Homeગામનાં ચોરેટ્રમ્પની સોશિયલ મીડિયા પર હાજરી પૂરાવતું એક જ એકાઉન્ટ હતું, એ પણ...

ટ્રમ્પની સોશિયલ મીડિયા પર હાજરી પૂરાવતું એક જ એકાઉન્ટ હતું, એ પણ બંધ થઈ ગયું

Team Chabuk-International-desk : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો લાગ્યો છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધી પોતાનું વર્ચસ્વ જમાવનારા ટ્રમ્પ પાસે હાલ એક પણ એવું માધ્યમ નથી કે જેનાથી તે લોકો સુધી પહોંચી શકે. પોતાના ભડકાઉ ભાષણના કારણે ટ્રમ્પના એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે. એકબાદ એક તેમના એકાઉન્ટ બેન કરાઈ રહ્યા છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર વધુ એક માધ્યમે કાર્યવાહી કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ હાલ અમેરિકામાં થઈ રહેલી હિંસાના કારણે સતત સમાચારોમાં રહેતા નેતા બની ગયા છે. હિંસાના કારણે જ ડોનાલ્ડ ટ્રમ્પનું ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું છે. હવે અહેવાલ એવા મળી રહ્યા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની YouTube ચેનલ પર પણ કેટલાક પ્રતિબંધ લગાવી દેવાયા છે. યુટ્યૂબ ચેનલમાં અપલોડ કરાયેલો એક વીડિયો યુટ્યૂબે હટાવી દીધો છે. જેમાં ભડકાઉ માહિતી જોવા મળી હતી. આ ઉપરાંત ટ્રમ્પના એકાઉન્ટમાં કોમેન્ટ સેક્શનને પણ બંધ કરી દેવાયું છે. એટલું જ નહીં 7 દિવસ માટે વીડિયો અપલોડિંગ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. યુટ્યૂબે આ મુદ્દે નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર થોડા દિવસથી ટ્રમ્પના એકાઉન્ટ પર તવાઈ બોલી રહી છે. આ સિલસિલો હિંસા બાદથી શરૂ થયો છે.

ગયા અઠવાડિયે ટ્વીટરે ટ્રમ્પના એકાઉન્ટને અનબ્લોક કર્યું હતું જો કે,  ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, જો બીડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ હશે. ત્યારબાદ ટ્વીટરે એકવાર ફરી ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરી દીધું હતું. હવે આ પ્રતિબંધ અનિશ્ચિતકાળ સુધી લગાવી દેવાયો છે.

આ ઉપરાંત ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ટ્રમ્પના એકાઉન્ટ પર 20 જાન્યુઆરી સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જો બીડેન 20 જાન્યુઆરીએ જ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરશે. ટ્રમ્પના એકાઉન્ટ પર બેન મુદ્દે માર્ક ઝુકરબર્ગે કહ્યું હતુ કે, આ નિર્ણય અમેરિકાની રાજધાનીમાં હિંસાને આગળ વધારવાની કોશિશના કારણે લેવાયો હતો.

વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ ડોનાલ્ડ.જે.ટ્રમ્પના નામથી છે. અને આ ચેનલના અંદાજે 27.8 લાખ ફોલોઅર્સ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની રાષ્ટ્રપતિના ચૂંટણીના પરિણામથી ચર્ચામાં છે. તેઓ  પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. જોકે કેપિટલ હિલની હિંસા બાદ તેમને નમતુ જોખવાનો વારો આવ્યો છે.

ટ્રમ્પનો મહાભિયોગ ઈતિહાસ

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં પહેલાં એવા રાષ્ટ્રપતિ બની ગયા છે જેમની વિરુદ્ધ બે વાર મહાભિયોગ લગાવાયો છે. પ્રતિનિધિ સભાએ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મહાભિયોગ પ્રસ્તાવ દરમિયાન પક્ષમાં 232 અને વિપક્ષમાં 197 મત પડ્યા છે. રિબપ્લિક સાંસદોએ પણ મહાભિયોગના પક્ષમાં મત આપ્યા છે. હવે 19 જાન્યુઆરીએ સેનેટમાં પ્રસ્તાવ લાવવામાં આવશે. આ મહાભિયોગ પ્રસ્તાવ માટે ટ્રમ્પ વિરુદ્ધ છ જાન્યુઆરીએ રાજદ્રોહ માટે લોકોને ભડકાવવાનો આરોપ છે. સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે બે તૃતિયાંસ સભ્યોના મતની જરૂર છે. જો સેનેટમાં પ્રસ્તાવ પાસ થઈ જશે તો ટ્રમ્પને સમય કરતા પહેલાં રાષ્ટ્રપતિ પદ છોડવું પડશે.

આ પહેલાં પ્રતિનિધિ સભામાં 18 ડિસેમ્બર 2019માં ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્દ મહાભિયોગ લગાવાયો હતો. જો કે, રિપબ્લિકન પાર્ટીના નિયંત્રણવાળી સેનેટે ફેબ્રુઆરી 2020માં આ આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા. આ દરમિયાન ટ્રમ્પ પર આરોપ હતો કે, ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ પર દબાણ લાવ્યું હતુ કે જો બીડેન અને તેમના પુત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચારના દાવા મુદ્દે તપાસ કરાવે. વ્હાઈટ હાઉસે આ મહાભિયોગના પ્રસ્તાવને અમેરિકી રાજનીતિના ઈતિહાસમાં બહુ શરમજનક ઘટના ગણાવી છે. અમેરિકામાં છેલ્લા 243 વર્ષમાં ક્યારેય કોઈ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાવી તેને પદ પરથી દૂર નથી કરાયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments