પાકિસ્તાન આતંકવાદનો અડ્ડો છે. આતંકવાદને કારણે પાકિસ્તાન જગતભરમાં પંકાયેલું છે. ભારત સાથે તો તેની દુશ્મની બહુ જુની છે, પરંતુ હવે આતંકવાદને સમર્થન કરી રહેલા પાકિસ્તાનના દુશ્મનો વધી રહ્યા છે. પાકિસ્તાનના દુશ્મનોની યાદીમાં હવે ફ્રાંસ પણ જોડાઈ ગયું છે.
ફ્રાંસમાં થયેલી શિક્ષકની હત્યા અને આતંકવાદી પ્રવૃત્તિઓનું સમર્થન કરવા બદલ ફ્રાંસે પાકિસ્તાનને તેની ઓકાત બતાવી દીધી છે અને મિરાજ વિમાનને અપગ્રેડ કરવાની સુવિધા આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સાથે જ પાકિસ્તાનને એર ડિફેન્સ સિસ્ટમ અને અગસ્તા 90 બી ક્લાસની સબમરિન આપવાની પણ ના પાડી છે.
ફ્રાંસે આ નિર્ણય પાકિસ્તનના વડાપ્રધાનના કારણે લેવો પડ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફ્રાંસમાં થયેલી શિક્ષકની હત્યા અને આતંકવાદી પ્રવૃત્તિનું સમર્થન કર્યું હતું.
પાકિસ્તાની ટેક્નિશિયનની મદદ ન લો
મિરાજ વિમાન અને સબમરિન નહીં આપવા ઉપરાંત ફ્રાંસે પાકિસ્તાનને લઈને એક બીજો મોટો નિર્ણય લીધો છે. ફ્રાંસે આ બાબતે કતારને ચેતવ્યું છે. કતારે ફ્રાંસ પાસેથી રાફેલ યુદ્ધ વિમાન ખરીદ્યા છે. તેથી ફ્રાંસે કતારને કહ્યું છે કે, તેઓ પાકિસ્તાની મૂળના કોઈ પણ ટેક્નિશિયનને તેમના પ્લેન પર કામે ન રાખે. ફ્રાંસને આશંકા છે કે આ લોકો રાફેલ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ ટેકનિકલ જાણકારી લીક કરીને પાકિસ્તાનને આપી શકે છે. પાકિસ્તાન આવી જાણકારી ચીનને આપી દેવા મામલે પહેલાંથી પંકાયેલું છે.
તેથી ફ્રાંસે રાફેલ વિમાન ધરાવતા તમામ દેશને કહ્યું છે કે, તેઓ કોઈપણ પાકિસ્તાની મૂળના ટેક્નિશિયનને રાફેલ વિમાન પર તહેનાત ન કરે.
ધૂળ ખાતા થઈ જશે પાકિસ્તાની મિરાજ
પાકિસ્તાની સેના પાસે આશરે 150 મિરાજ વિમાન છે. તેમાંથી અડધા જ કામ આપે એવા છે. જેમાં મિરાજ 3 અને મિરાજ 5 ફાઈટર જેટ્સ સામેલ છે. પાકિસ્તાનને આ જુના મિરાજ વિમાનને ઉડવા લાયક બનાવવા માટે ફ્રાંસ પાસે તેનું રિપેરિંગ કરાવવું પડે તેમ છે. પાકિસ્તાને આવા જ ખખડધજ વિમાનોને અપગ્રેડ કરવાની ફ્રાંસને વિનંતી કરી હતી. જેને ફ્રાંસે પાટું મારી દીધું છે. ફ્રાંસે પાકિસ્તાની શરણાર્થીઓ સામે પણ કડક પગલાં લેવાના શરૂ કરી દીધા છે.
સબમરિન અંગેની માગ પણ ફ્રાંસે ફગાવી
પાકિસ્તાને એક માગ ફ્રેંચ-ઇટાલિયન એર ડિફેન્સ સિસ્ટમને લઈને કરી હતી. ફ્રાંસે તે અંગે પણ પાકિસ્તાનને ઘસીને ના પાડી દીધી છે. પાકિસ્તાને અગસ્તા 90 બી સબમરિનને ખાસ રીતે અપગ્રેડ કરવા માટે ફ્રાંસને કહ્યું હતું જેથી સમબમરિન વધુ સમય સુધી પાણીની નીચે રહી શકે. જો કે આ અંગે પણ પાકિસ્તાન નિઃસહાય બની ગયું છે. પાકિસ્તાન પાસે ત્રણ અગસ્તા 90 બી સબમરિન ખાલિદ, હમજા અને સાદ છે.
જર્મની પણ પાકિસ્તાનથી ખફા
ફ્રાંસની સાથે જર્મનીએ પણ પાકિસ્તાન સામે લાલ આંખ કરી છે. જર્મનીએ પણ સૈનિકોના સામાન અંગેની પાકિસ્તાનની માગને અવગણી કાઢી છે. જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલે સબમરિન અપગ્રેડ કરવાની પાકિસ્તાનની માગ ઠુકરાવી દીધી હતી. જર્મની પણ પાકિસ્તાનને આતંકવાદને પોષતો દેશ માને છે. જ્યારે 2017માં કાબુલમાં જર્મન એમ્બેસી પર હુમલો થયો ત્યારે આરોપીઓની ઓળખ કરવામાં પાકિસ્તાને કોઈ રુચિ દાખવી ન હતી. ત્યારથી જર્મની પણ માને છે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન કરે છે.
ઈમરાન ખાનનું ભડકાઉ ભાષણ
ફ્રાંસ અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટાશ સપ્ટેમ્બરમાં પેરિસમાં શાર્લી હેબ્દો મેગેઝિનની જુની ઓફિસ પાસે થયેલા હુમલા વખતથી આવી ગઈ છે. હુમલાખોરે ઓફિસ સામે બે લોકોને ચપ્પાના ઘા માર્યા હતા. 18 વર્ષનો હુમલાખોર અલી હસન પાકિસ્તાનનો રહેવાસી હતો. પાકિસ્તાનમાં રહેતા તેના પિતાએ તેના આ કૃત્યને મહાન ગણાવ્યું હતું. અને હુમલાથી તેઓ ખુશ હતા.
હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને જાહેરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિની નિંદા કરી હતી. તેઓને ઇર્શનિંદાના સમર્થક પણ કહી દીધા હતા. ફ્રાંસના રાષ્ટ્રપતિએ એક સ્કૂલ શિક્ષકનો બચાવ કર્યો હતો જેણે પોતાના વર્ગખંડમાં અભિવ્યક્તિની આઝાદીની વાત કરતાં કરતાં પૈગંબર મુહમ્મદને કેરિકેચર દર્શાવી દીધા હતા.
આ ઘટના બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના વડાઓને સંબોધિને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. જેમાં ઇમરાને ઇસ્લામના સમર્થિત તમામ દેશોને બિન મુસ્લિમ દેશોમાં વધતાં ઇસ્લામોફોબિયા સામે એકજુટ થવા અપીલ કરી હતી. પાકિસ્તાની સંસદે તો એક ડગલું આગળ વધીને સંકલ્પ પણ પાસ કરી દીધો હતો અને પેરિસથી પોતાના રાજદૂત પરત બોલાવી લેવાની વાત કરી હતી. પરંતુ બાદમાં ખબર પડતાં ફજેતો થયો કે ત્રણ મહિનાથી પેરિસમાં પાકિસ્તાનનો તો કોઈ રાજદૂત જ નથી.
પાકિસ્તાનના રસ્તાઓ પર બોયકોટ ફ્રાંસના નારાઓ લગાવાયા હતા. ફ્રાંસની ઉત્પાદિત વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સરકારે પણ આદેશ જાહેર કર્યો હતો કે તેઓ ફ્રાંસમાં બનેલો સામાન નહીં ખરીદે. પરંતુ આ બધું કરીને પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. હવે ફ્રાંસે પાકિસ્તાનને બોયકોટ કરી દીધું છે. ખરેખર પાકિસ્તાન આને જ લાયક હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત