Team Chabuk-Gujarat Desk: રાજસ્થાનના બૂંદીમાં સરકારી ડોક્ટરની પત્ની પર પાડોશમાં રહેનારા નરાધમે પંદર વખત દુષ્કર્મ આચર્યું હતું. જો મહિલા કોઈને પણ ફરિયાદ કરે તો આરોપી તેના પતિને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. પાડોશીની આ હેવાનિયતથી તંગ આવી ગયેલી મહિલાએ આખરે પોતાની આપવીતી પતિને કહી દીધી હતી. આ ઘટના બાદ દંપતિ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું અને પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ સમગ્ર ઘટના રાજસ્થાનના બૂંદીના નૈનવા વિસ્તારની છે. અહીં સરકારી આવાસમાં રહેનારી ડોક્ટરની પત્નીએ પાડોશમાં રહેનારા વ્યક્તિ હરિરામ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ડોક્ટરની પત્નીએ કહ્યું કે, આરોપીએ એક બે વખત નહીં પણ પૂરી પંદર વખત તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી તેના પર્સમાં જેટલા પણ પૈસા હોય તે પણ લઈ જતો હતો. આરોપીની આ હેવાનિયત સામે તંગ આવીને પત્નીએ આખરે હિંમત એકઠી કરી પતિને સત્યતા કહી દીધી હતી.
આ સમગ્ર ઘટનામાં નૈનવાના ડીએસપી કૈલાશચન્દ્ર જાટે કેસ ફાઈલ કર્યો હોવાની પુષ્ટી કરી છે. બીજી બાજુ તેમણે કહ્યું કે, આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય તેમણે કોઈ પણ પ્રકારની સ્પષ્ટ જાણકારી આપી નહોતી. બીજી બાજુ ડોક્ટરની પાડોશમાં રહેતા હરિરામ નામેરી વ્યક્તિની સાથે મહિલા ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવી હતી. આરોપીએ ઘરમાં આવવા જવાનું શરૂ કરી દીધું હતું.
પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, માર્ચ 2019થી લઈને 11 જૂન 2021 સુધી આરોપીએ ચાકુનો ભય બતાવીને પંદર વખત બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં આરોપીએ તેને ધમકી પણ આપી હતી કે કોઈને પણ આ વિશે કહ્યું તો તારા પતિની હત્યા કરી નાખીશ. આ ડરના કારણે જ મહિલા ચૂપચાપ બધુ સહન કરતી રહી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત