લેખક બનનારાઓને ખ્યાલ નથી રહેતો કે પૈસા પણ કમાવવાના છે. ઘર ચલાવવાનું છે. એ લખે છે. લોકો વખાણ કરે છે. મજા આવે છે. પ્રસિદ્ધીથી પેટ નથી ભરાતું એ વાક્ય અહીં સાર્થક થતું નજરે ચડે છે.
આર્ટિકલ 15 ફિલ્મથી ગૌરવ સોલંકી ખૂબ ચર્ચામાં રહ્યા. આઈઆઈટીમાં એન્જીનિયરીંગ ચાલુ હતું. લખવાનું શરૂ કરી દીધેલું. કલાની દુનિયામાં રહેવું હતું. જીવવું હતું અને ભૂખ્યું રહેવું હતું ! ઘણા લોકોએ સલાહ સૂચનોનો થોકબંધ મારો ચલાવ્યો કે આઈઆઈટીમાં એડમિશન મળી ગયું છે તો કરી લેવું જોઈએ. એ વખતે વાર્તાઓ લખાતી હતી. જીવાઈ ગયેલી વાર્તાઓ મગજમાંથી નીકળી કાગળના પાના પર સ્વરૂપ ધારણ કરતી હતી. આકાર લેતી હતી.
એન્જીનિયરીંગની નોકરી થોડો સમય કર્યા પછી ગૌરવે એ અદભુત નોકરી છોડી દીધી જેમાંથી મોટા મોટા બંગલાઓ ખરીદી શકાય. બે લોકો હોઠને નીચે કરી ‘વાહ જલવે હૈ તેરે’ જેવી વાતો કરે.
પોતાના મનની કરવા માટે એ લખવા માંડ્યો. એ સમયે તહલકામાં લખાતું હતું. લખવામાં બધી તાકાત હોય છે. પૈસા પણ કમાવવા જોઈએ એવી તાકાત નથી હોતી. કદાચ આ તાકાત કેટલાક સામાયિકો અને મેગેઝિનના માલિકોએ ચોરી લીધી છે. નવા છો. લખવું છે. તો સાફ છે મફતમાં લખો. એ રૂઢી થઈ ગઈ. આદત બની ગઈ. અંગ્રેજીમાં એ નથી. હિન્દી અને બીજી પ્રાદેશિક ભાષાઓમાં એ સડેલા ઉકરડાની વાસ હજુ આવ્યા કરે છે.
ગૌરવ એક છોકરીને પ્રેમ કરતો હતો. આ કપરા સમયમાં તેણે તેને બચાવીને રાખ્યો. ગ્યારવી A કે લડકે ફટાફટ નહોતી લખાણી. કોલેજના સમયથી ધીમે ધીમે લખાતી ગઈ. થોડા મહિનાનો સમય વિત્યો કે તુમ્હારી બાહો મેં મછલીયા ક્યોં નહીં હૈ અને સુધા કહાં હૈ જેવી વર્તાઓ લખાઈ. વાર્તાઓ લખાતી જતી હતી અને એક સોનેરી સલાહ મળતી હતી, ‘સરકારી એન્જીનિયર જ કેમ નથી બની જતો.’
આ ખરાબ સમય હતો. એક અંધારા કૂવામાં ગૌરવ હતો. એ સમયે આ વાર્તાઓએ જ તેને બચાવીને રાખ્યો. વાર્તા અને પેલી છોકરીએ તેને બચાવીને રાખ્યો. ગ્યારવી A કે લડકે એ ચાર દિવસમાં લખાઈ ગઈ હતી.
આ તમામ વાર્તાઓ લખાતી ગઈ. ગૌરવની ઉંમર 22થી 24ની વચ્ચે રહી અને સમગ્ર સંગ્રહ લખાઈ ગયો. વાર્તાઓ છપાતી હતી. એ વચ્ચે ગૌરવને એક ત્રીજો ખૂણો દેખાયો.
વાર્તાઓ, બીજો એન્જીનિયરીંગનો અને ત્રીજો ખૂણો છે ફિલ્મોનો. એને પોતાની ફિલ્મો બનાવવી હતી. એ મુંબઈ નહોતો આવ્યો. મુંબઈ આવતા પહેલા એક હલકી એવી ખુશી તેને મળી ગઈ. તેનું પ્રથમ પુસ્તક જે કવિતા પર હતું તે છપાયું અને તેને જ્ઞાનપીઠના નવલેખન પુરસ્કાર માટે નામાંકન મળ્યું હોવાની ખબર મળી. હવે લેખક બનવામાં તો તે સિંકંદર હતો. તેને કોઈ ન રોકી શકે. કોઈ પણ પ્રકાશક તેની કૃતિને છાપી નાખે. એક લેખકને એવોર્ડ મળે પછી તેની ચોપડીઓ ધડાધડ છપાવવાની શરૂઆત થઈ જાય છે.
2012ના એપ્રિલનો મહિનો હતો. વાર્તાસંગ્રહ છપાવાનો હતો. એ વખતે વાર્તાસંગ્રહનું નામ હતું સૂરજ કિતના કમ હોના થા. ગ્યારવી-A-કે લડકે અશ્લીલ હતી. હિન્દીના વાંચકો આ માટે તૈયાર ન હતા તેવું ગૌરવનું માનવું હતું. બે વર્ષથી ગૌરવની વાર્તાઓ પ્રકાશકની પાસે હતી. અસંખ્ય પ્રકાશકોને એ મનાવી ચૂક્યો હતો.
ગૌરવ કહે છે, ‘અશ્લીલતા એક રસપ્રદ શબ્દ છે. હવાની જેમ છે. તેનો પોતાનો કોઈ આકાર નથી. તમે તેને કોઈ પણ ખાલી જગ્યામાં ભરી શકો છો.’
ગૌરવ અહીં માત્ર ક્વોટેશન આપી નથી રોકાતો. તે અશ્લીલતા અને પોલિટિક્સ વિશે કહે છે, ‘માત્ર અશ્લીલતા કે શુદ્ધીકરણના ફતવાઓ નહોતા. સાહિત્યનું એક અજીબ પ્રકારનું પોલિટિક્સ હતું. ગલીઓમાં હસતાં કેટલાક લોકો હતા. ઉપલબ્ધીઓ માટે સામાન્ય એવા ષડયંત્રો હતા.’
જ્ઞાનીપીઠ માટે ગૌરવની પસંદગી થઈ હતી. તેના મનમાં પણ જ્ઞાનપીઠના સન્માનને લઈ વાતો ભરાયેલી હતી. એક દિવસ જ્ઞાનપીઠના એક ટ્રસ્ટીનો ફોન આવ્યો. એ રાડો પાડતો હતો, ‘તુ ગંદકી લખે છો. અમને અફસોસ છે કે અમે ઈનામ માટે તારી પસંદગી કરી.’
એ દિવસે સહાદત હસન મન્ટોનો જન્મદિવસ હતો. એક લાંબો લેખ તૈયાર કરીને જ્ઞાનપીઠને મોકલવાનો ગૌરવે નિર્ણય લીધો. ઓપન લેટર લખીને જ્ઞાનપીઠનો પુરસ્કાર, તેના પૈસા લેવાની ના પાડી દીધી અને પોતાની બે પુસ્તકોની નકલ પણ પાછી લઈ લીધી. ગૌરવ આજે પણ વિચારે છે કે, કવિતાનું એ પુસ્તક એ લોકો આજે પણ વેચી રહ્યા છે.
ગૌરવના સમર્થનમાં પોસ્ટ થઈ. તેના વિરોધમાં પણ પોસ્ટ થઈ. કેટલાક પ્રકાશકોનો તેના પર ફોન આવ્યો અને તેમણે પુસ્તક પ્રગટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ગૌરવે તેમને કોઈ પ્રકારનો જવાબ ન આપ્યો.
આ ગૌરવ સોલંકીનું પુસ્તક છે. એમ કહી તેણે પ્રકાશકોની દુનિયાને અલવિદા કહી દીધું અને પુસ્તકને બ્લોગ પર મુકી દીધું. ગૌરવ પુસ્તકમાં લખે છે, ‘આમાં કોઈ સમજદારી હતી જ નહીં. પણ સમજદારી જરૂરી પણ ન હતી. મને નહોતું જોઈતું પુસ્તક. કંઈક હતું જે તૂટી ગયું હતું. આને અત્યારે જોઉં તો એવું લાગે છે કે, મારા પાત્રો અને મારી વાર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. એક તમાશો બની ગયો. તેને મારા ગળે લગાવીને ભાગી ગયો. એક બીજા શહેરમાં. મારે ફિલ્મો બનાવવી હતી અને લખવી હતી.’
એક નાનો એવો વિરામ લે છે. પહેલા લાગે છે કે મહિનાઓનો હશે. એ વિરામ એક વર્ષમાં તબ્દિલ થઈ જાય છે. એક સંબંધ તૂટવા લાગે છે. જેનું નામ ઘર છે. આટલામાં એક તક મળી. 2014માં અગ્લી ફિલ્મના ગીતો લખ્યા. એક ફિલ્મની પટકથા લખી અને પછી ઘણો સમય થઈ ગયો તેનાથી એક પણ વાર્તા ન લખાય.
શ્રેષ્ઠ બનવા ગૌરવે પૂરતો સમય લીધો. આ વખતે નવી વાર્તાઓ લખાતી નહોતી. કવિતાઓ લખાતી હતી. લખવાની નવી તૈયારી કરતો પણ લખી નહોતું શકાતું. ગૌરવ કહે છે, ‘કદાચ આને જ રાઈટર્સ બ્લોગ કહેવાય. જે સમયમાં કોઈન બ્રધર્સે બાર્ટન ફિંક લખી હતી. થતું કે રાઈટર્સ બ્લોગ પર જ લખી નાખું, પણ એય ન થતું.’
ગૌરવની વાર્તા બાદમાં છપાઈ ગઈ. એ વાર્તાનો એક ફકરો ચાબુક તમારી સામે રાખે છે. ચાબુકને પોતાનામાં ક્યાંક તો ગૌરવ દેખાય જ છે.
‘‘જો ચંદ્ર પર બપોર થતી હોત તો શિયાળામાં પણ બપોર થતી જ હોત. રાનીને જોઈ લાગતું કે એ એ જ બપોરમાંથી આવી છે. અમારા સૌ મિત્રો માટે રાની ભાભી એવો ફટાકડો હતો જેને અમે છાતીમાં અને બાકીની જગ્યાએ ફોડવા ઈચ્છતા હતા. અમરજીતની સામે જ અમે તેના સ્તનને વાંચતા અને મદહોશ થઈ જતા અને પોતાની કલ્પનાઓ સંભળાવતા. અમરજીત ભણેશ્વરી છોકરો હતો અને આઈએસ બનવા ઈચ્છતો હતો. એ કામુક ગાળો ન આપી શકતો. છેલ્લે પોતાની ચોપડી ઉઠાવી ભાગી જતો હતો. એવું પણ નહોતું કે બાકીના છોકરા અને પોતાની જ ભાભીઓ માટે અમારો નિશ્ચય પવિત્ર હોય. પણ રાનીની વાત જ અલગ હતી. મસ્તરામની વાર્તાઓમાં પચ્ચીસ વર્ષની પરણિત છોકરીનું કોઈ પણ નામ હોય. તેને વાંચતી વખતે અમારી કલ્પનામાં રાનીની કલર તસવીર છપાઈ જતી હતી. અમે અગિયાર એમાં ભણતા હતા….’’