Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની તાલાળા બેઠકના ચાલુ ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસનો હાથ છોડ્યો છે અને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. છેલ્લા કેટલાય સમયથી ભગા બારડ કોંગ્રસથી નારાજ હતા અને હવે તેમણે તેમની નારાજગી ખુલ્લીને વ્યક્ત કરી દીધી છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાય ગયા છે.
સૌરાષ્ટ્રની તાલાળા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 1998, 2007, 2012 અને 2017માં કોંગ્રેસે આ સીટ પર અડ્ડો જમાવી રાખ્યો છે. માત્ર 2002માં ભાજપના ઉમેદવાર ગોવિંદ પરમારે કોંગ્રેસના ઉમેદવાર જશુ બારડને પાતળી સરસાઈથી હરાવ્યા હતા.
2017માં ભાજપને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન થયું હતું. સૌરાષ્ટ્રની બેઠકો અંકે કરવામાં ભાજપ નિષ્ફળ ગઈ હતી. જો કે, આ વખતે ભાજપે અગાઉથી જીતનો તખ્તો તૈયાર કરી લીધો છે અને સૌરાષ્ટ્રની વધુમાં વધુ બેઠકો પર કમળનું નિશાન ચૂંટાઈ આવે તેવા સોગઠા ગોઠવ્યા છે. હવે ભાજપ ભગા બારડને ટિકિટ આપી એ જ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. જો કે, આયાતી ઉમેદવારને ટિકિટ આપવાથી તાલાળાના ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગીના અંકૂર ફૂટે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
કોણ છે ભગા બારડ ?
* ભગા બારડ મૂળ કોંગ્રેસી નેતા છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે.
* ગીર સોમનાથ જિલ્લાની તાલાળા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય
* સૌરાષ્ટ્ર આહિર સમાજના અગ્રણી, પૂર્વ સાંસદ સ્વ. જશા બારડના ભાઈ છે ભગા બારડ
* તેમના પિતા ધાના માંડા બારડ કોંગ્રેસી આગેવાન હતા.
* 2017માં તેઓએ ભાજપના ઉમેદવાર ગોવિંદ પરમારને 31,730 મતોથી હરાવી જીત મેળવી હતી અને કોંગ્રેસના નિશાન પર વિધાનસભામાં ગયા હતા.
* 2017માં ભગા બારડને કુલ 85,897 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ગોવિંદ પરમારને 54,167 મત મળ્યા હતા.
* તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે ભગા બારડ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત