Homeગામનાં ચોરે‘જેલમાંથી ફોન થઈ જ ન શકે’ : અનંત સિંહ

‘જેલમાંથી ફોન થઈ જ ન શકે’ : અનંત સિંહ

ગોવાબાપા : આજે અહેમદભાઈ પટેલે આપણી વચ્ચેથી વિદાય લીધી. કોરોનાના કારણે આપણે વધુ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ગુમાવ્યા. તેમના વિશે તો હું શું લખું ? જે હતું એ તો ચાબુકના સભ્યોએ સવારમાં જ લખી નાખ્યું. જોકે ચાબુક હું જે વાત લખું છું એ મારા સિવાય તો અહીં કોઈએ નથી લખી એટલે હું જ સમગ્ર ટીમ ચાબુકવતી એ કામ કરી નાખું છું. અહેમદ ભાઈ આપના આત્માને શાંતિ મળે. ટીમ ચાબુક તરફથી અહેમદભાઈને શ્રદ્ધાંજલિ.

લાલુજી…

આજે સમગ્ર ભારતવર્ષમાં એક ઓડિયોની જ વાતો થઈ રહી છે ચાબુક. એ ઓડિયો સાંભળો તો લાગે છે લાલુ પ્રસાદ યાદવનો, જોકે લાલુની પાર્ટીના નેતાઓ તો કહે છે કે લાલુજીની નકલ કરનારાઓની સંખ્યા અગણિત છે. એવામાં આ ઓડિયો એમનો જ હોય એ થોડું છે. અનંત સિંહ પણ કહે છે કે લાલુજીનો ઓડિયો નથી, કારણ કે જેલમાંથી ફોન કરવો એ શક્ય નથી.

‘ઓલી સરકારવાળા અનંત સિંહ ?’

‘હા મોજ હા.’

‘ઓહો… હા મોજ હા.’

લલન પાસવાન નામનો એક ધારાસભ્ય આવે છે. કહે છે, લાલુએ ગરીબ સમજીને મારું ઈમાન ખરીદવાનો પ્રયત્ન કર્યો. સુશીલ કુમાર મોદીએ ખૂદ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો. હું જગમાલની દુકાને ચા પીતો હતો ત્યારે મેં દુનિયાની સૌથી ફાસ્ટ… સૌથી ફાસ્ટમાં ફાસ્ટ ખબર આપતી ચેનલમાં આ વીડિયો સાંભળ્યો. લાલુજી શું કહે છે એ તું પણ સાંભળી લે.

વાત એવી છે ચાબુક કે સુશીલ કુમાર મોદીએ થોડા ટાણા પહેલા એક મોબાઈલ નંબર ટ્વીટર પર શેર કર્યો હતો. જે લાલુજીનો હોવાની વાત એમણે કરી હતી. એ નંબર ઈરફાન અંસારીનો હતો. જે લાલુનો સેવાકર્મી છે. એવી વાત પણ સામે આવી છે કે એ ઝારખંડમાં RJDનો મહાસચિવ છે. લાલુએ આવા કુલ ત્રણ સેવાકર્મીઓ રાખ્યા છે.

આજે સુશીલ મોદી સાથે લલનજી હતા. લલનજીને લાલુનો ફોન આવ્યો અને કીધું કે, તું આજે સ્પીકર પદની પસંદગીમાં ગેરહાજર રહે.

લલનજી કહે, મારાથી એમ ન રેવાય.

તો લાલુજી કહે, કહી દે કોરોના થઈ ગ્યો.

હવે આખું ચકડોળ પાછું લાલુજી માથે આવ્યું. બધા ઉતરી ગયા અને લાલુજી ચકડોળની ડોલીમાં જ રહી ગયા. એક નેતા તો કહે છે એમને રાંચીની જગ્યાએ તિહાડની જેલમાં ખસેડો. ચાબુક રાજનીતિ… રાજનીતિ…

‘હવે ગોવાબાપા કંઈ નવીન સમાચાર?’

જૂનું ને જાણીતું કોરોના

વેક્સિન તો આવી ગઈ છે. કાલ દસ વાગ્યે પ્રથમ વખત વેક્સિન માનવ શરીરમાં પ્રવેશ કરશે. એટલે કે તેનું પરિક્ષણ કરવામાં આવશે. આ સાથે જ કેન્દ્ર સરકારે પણ રાજ્યોને સૂચના આપી દીધી છે કે આપના હાથમાં છે સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગુ પાડી શકો છે. આ સિવાય કન્ટેનમેન્ટ ઝોન હોય એમાં સ્થાનિક સ્તર પર લોકડાઉન લાગુ પાડવા માટે મંજૂરી લેવી પડશે. બાકી તો પછી કોરોનાના જે રોજ સમાચાર આવે છે એ જ છે ચાબુક….

‘એલા ક્યાં જાવ છો અત્યારમાં…?’

‘ભાગવા દે સમાચાર જેવું કંઈ છે જ નહીં. મળીએ કાલ.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments