Team Chabuk-National Desk: બિહારના મુઝફ્ફરપુરમાં એક યુવકની હત્યા બાદ વાતાવરણમાં તણાવ ફેલાઈ ગયો છે. બિહારના મુઝફ્ફરપુરના રામપુર ગામમાં રહેતા 22 વર્ષીય સૌરભ કુમારની પાડોશી ગામ સોનબરસામાં હત્યા કરી દેવામાં આવી હતી. આ યુવક ત્યાં પોતાની પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો હતો. જ્યાં તેને યુવતીના પરિવારજનો જોઈ ગયા હતા અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે યુવતીના પરિવારજનોએ તેને ઢોરની માફક માર્યો હતો અને બાદમાં તેનું ગુપ્તાંગ પણ કાપી લીધું હતું.
સૌરભના પરિવારજનોને બાદમાં તેની પીટાઈ વિશે અવગત કરવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે સૌરભની મોત બાદ તેનો અગ્નિસંસ્કાર પ્રેમિકાના ઘરની સામે જ કરવામાં આવ્યો હતો. મૃતદેહને સળગાવ્યા બાદ પોલીસે બંને પક્ષની ધરપકડ કરી લીધી છે.
23 જુલાઈના રોજ સૌરભ પાડોશી ગામ સોનબરસામાં પોતાની પ્રિયતમાને મળવા માટે પહોંચ્યો હતો. જ્યાં યુવતીના પરિવારના લોકો યુવક સૌરભને તેની સાથે વાત કરતા જોઈ ગયા હતા. યુવકને પકડીને માર મારવામાં આવ્યો જેથી તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. એ પછી મારનારા લોકોએ સૌરભને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો અને તેના પરિવારના લોકોને સૂચના આપી હતી. સારવાર દરમ્યાન સૌરભનું મોત થઈ ગયું હતું. સૌરભનું મોત થતા છોકરીના પરિવારજનો ફરાર થઈ ગયા હતા.
ગુસ્સામાં આવેલા યુવકના પરિવારજનોએ છોકરીના ઘરની સામે જ યુવકનો અંતિમ સંસ્કાર કર્યો હતો. ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી હતી. જોકે ત્યાં સુધીમાં ચિતાને આગ લાગી ચૂકી હતી. આ કારણે જ છોકરાના પરિવારજનોની પણ પોલીસે ધરપકડ કરી હતી. હાલ આ સમગ્ર ઘટનાને લઈ બંને ગામમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત