Homeતાપણુંલે ટિકિટ ન મળી તો પ્રફુલ ભાઈની પીટાઈ કરી નાખી

લે ટિકિટ ન મળી તો પ્રફુલ ભાઈની પીટાઈ કરી નાખી

ગોવાબાપાઃ ચાબુક આ ચૂંટણીઓમાં કેવા કેવા કામ કરવા પડે નઈ, આ જો ને હવે તો નિહાળુવાળાને છોકરાવના ભવિષ્યની ચિંતા કરવાને બદલે પાર્ટીઓના ઉમેદવારોના ભવિષ્યની ચિંતા કરીને મત માંગવા પડી રહ્યા છે. આ વાત હું એટલા માટે કરી રહ્યો છું ચાબુક કે એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. સુરતની પાયોનિયર શાળાના શિક્ષિકા અને વાલી વચ્ચેની આ ઓડિયો ક્લિપ છે. જેમાં શાળાના શિક્ષિકા વાલીને ભાજપના ઉમેદવારને મત આપવા માટે કહી રહ્યા છે. જોકે આ વાલી જાગૃત હોય છે તેથી શિક્ષિકાને ફોનમાં કહે છે કે તમે વાલીઓના ડેટાનો દૂરઉપયોગ કરો છો.

ચૂંટણીઓ જીતવા ઉમેદવારો કેવા કેવા પ્રચાર-પ્રસારના રસ્તાઓ શોધતા હોય છે નઈ ચાબુક. પહેલાં આ ખાનગી શાળાવાળાવે કોરોનાકાળમાં વાલીઓ પાસેથી ફોન કરીને કરીને ફી માંગી અને હવે ચૂંટણીકાળમાં મત માંગી રહ્યા છે.

આ ચૂંટણીમાં શું શું જોવું પડશે ?

રાજ્યમાં 6 નગરપાલિકાઓનો જંગ તો ચાલી જ રહ્યો છે. હવે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું પણ ચૂંટણી યુદ્ધ શરૂ થયું છે. પાર્ટીઓ ઉમેદવારો જાહેર કરી રહી છે. નારાજ ઉમેદવારો પક્ષ સામે બળાપો પણ ઠાલવી રહ્યા છે. વડોદરામાં ભાજપે જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરતાં જ કાર્યકરોમાં રોષ ભભૂક્યો હતો અને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલનો ઘેરાવ કર્યો હતો. તો આ તરફ અમદાવાદ કોંગ્રેસના નિરીક્ષક પ્રફુલ શાહને માર મારતા સીસીટીવી સામે આવ્યા હતા. ટિકિટ ન મળતાં કોંગ્રેસના જ કાર્યકરો અને આગેવાનોએ પ્રફુલ શાહ પર હુમલો કર્યો. જેમાં પ્રફુલ શાહને ટાંકા આવ્યા છે. ચાબુક આવી ઘટનાઓ જોઈને લાગે કે રાજકારણ કેટલું હલ્કી કક્ષાએ પહોંચી ગયું છે.

આમ જ જનતા જાગૃત થાય તો ?

ચાબુક સુરતના વોર્ડ નંબર 25માં પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારો પાસેથી જનતાએ વિકાસના કામો કરવા અંગે લેખિતમાં બાંહેધરી લીધી. પ્રચાર દરમિયાન એક મહિલાએ ઉભા થઈને તેમના વિસ્તારમાં વિકાસના કામો ન થયા હોવાની ફરિયાદ કરી હતી. જોકે પ્રચાર કરવા આવેલા ઉમેદવારે જીતીશું તો કામો પૂર્ણ કરીશુંની વાત તો કરી પરંતુ જનતાને આ નેતાઓના મૌખિક આશ્વાસન પર વિશ્વાસ ન આવતા લેખિતમાં આપવા કહ્યું અને ઉમેદવારને લખીને આપવું પડ્યું. હું તો કઉં છું કે આવી રીતે દરેક વિસ્તારમાં જનતાએ જાગૃત બનવું જોઈએ.

હવે પશ્ચિમ બંગાળની ચૂંટણીની વાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મોસમ ચાલી રહી છે તેમ પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ચાબુક. ત્યાં પણ ભાજપ અને ટીએમસી શબ્દોના બાણ એક બીજા સામે ફેંકી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં રામના નામ પર રાજનીતિ થઈ રહી છે. બંગાળમાં જયશ્રી રામ લખેલા માસ્ક વહેંચવા બદલ ભાજપ અને આરએસએસના કેટલાક કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેથી ભાજપમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે મમતા બેનર્જી પર પ્રહાર કરતાં અમિત શાહે પશ્ચિમ બંગાળના કુચબિહારની એક સભામાં કહ્યું કે, ‘બંગાળમાં જય શ્રી રામ નહીં બોલીએ તો શું પાકિસ્તાનમાં જઈને બોલીશું.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments