Team Chabuk-Special Desk: એક મહારાણી હતી. જેને ખૌફ એવો હતો કે દિવસ હોય કે રાત લોકો થરથર કાંપતા હતા. મહારાણી એ સમયે સિરીયલ કિલર તરીકે ઓળખાતી હતી. સિરીયલ કિલર એટલે એક જ પેટર્નથી ધડાધડ હત્યા કરનારો હત્યારો. જોકે મહારાણી તો આ બધાથી અલગ તરી આવતી હતી. તેનો એક શોખ હતો અને આ શોખની પૂર્તિ કરવા માટે જ તે હત્યા કરતી હતી. જો તેના કોઈએ આ શોખ માટે કાન ન ભર્યાં હોત, તો ઈતિહાસમાં જેમ રાણી બને છે અને મરે છે તે બે બિંદુઓને પૂર્ણ કરી દુનિયા છોડી ચાલી જાત.
મહારણીનું નામ છે એલિઝાબેથ બાથરી. હંગેરીની મહારાણી. એલિઝાબેથ બાથરીને ઈતિહાસની સૌથી કુખ્યાત મહિલા સિરીયલ કિલર તરીકે ઓળખવામાં આવે છે. 1585થી 1610ની વચ્ચે બાથરીએ ધડાધડ 600 છોકરીઓની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ તે લોહીથી સ્નાન કરતી હતી. કોઈએ એલિઝાબેથને તેની સુંદરતા અણનમ રાખવી હોય તો કુંવારી યુવતીઓના રક્તથી સ્નાન કરો આવી સલાહ આપી હતી. ચિરાયુ બનવાની એષણામાં એલિઝાબેથ તેની વાતોમાં પરોવાઈ ગઈ અને એક બાદ એક હત્યાઓનો સિલસિલો શરૂ થઈ ગયો.
સિરીયલ કિલર એલિઝાબેથ યુવતીઓની હત્યા કર્યા બાદ તેની સાથે જધન્ય કૃત્ય આચરતી હતી. પ્રચલિત માન્યતાઓના આધારે તે મરેલી છોકરીઓનાં શરીરનું માંસ પોતાના બે દાંત વડે કાપી નાખતી હતી. મહારાણી વારદાતને એકલી તો અંજામ ન જ આપતી હોય. કહેવામાં આવે છે કે મહારાણીની સાથે આ ક્ત્લેઆમ ચલાવવામાં તેના ત્રણ નોકરનો પણ બરાબરનો હાથ હતો.
હંગેરીના રાજઘરાના સાથે સંબંધ ધરાવતી એલિઝાબેથના વિવાહ ફેરેક નેડેસ્ડી નામના વ્યક્તિની સાથે થયા હતા. જે તુર્કોની સામેના યુદ્ધમાં હંગેરીનો રાષ્ટ્રીય હીરો હતો. મહારાણી આ પ્રકારનું કુકર્મ આચરી રહી છે તેની બિચારા મહારાજાને ખબર જ નહોતી. છોકરીઓને પોતાની જાળમાં ફસાવાવ માટે મહારાણીનો પેતરો પણ મળાગાંઠ જેવો હતો. ખૂદ ઊંચી પોઝિશન પર હતી એટલે કોઈ પણ તેને ત્યાં કામ કરવા માટે તૈયાર થઈ જતું હતું. એલિઝાબેથ આસપાસના ગામની કુંવારી કન્યાઓને પોતાને ત્યાં નોકરી પર રાખતી હતી. છોકરીઓ મહારાણીના નેજા હેઠળ કામ કરવા મળશે આમ વિચારી પ્રવેશતી હતી અને મહારાણી તેને મારી રક્તસ્નાન કરી લેતી હતી.
મારાકાટથી સંખ્યામાં ઘટાડો તો આવવાનો જ! છોકરીઓની હત્યા થતી રહી અને સંખ્યા ક્રમશ: ઘટતી રહી. હવે તેની પાસે કોઈ છોકરીઓ નહોતી જેને તે કામના નામ પર જાળમાં ફસાવી તેનું રક્તસ્નાન કરી શકે. તેણે બીજી યુક્તિ અજમાવી. મહેલમાં ઉંચા ઘરાનાની છોકરીઓ ઉપર તેની નજર બગડી. તેના શિકારની પ્રક્રિયા પણ શરૂ થઈ. હંગેરીના મહારાજાને હત્યાઓ વિશે ખબર પડી તો તેમણે તપાસનો આદેશ આપ્યો.
તપાસકર્તાઓ એલિઝાબેથના મહેલમાં પહોંચ્યા તો ત્યાંની સ્થિતિ જોઈ આભા થઈ ગયા. એલિઝાબેથના મહેલમાં કેટલીય છોકરીઓના હાડપિંજર હતા. હાડપિંજરની છાતીમાં સોના-ચાંદીના આભૂષણ ચોંટેલા હતા. અંદરના ભાગમાં માસની વાસ આવતી હતી. વર્ષ 1610માં એલિઝાબેથની તેણે આચરેલા જધન્ય કૃત્ય બદલ ધરપકડ કરી લેવામાં આવી. તેને તેના જ એક મહેલમાં કેદ કરી દેવામાં આવી. જ્યાં 21 ઓગસ્ટ 1614માં તેની મોત થઈ ગઈ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત