Team Chabuk-National Desk: પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ બાદ રાજ કુન્દ્રાની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. હાલ રાજ કુન્દ્રા 27 તારીખ સુધી પોલીસ રિમાન્ડ હેઠળ છે. ત્યારે પોલીસ દ્વારા રાજ કુન્દ્રા વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરવાની કાર્યવાહી જોરશોરથી ચાલી રહી છે. હવે રાજ કુન્દ્રાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કેમ કે રાજ કુન્દ્રાની કંપનીના ચાર કર્મચારીઓએ પોર્નોગ્રાફી કેસમાં સરકારી સાક્ષી બનવા માટે તૈયારી બતાવી છે.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચાર કર્મચારીઓ કેસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રાજ કુન્દ્રા અને કેસમાં જોડાયેલા અન્ય લોકો પોર્નોગ્રાફી કેસ મામલે વધુ કઈ બોલવા તૈયાર નથી અને વધુ હકીકતો જણાવી ન રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેવામાં રાજ કુન્દ્રાની જ કંપનીના ચાર કર્મચારીઓ આ મામલે જરૂરી માહિતીઓ જણાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ ચારેય કર્મચારીઓ પાસેથી ક્રાઈમ બ્રાંચ રાજ કુન્દ્રાના બિઝનેસ ડિલ અંગે જાણકારી મેળવશે. ચારેય કર્મચારીઓને રાજ કુન્દ્રા દ્વારા પોર્નોગ્રાફી રેકેટ કઈ રીતે ચલાવવામાં આવતું હતું તે અંગે પણ પૂછપરછ થઈ શકે છે. નાણાકીય લેવડદેવડ અને અન્ય વ્યવહાર અંગે પણ પુછપરછ કરવામાં આવી શકે છે. ક્રાઈમ બ્રાંચ તપાસ કરવાની કોશિશ કરી રહી છે કે રાજ કુન્દ્રા રૂપિયાની લેવડદેવડ કેવી રીતે કરતો હતો. તેથી ઝડપથી જ આ ચારેય કર્મચારીઓના નિવેદન નોંધવામાં આવી શકે છે. જો આ ચારેય કર્મચારીઓ રાજ કુન્દ્રા સામે મોઢું ખોલશે તો આવનારા દિવસોમાં રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી શકે છે.
ગઈકાલે શનિવારે ક્રાઈમ બ્રાંચની ટીમે રાજ કુન્દ્રાની કંપની વિઆનની તપાસ હાથ ધરી હતી. અંધેરી વેસ્ટમાં આવેલી કંપનીમાંથી એક લોકર ક્રાઈમ બ્રાંચને હાથ લાગ્યું હતું. આ લોકરને કંપનીમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકરમાંથી ક્રાઈમ બ્રાંચને બિઝનેસને લગતાં ઘણા દસ્તાવેજ અને ક્રિપ્ટો કરન્સી હાથ લાગી છે. જો કે હજુ ક્રાઈમ બ્રાંચ આ દસ્તાવેજોની તપાસ કરી રહી છે. સરકારી સાક્ષી બનવા માટે તૈયાર થયેલા રાજ કુન્દ્રાની કંપનીના ચારેય કર્મચારીઓના મતે આ લોકરમાં અશ્લીલ ફિલ્મોથી થયેલી કમાણીના તમામ દસ્તાવેજો રાખવામાં આવતા હતા. ગહના વશિષ્ઠ અને ઉમેશ કામતની ધરપકડ બાદ આવા દસ્તાવેજો આ લોકરમાં છુપાવીને રાખવામાં આવતા હતા.
મહત્વનું છે કે, પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાની પોલીસ પુછપરછ કરી રહી છે. સાથે જ આ કેસમાં જોડાયેલા અન્ય લોકોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. રાજ કુન્દ્રાની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ પુછપરછ કરવામાં આવી હતી. શુક્રવારે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને સામ-સામે બેસાડીને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા પર લાગેલા આરોપોને ફગાવી રાજનો બચાવ કર્યો હતો. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલી અભિનેત્રી ગહના વશિષ્ઠે પણ રાજ કુન્દ્રાને બચાવ કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત