Homeવિશેષમિત્રો... શિયાળાનું જોર વધવાની આગાહી થઈ છે ભોજનમાં હવે આટલું લ્યો અને...

મિત્રો… શિયાળાનું જોર વધવાની આગાહી થઈ છે ભોજનમાં હવે આટલું લ્યો અને તાજામાજા ર્યો

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી બે દિવસ હજુ કડકડતી ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગનું માનીએ તો આગામી સમયમાં તાપમાનનો પારો હજુ 2થી 4 ડિગ્રી સુધી ગગડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘બે દિવસ બાદ ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. જેના લીધે કડકડતી ઠંડી અનુભવાશે. આગામી દિવસોમાં અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રી આસપાસ રહેશે. રાજ્યના અન્ય શહેરોમાં પણ બે દિવસમાં ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. બીજી તરફ માઉન્ટ આબુમાં શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી જાય છે.

દેશની રાજધાની દિલ્હીમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. તાજેતરમાં જ દિલ્હીમાં ઠંડીએ છેલ્લા 14 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હીમાં લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી નોંધાયું હતું. નવેમ્બર મહિનામાં છેલ્લા 14 વર્ષમાં ક્યારેય આટલી ઠંડી પડી નથી. આ અંગે હવામાન વિભાગે કહ્યું કે, છેલ્લે વર્ષ 2006માં દિલ્હીમાં તાપમાનનો પારો ગગડીને 7.3 ડિગ્રીએ પહોંચ્યો હતો. ત્યારબાદ નવેમ્બર મહિનામાં દિલ્હીમાં આટલી ઠંડી ક્યારેય નથી પડી. ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્લીમાં તાપમાં 11.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. દિલ્હીમાં નવેમ્બર મહિનામાં હાડ થિજાવતી ઠંડી 28 નવેમ્બર 1938માં પડી હતી. આ સમયે તાપમાનનો પારો ગગડીને 3.9 ડિગ્રીએ પહોંચી ગયો હતો.

શિયાળો આવતા જ લોકો કસરત તરફ વળે છે. કહેવાય છે કે ને જેનું મન તંદુરસ્ત એનું તન પણ તંદુરસ્ત. ફીટ રહેવા માટે કસરત, યોગા, પ્રાણાયમની સાથે સાથે કેટલાક ઘરેલુ ઉપચાર પણ જરૂરી છે. જે તમારી તકલીફો દૂર કરી શકે છે. જે લોકો 50 વટાવી ગયા છે તેમના માટે આ નુસ્ખાઓ અપનાવવા જેવા છે. બાકી શિયાળામાં લીલા શાકભાજી ખાઈને તો તંદુરસ્ત રહી જ શકાય છે.

મેથીના લાડવા, કાળા તલનું કચરિયું

મિત્રો શિયાળામાં આ બે વસ્તુ ખાવાથી ખુબ ફાયદો થાય છે. મેથીના લાડવા તમને કડવા લાગી શકે છે, પરંતુ તેના ફાયદા અનેક છે. શિયાળાના ચાર મહિના તમે આ લાડવા ખાશો તો બીમારી તમારાથી બે ગજની દૂરી જ રાખશે. આમેય દો ગજ કી દૂરી બહુત જરૂરી. કાળા તલનું કચરિયું પણ એટલું જ ફાયદાકારક છે. જે શિયાળામાં તમારી સ્ફૂર્તિ વધારશે. એમાંય કચરિયું જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરનું હોય તો વાત જ જવા દો. કોઈ ઓળખીતું હોય તો મંગાવી લેજો.

ગાજર

સ્ટીવ જોબ્સની વોલ્ટર આઈઝેક્શને લખેલી આત્મકથામાં લખેલું છે કે, એ ગાજર ખૂબ ખાતો હતો. મહિનાઓ સુધી ગાજર પર જ નભતો હતો. હવે જ્યારે તમે માર્કેટમાં જાઓ ત્યારે ગાજર જરૂર લેજો કેમ કે, ગઠિયાના દુ:ખાવામાં ગાજર ખૂબ ઉપયોગી છે. તેને ઉકાળીને પણ ખાઈ શકાય છે. પણ કાચા ગાજરનો રસ વધુ લાભદાયી છે. એટલે કે આંખની દૃષ્ટી વધારવાની સાથે ગાજર તમને ગઠિયા વાથી પણ દૂર રાખશે.

લસણ

મિત્રો લસણ પણ ઔષધિનું કામ કરે છે. લસણથી પેટનો દુઃખાવો ઓછો થઈ શકે છે. લસણ એન્ટીબાયોટિકનું કામ કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, લસણ ખાવાથી હાઈપરટેન્શનના લક્ષણોથી રાહત મળે છે. લસણ લોહીના પ્રવાહને નિયમિત કરે છે સાથે સાથે હ્રદય સંબંધિત બીમારીને પણ દૂર રાખે છે. તો લસણથી સ્નાયુઓ પણ મજબૂત થાય છે.

હળદર

કોઈ બાળક રમતા રમતાં પડી ગયો અને માથુ ફૂટ્યું તો તેને ઘણા લોકો હળદર લગાવી દે છે, જો બહું ઉંડો ઘા ન હોય તો થોડી વારે લોહી બંધ પણ થઈ જાય છે. સાથે જ દુઃખાવામાંથી રાહત થાય છે. હળદરમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે જેના કારણે આવું શક્ય બને છે. આ ઉપરાંત કોવિડથી બચવા માટે પણ હળદરવાળું
દૂધ પિવાનું નિષ્ણાતો કહી ચુક્યા છે. હળદરવાળા દૂધથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. હળદરવાળુ દૂધ કફ મટાડી દે છે.

મેથી

મેથીએ ગેસ અને કફ બંન્નેમાંથી આરામ આપે છે. સાથે જ જો મેથી અને સૂંઠ મિક્સ કરી તેનું ચૂરણ બનાવી ગોળ સાથે ખાવ તો સાંધાના દુઃખાવાથી રાહત મળે છે.

મીઠું

મિત્રો જ્યારે તાવ આવે ત્યારે સામાન્ય રીતે મીઠાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ તમને ખબર છે મીઠાનું પાણી સોજામાં પણ રાહત આપે છે ? વડીલો આવું કરે છે. હમણાં જ અમારા પાડોશીનો છોકરાએ પગમાં બેટ લગાડી દીધુ. ઘરે ગામડેથી દાદા આવ્યા હતા. પાડોશીના છોકરાને પગમાં થોડો સોજો આવી ગયો હતો. એકનો એક છે એટલે માતા-પિતા દવા લેવા જતા હતા. ત્યા દાદા મળી ગયા. દાદાએ બાળકનો પગ જોયો અને કહ્યું કઈ ભાંગતૂટ નથી થઈ ખાલી સોજો છે. આ કોરોનામાં બાળકને લઈને ક્યાં બહાર જાય છે. મીઠાના પાણીના પોતા મૂકો રાહત થશે. પાડોશીએ આવું કર્યું. થોડા સમય પછી દાદા પાસે આવ્યા અને દાદાનો આભાર માન્યો. મીઠામાં મેગ્નેશિયમ સલ્ફેટના તત્વો હોય છે. જે સોજો અને દુઃખાવો મટાડવામાં મદદ કરે છે. અમથા કહેવાય છે વડીલો ભણ્યા નથી પણ ગણ્યા છે !

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments