Homeસિનેમાવાદjaved khan passes away : 'લગાન' ફેમ અભિનેતા જાવેદ ખાનનું નિધન, બોલીવૂડમાં...

javed khan passes away : ‘લગાન’ ફેમ અભિનેતા જાવેદ ખાનનું નિધન, બોલીવૂડમાં શોકનો માહોલ

Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ અભિનેતા જાવેદ ખાન અમરોહીનું (javed khan) નિધન થયું છે. ચક દે ઈન્ડિયાથી લગાન જેવી સુપરહિટ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનાર જાવેદ અત્યાર સુધી 150 થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યા હતાં. પરંતુ હવે તેમના અચાનક મૃત્યુના સમાચારે સૌકોઈને હચમચાવી દીધા છે. જાવેદ ખાનના મૃત્યુ પાછળનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પરંતુ તેમના જવાથી ઈન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે. વર્ષોથી તે બોલિવૂડમાં કામ કરી રહ્યાં હતાં અને તેમણે ઘણી યાદગાર ભૂમિકાઓ પણ ભજવી હતી. સલમાન ખાન, આમિર ખાનથી લઈને શાહરૂખ ખાન સાથે સ્ક્રીન શેર કરી ચૂકેલા જાવેદ ખાન કોઈ પરિચયના મોહતાજ નથી. તેમની કારકિર્દીમાં તેઓ 150 થી વધુ ફિલ્મોમાં દેખાયા હતા અને પોતાના પાત્રો દ્વારા તેઓ લોકોના દિલ પર છવાઈ ગયા હતા.

એકેડેમી એવોર્ડ માટે પણ નોમિનેટ થયા હતા

2001ની ફિલ્મ લગાનમાં ખાસ ભૂમિકા ભજવી હતી જેના માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાની શ્રેણીમાં એકેડેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તે શાહરૂખ ખાન સાથે ચક દે ઈન્ડિયામાં પણ જોવા મળ્યા હતાં અને આખી ફિલ્મમાં તેનો રોલ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. ‘અંદાજ અપના અપના’માં શાહરૂખ-આમિર સાથે તેમને ત્રણેયને પણ પસંદ કરવામાં આવ્યા હતા. તેમનું કોમિક ટાઈમિંગ અદ્ભુત હતું તેથી તેમને મોટાભાગે કોમેડી ભૂમિકાઓ ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેઓ જે પણ ભૂમિકામાં દેખાયા હતા તેમણે ચોક્કસપણે એક અલગ છાપ છોડી હતી. જાવેદ ખાને માત્ર ફિલ્મોમાં જ નહીં ટીવીમાં પણ ઘણું કામ કર્યું હતું.

1973-2020 સુધી કરવામાં આવેલ કામ

તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1973માં કરી હતી અને 2020માં તે છેલ્લે ‘સડક 2’માં જોવા મળ્યા હતા. એટલે કે તેમણે કુલ 50 વર્ષ ઈન્ડસ્ટ્રીને આપ્યા હતાં.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments