સ્ટોરમાંથી સામાન લઈ રહ્યો હતો. આ સમયે જ એક માથાફરેલ યુવક આવી પહોંચ્યો અને તેણે તીર-ધનુષ વડે પાંચ લોકોના જીવ લઈ લીધા હતા.

કોંગ્સબર્ગના પોલીસ ચીફ ઓવિન્ડ આસે કહ્યું કે, હુમલો કરનાર ઘટનાસ્થળથી 25 કિલોમીટર દૂર ડ્રેમન વિસ્તારમાંથી ઝડપાયો છે. આ દરમ્યાન તેણે પોલીસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે ઘેરાબંધી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સંદિગ્ધની ઓળખ કોંગ્સબર્ગના રહેવાસી ડેનિશના રૂપે કરી છે. હુમલો કરનારાઓ પર પહેલા કોઈ આરોપ નહોતો. અચાનકથી જ 12 ઓક્ટોબરની રાતને તેણે કયામતની રાત બનાવી દેતા તીર-ધનુષથી પાંચ નિર્દોષ લોકોને હણી નાખ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત