Team Chabuk-National Desk: ચાર વર્ષ પહેલાંનો એ દિવસ ક્યારેય નહીં ભૂલાય. બપોરે અંદાજે ત્રણ વાગ્યે એ સમાચાર આવ્યા હતા કે, પુલવામામાં આતંકી હુમલો થયો છે અને દેશના 40 વીર શહીદ થઈ ગયા છે. આ સમાચાર મળતાની સાથે જ દેશ આખો ગમગીન બની ગયો હતો. દેશમાં એ અજંપાભરી શાંતિ આજે પણ લોકોને યાદ છે. એ દિવસ યાદ કરતાં આજે પણ દેશવાસીઓની આંખોમાંથી આંસુ સરી પડે છે. આ હુમલામાં કોઈએ પોતાનો પુત્ર, કોઈએ પતિ અને કોઈએ પિતા ગુમાવ્યા હતા. એ વેલેન્ટાઈન દિવસ હતો. કદાચ આ જ વીર સપૂતમાંથી કોઈએ પોતાની પત્નીને પ્રેમ ભર્યો મેસેજ કર્યો હશે ત્યારે તેની આંખોમાંથી સુખના આંસુ વહ્યા હશે તેના થોડા કલાક પછી જ્યારે તેને આ સમાચાર મળ્યા હશે ત્યારે તેની હાલત કેવી થઈ હશે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.
દેશ આજે આ શહીદોને અશ્રૃભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. CRPFએ ટ્વીટ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. CRPFએ લખ્યું છે કે,
तुम्हारी शौर्य गाथा सूर्य हैं, आसमान हो तुम।
हमारा गर्व तुम हो, शान हो, अभिमान हो तुम।
અમે ભૂલ્યા નથી, ક્યારેય ભૂલીશું નહીં.
અમે 14 ફેબ્રુઆરી 19ના રોજ પુલવામામાં બલિદાન આપનાર અમારા બહાદુર જવાનોને સલામ કરીએ છીએ.
અમે તેમના પરિવારના કાયમ ઋણી રહીશું.
तुम्हारी शौर्य गाथा सूर्य हैं, आसमान हो तुम।
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) February 14, 2023
हमारा गर्व तुम हो, शान हो, अभिमान हो तुम।
We did not Forgive, will never Forget:
We salute our Bravehearts who made supreme sacrifice at Pulwama on 14 Feb 19.
We will forever remain indebted to their families. pic.twitter.com/nNA6H5HINq
શું બની હતી ઘટના ?
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના જવાનો પોતાના સાથીઓ સાથે પુલવામામાંથી જઈ રહ્યા હતા. આ સમયે જૈશ-એ-મહોમ્મદના એક આતંકીએ જવાનો પર આત્મઘાતી હુમલો કરી દીધો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેમાં આપણા 40 વીર જવાનો શહીદ થઈ ગયા હતા. કાયર આતંકીએ છુપી રીતે હુમલો કર્યો. કદાચ જો એ સેનાના કોઈ પણ જવાન સામે સામી છાતીએ આવ્યો હોત તો એક જ ઝાટકામાં તેનું માથું ધડથી અલગ થઈ ગયું હોત.
Tribute to the martyrs of Pulwama!! 🙏#NeverForgetNeverForgive pic.twitter.com/iaD5z2b5Jj
— Sudarsan Pattnaik (@sudarsansand) February 14, 2023
12 દિવસમાં જ બદલો
આ ઘટનાથી એક તરફ દેશ આખો દુઃખી હતો. બીજી તરફ વડાપ્રધાને સંકલ્પ લીધો હતો કે, એક એક આંસુનો બદલો લેવાશે. ઘટનાના 12માં દિવસે જ જ્યારે રાત્રી દરમિયાન દેશ શાંતિથી ઊંઘી રહ્યો હતો ત્યારે સેનાએ પાકિસ્તાન સ્થિત બાલાકોટમાં જૈશ-એ-મહોમ્મદના અડ્ડા પર એરસ્ટ્રાઈક કરી દીધી હતી. આ એરસ્ટ્રાઈકમાં મોટી સંખ્યામાં આતંકીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આતંકીઓના ટ્રેનર અને સિનિયર કમાન્ડરને પણ યમલોકનો દરવાજો બતાવી દેવાયો હતો.
યુવાનો આજના દિવસને બ્લેક ડે તરીકે ઉજવી રહ્યા છે
આજે વેલેન્ટાઈન ડે છે પરંતુ સોશિયલ મીડિયામાં પ્રેમની વાતોની જગ્યાએ વીરોની વાતો થઈ રહી છે. યુવાનો સોશિયલ મીડિયા પર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને શહીદ જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તો નેતાઓ અને અભિનેતાઓ પણ આપણા સપૂતોને યાદ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
