Homeગામનાં ચોરે‘એ યુવતી લક્ષ્મી પોલીસની મુખબીર છે.’ કેબ ડ્રાઈવરની સનસનાટી મચાવતી FIR

‘એ યુવતી લક્ષ્મી પોલીસની મુખબીર છે.’ કેબ ડ્રાઈવરની સનસનાટી મચાવતી FIR

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના લખનઉમાં યુવતીએ કેબ ડ્રાઈવરને મારેલી થપ્પડમાં દિવસે ને દિવસે નવા નવા રહસ્યો ખૂલતા જાય છે. સોશિયલ મીડિયાનો પૂરતો ટેકો કેબ ડ્રાઈવરને છે, બીજું કે છોકરી તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પણ કેબ ડ્રાઈવરે પોલીસ અને છોકરી બંને પર સનસનાટી મચાવતા આરોપ લગાવ્યા છે. કેબ ડ્રાઈવર કહે છે કે યુવતી પોલીસની મુખબીર છે. યુવક દ્વારા કરવામાં આવેલી એફઆઈઆરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે યુવતી મુખબીર હોવાની વાત કૃષ્ણા નગર પોલીસ સ્ટેશનની પોલીસે જ જણાવી હતી.

કેબ ડ્રાઈવર જેનું નામ છે સઆદત અલી સિદ્દીકી, તેના તરફથી લખાવવામાં આવેલી એફઆઈઆર પ્રમાણે, 30 જુલાઈની રાતે તે છેલ્લી ટ્રીપ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યો હતો. જ્યારે તે નહરિયા અવધ ચોક પાસે પહોંચ્યો ત્યારે ટ્રાફિકની લાલબત્તી થઈ ગઈ. તેણે ચાર રસ્તા પાસે કાર ઊભી રાખી દીધી. એ સમયે એક યુવતી આવી અને કાચની બારીમાંથી હાથ નાખી મારું ગળું પકડી લીધું.

કેબ ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, ‘મને ખેંચીને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો. ગાડીની અંદર રાખેલો મારો મોબાઈલ ફોન લીધો અને ડેશબોર્ડમાં રાખેલા મારા 600 રૂપિયા પણ લૂંટી લીધા. મારો મોબાઈલ ફોન તેણે રસ્તા વચ્ચે ઘા કરી તોડી નાખ્યો. એ મહિલાને હું પૂછતો રહ્યો કે મારો ગુનો શું છે? પણ એ મહિલા દસ મિનિટ સુધી મને ફટકારતી રહી.’

સઆદત અલી સિદ્દીકીએ કહ્યું કે, ‘પોલીસે પણ પીટાઈ કરનારી મહિલાનો જ પક્ષ લીધો અને મને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ.’ અહીં યુવકને લોકઅપમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. આખી રાત તે લોકઅપમાં બંધ રહ્યો. ભોજન પણ ન આપવામાં આવ્યું. કેબ ડ્રાઈવરે એફઆઈઆરમાં કહ્યું છે તે મુજબ, ‘30 જુલાઈની મોડી રાતે એક વાગ્યે મારા કેબ ડ્રાઈવર ભાઈ ઈનાયત અલી અને દાઉદ અલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.’

આગળ કેબ ડ્રાઈવર સઆદતે લખાવ્યું છે કે, ‘મારા ભાઈઓએ મને પકડવા પાછળનું કારણ પૂછ્યું, તો પોલીસે એ બંનેને લોકઅપમાં બંધ કરી દીધા. જ્યારે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ બંને ત્યાં હાજર જ નથી. પોલીસે આ બંનેની સાથે જબરદસ્તી કરી હતી. ત્રણેની વિરૂદ્ધ પોલીસે શાંતિભંગનો કેસ દાખલ કર્યો અને કાર્યવાહી કરી.’

એફઆઈઆરમાં કેબ ડ્રાઈવર સઆદત અલી સિદ્દીકી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેની પિટાઈ કરનારી મહિલા પ્રિયદર્શિની નારાયણ ઉર્ફ લક્ષ્મી પોલીસની મુખબીર છે. કૃષ્ણા નગર પોલીસ સ્ટેશનની પોલીસે આ વાત ખૂદ કહી હતી. પોલીસ મુખબીર હોવાના કારણે જ તેની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી રહી.

કેબ ડ્રાઈવર સઆદત અલી સિદ્દીકીનો આરોપ છે કે, પોલીસે ધરપકડ કર્યાના બીજા દિવસે મારી પાસેથી દસ હજાર રૂપિયા માગ્યા અને બાદમાં મને અને મારી ગાડીને છોડી દીધી. જેથી કૃષ્ણાનગર પોલીસ સ્ટેશન અને તે યુવતીની તપાસ કોઈ અન્ય પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ દ્વારા કરાવવામાં આવવી જોઈએ. એમ કરવા પર જ મને ન્યાય મળશે.

તાજેતાજો  ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments