HomeતાપણુંGujarat Elections 2022: સૌથી મોટા સમાચાર, ગોપાલ ઈટાલિયા સુરતની આ બેઠક પરથી...

Gujarat Elections 2022: સૌથી મોટા સમાચાર, ગોપાલ ઈટાલિયા સુરતની આ બેઠક પરથી ચૂંટણી લડશે

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના 12 લિસ્ટ જાહેર કરી દીધા છે. જેમાં 151થી વધારે ઉમેદવારો જાહેર કરાયા છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠીયા કંઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી છે.

કેજરીવાલે કર્યુ ટ્વિટ

કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું, રાજકારણમાં યુવાનોની ભાગીદારી જરૂરી છે. ગુજરાતમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને લોકપ્રિય યુવા ગોપાલ ઈટાલિયા સુરતની કતારગામ વિધાનસભા અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા કરંજ વિધાનસભાથી ગુજરાતની જનતા ચૂંટણી લડાવશે. બન્ને યુવાનોને શુભકામના.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂનાગઢમાં ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય રોડ શો કર્યો હતો, જેમાં તેમણે ગુજરાતમાં મફતમાં વીજળી આપવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે માર્ચ પછી તમારા ઘરનું વીજબિલ તમારે ભરવાની જરૂર નથી, જે હું ભરીશ. જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્યના ઉમેદવાર તરીકે યુવા નેતા ચેતન ગજેરાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. જૂનાગઢ જિલ્લાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનાં નામની પણ જાહેરાતો કરી દેવામાં આવી છે.

જૂનાગઢમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત આવી રહ્યો છું અને મને બહુ જ પ્રેમ મળી રહ્યો છે. હું હવે ગુજરાતનો ભાઈ અને ગુજરાતનો દિકરો બની ચૂક્યો છું. દિલ્હીમાં 24 કલાક વીજળી આવે છે, પણ વીજળીનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ માર્ચ પછી ઘરનું વીજળીનું બિલ તમારે ભરવાની જરૂર નથી, જે હું ભરીશ. હું તમને વચન આપું છું કે ગુજરાતની ચૂંટણી પછી હું તમારો ભાઈ બનીને, તમારો દિકરો બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળીશ.

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે 24 કલાક વીજળી અને વીજળીનું બિલ ઝીરો આખી દુનિયામાં ક્યાંય નથી, ફક્ત દિલ્હી અને પંજાબમાં જ છે. હવે ગુજરાતમાં પણ થશે. આ જાદુ માત્ર કેજરીવાલને જ કરતા આવડે છે, બીજા કોઇને નથી આવડતું. મને ઉપરવાળા પાસેથી વરદાન મળ્યું છે. દિલ્હીની શાળાઓ વિશે જણાવતાં કેજરીવાલે કહ્યું હતું કે તમે સોશિયલ મીડિયામાં જોયું હશે, અમે દિલ્હીમાં ખૂબ જ સરસ શાળાઓ બનાવી છે, જેમાં ગરીબો અને અમીરોનાં બાળકો એકસાથે બેસીને ભણે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments