Homeગામનાં ચોરેજેણે વાંદરાને વન વિભાગના હાથે પકડાવ્યો તેને મારવા વાંદરો 22 કિલોમીટરથી પાછો...

જેણે વાંદરાને વન વિભાગના હાથે પકડાવ્યો તેને મારવા વાંદરો 22 કિલોમીટરથી પાછો આવ્યો

Team Chabuk-National Desk: અત્યાર સુધી માણસ પોતાની સાથે થયેલા દુરવ્યવહારનો બદલો લેતો હોય તેવું સામે આવ્યું છે. પોલીસ ચોપડે નોંધાયું છે. ન્યાયલયમાં કેસ ચાલ્યા છે. જોકે અત્યાર સુધી જાનવરોમાં પણ આવો ભાવ જાગૃત થાય છે તેવું કોઈએ નથી જોયું કે સાંભળ્યું. હવે કર્ણાટકમાં બદલો લેનારા વાંદરાની વાતોએ સમગ્ર ભારતને કૌતુકમાં નાખી દીધું છે. સોશિયલ મીડિયા પર આ મર્કટની ચર્ચાઓનો મહેરામણ ઉમટ્યો છે.

rps baby world

આ ઘટના કર્ણાટકના ચિકમગલૂર જિલ્લાના કોટ્ટિઘેરા ગામની છે. આ ગામમાં કેટલાક દિવસથી પાંચ વર્ષીય વાંદરાએ આતંક ફેલાવીને રાખ્યો હતો. જેનાથી લોકો ભયભીત થઈ ગયા હતા. વાંદરાને પકડાવા માટે ગામમાં રહેતા એક જગદીશ નામેરી વ્યક્તિએ વનવિભાગને આ અંગે સૂચિત કર્યા. વાંદરાને પકડાવામાં પણ જગદીશે મદદ કરી. વાંદરાને પકડી લેવામાં તો આવ્યો પણ વાંદરો જગદીશને બરાબર ઓળખી ગયો. જંગલમાં છોડ્યા પછી તે એક જ અઠવાડિયામાં પાછો ગામમાં આવ્યો. પણ લોકોને તંગ કરવા માટે નહીં દુશ્મન જગદીશ, જેણે તેને વનવિભાગના હાથમાં સોંપી દેવામાં સહાયતા કરી હતી તેની સામે બદલો લેવા માટે.

rps baby world

જાણકારી પ્રમાણે, 5 વર્ષીય આ વાંદરો બોનેટ મેકક્વે પ્રજાતિનો છે. એ ગામમાં આવતા જતાં લોકો પર હુમલો કરતો હતો. કોઈ ખાતું દેખાય તો ખાવાનું આચકી લેતો હતો. શાકભાજી અને ફળ વેચનારી રેકડીઓ તેના નિશાને રહેતી હતી. ગામના બાળકોને પરેશાન કરતો હતો. ગામમાં વાંદરાનો આતંક ફેલાયેલો હોવાથી ગામમાં જ રહેતા એક ઓટો ડ્રાઈવરે વન વિભાગને સૂચિત કરી દીધા. ટીમ વાંદરાને પકડીને લઈ ગઈ.

rps baby world

એક અઠવાડિયું તો ગામમાં નિરવ શાંતિ રહી, કોઈના જાનમાલને નુકસાન ન પહોંચ્યું. ત્યાં વાંદરો પ્રતિશોધ લેવા પરત આવ્યો. તેનો ટાર્ગેટ માત્ર અને માત્ર ઓટો ચાલક હતો. જગદીશ જ્યાં જ્યાં જતો વાંદરો તેની પાછળ પાછળ આવી જતો. વાંદરાએ તેના પર હુમલો પણ કર્યો છે. તેના ઓટોની સીટ ફાડી નાખી છે. વાંદરાના ભયથી ત્રસ્ત આ વ્યક્તિ ઘરમાં જ ક્વોરન્ટાઈન થઈ ગયો હતો. આખરે ફરી વન વિભાગને જાણકારી આપતા 22 સપ્ટેમ્બરના રોજ તેને પકડવામાં આવ્યો અને જંગલમાં છોડી દેવામાં આવ્યો.

rps baby world

આ ઘટના સામે આવ્યા બાદ પ્રાણીઓના નિષ્ણાતો પણ હેરાન રહી ગયા છે. આજ પહેલા આ પ્રકારની ઘટના સામે નથી આવી. વાંદરો કે કોઈ પણ જાનવર બદલો લેવા માટે 22 કિલોમીટર દૂરથી પરત નથી આવતું. ઉપરથી માણસની જિંદગી દુષ્કર કરી નાખે. હાલ નિષ્ણાતો વાનરની આ હરકત પર અભ્યાસ કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments