ગોવાબાપા : ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બનાવેલા નિયમો હવે તેમના જ માથે પડી રહ્યા છે ચાબુક. ગઈકાલે ભાજપે મહાનગર પાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારો જાહેર કર્યા તરત જ ઠેર ઠેર નેતાઓની નારાજગી સપાટી પર આવવા લાગી. આ સિલસિલો આજે પણ ચાલુ રહ્યો. કાર્યકરોએ પક્ષ સામે ઉમેદવારોની પસંદગીને લઈને નારાજગી વર્તાવી છે. અને ચાબુક વડોદરામાં તો એક મહિલા દાવેદાર ટિકિટ ન મળતાં ચોધાર આંસુએ રડી પડ્યા.
વડોદરા ભાજપના વોર્ડ નંબર-5ના કાર્યકર મીનાબહેન રાણાએ ટિકિટ ન મળતાં ભાજપ કાર્યાલયે પક્ષના આગેવાનો સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો. મીનાબહેન એટલા ભાવુક બની ગયા કે તેમનું દર્દ આંખમાંથી આંસુ સ્વરૂપે નીકળવા લાગ્યું.
મીનાબહેન રાણાએ કહ્યું કે, ‘હું પક્ષથી નારાજ છું, અમે પાર્ટી માટે ઘસાઈ ગયા છીએ. હું 35 વર્ષથી ભાજપમાં છું, મને પાર્ટીએ કશું જ આપ્યું નથી. પાર્ટીમાં માત્ર રાજેન્દ્રભાઈ ત્રિવેદીનું જ ચાલે છે. છેલ્લી 4 ચૂંટણીથી મને ટિકિટ માટે ધક્કા ખવડાવે છે. પણ ટિકિટ મળી નથી. પાર્ટીએ મારી કિંમત કરી નથી. આ પહેલાં પણ મારી સાથે અન્યાય થયો છે.’
ચાબુક કોઈ 35 વર્ષથી પક્ષમાં હોય એને કોર્પોરેશનની ટિકિટની આશા તો હોય જ હો. અને આટલા વર્ષો બાદ પણ ટિકિટ ન મળે તો સ્વાભાવિક છે ગુસ્સો બહાર નીકળે.
તો ચાબુક આ તરફ અમદાવાદમાં કાર્યકરોને મનાવવા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને દોડવું પડ્યું બોલ. અમદાવાદમાં પણ આજે સવારથી કાર્યકરો ઉમેદવારોની પસંદગીને લઈને ખાનપુર ખાતેના ભાજપના કાર્યલયે એકઠાં થયા હતા. અનેક કાર્યકરોએ રાજીનામું આપી દેવાની વાત કરતાં પ્રદીપસિંહ જાડેજાને નારાજ કાર્યકરોને મનાવવા દોડવું પડ્યું હતું.
સુરતમાં તો જોવા જેવી થઈ ચાબુક. સુરત ભાજપના કાર્યાલય બહાર તેમના જ કાર્યકરો રસ્તા પર બેસી ગયા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.
આ રંગીલા રાજકોટવાળાની તો મોજ અલગ જ હોય હો ચાબુક.
કેમ વળી શું થયું ગોવાબાપા ?
આજે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા. માહોલ જોતાં લાગ્યું કે, ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું હોય. ભાજપના સભા સ્થળે ઉમેદવારોની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠાં થયા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થયું. ઢોલના તાલે નાચ્યા, પૈસા ઉડાવ્યા. ખેસ બધાયે પહેર્યા પણ ઘણા નેતાઓ માસ્ક પહેરવાનું ભૂલી ગયા. આવું થયું ચાબુક આજે રાજકોટમાં.
પણ કહેવાય છે ને ચાબુક કે, સત્તા સામે શાણપણ નકામું, પોલીસે પણ કોઈ કાર્યવાહી ન કરી.
આવતીકાલે ચક્કાજામ
આવતીકાલે 6 ફેબ્રુઆરીએ કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ દેશભરમાં ચક્કાજામ કરવાનું એલાન કર્યું છે. રાકેશ ટિકેતે કહ્યું છે કે જે લોકો ધરણાં સ્થળે નથી આવી શકે તેમ તેઓ પોતપોતાની જગ્યાએ રહીને શાંતિપૂર્ણ રીતે ચક્કાજામ કરે. જો કે આ ચક્કાજામ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં નહીં હોય.
जो लोग यहां नहीं आ पाए वो अपने-अपने जगहों पर कल चक्का जाम शांतिपूर्ण तरीके से करेंगे। ये जाम दिल्ली में नहीं होगा: राकेश टिकैत, भारतीय किसान यूनियन के राष्ट्रीय प्रवक्ता pic.twitter.com/ENXDH0pWs4
— ANI_HindiNews (@AHindinews) February 5, 2021
કાંટે ઔર ફૂલ
ચાબુક ખેડૂત આંદોલનમાં દરરોજ નવા નવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા બોર્ડર પર તે સળિયા, અને કાંટા પાથરવામાં આવ્યા હતા ત્યાં હવે ફૂલ જોવા મળ્યા છે. બન્યું એવું કે બોર્ડર પર ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે તંત્રએ બેરિકેડની સાથે ખીલા, સળિયા અને કાંટાળા તાર પાથર્યા હતા. જો કે આ ખીલા હટાવી દેવામાં આવ્યા છે. હવે જ્યાં તંત્રએ ખીલા પાથર્યા હતા ત્યાં આજે રાકેશ ટિકેતે માટી પાથરી અને તેના પર ફૂલના છોડ વાવ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત