Homeવિશેષકોલેજ કથા :- મિત્રતા

કોલેજ કથા :- મિત્રતા

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડૂબાડવાને તું દરિયા ન મોકલાવ

બાઈક સડસડાટ યુનિવર્સિટી તરફ આગળ વધી રહી હતી. બાઈક ચલાવી રહ્યો હતો પ્રણવ. પ્રણવની પાછળની સીટ પર જીગરજાન મિત્ર હરેશ બિરાજમાન હતો. બાઈકનો માલિક હરેશ, પણ દરરોજ બાઈકનો ડ્રાઈવર પ્રણવ જ હોય. બંનેની બાઈક સૌથી પહેલાં અંગ્રેજી ભવનના પાર્કિંગમાં નહીં પણ પાનના ગલ્લે હાજરી પૂરાવવા જતી.

બંનેનો આ નિત્યક્રમ. અંગ્રેજી ભવનમાં પહોંચતા પહેલાં મસરુભાઈના ગલ્લેથી ઘાટા ચુનાવાળો માવો ગલોફામાં ચઢાવવાનો રહેતો. પ્રણવ અને હરેશ માનતા હતા કે, માવો ખાઈએ તો જ પાઠક સાહેબનું આકરું અંગ્રેજી મગજમાં ઉતરે!!

એકાદ વખત તો શેક્સપિયર પણ માવો ખાતો હતો આમ કહી આખા ક્લાસને ખડખડાટ હસાવી દીધા હતા. જેની પનીશમેન્ટરૂપે બંનેને વર્ગખંડમાંથી તગેડી મૂકવામાં આવેલા.

પ્રણવે ગલ્લાની સામે બ્રેક મારી અને પાછળ બેઠેલા હરેશે મસરુભાઈ ગલ્લાવાળાને બૂમ પાડીને કહ્યું, ‘મસરુભાઈ એક ઘાટ્ટો ચૂનો.’

આટલું કહેતાં જ મસરુભાઈ પણ માવો બનાવવા માંડ્યા. માવાને મસળવાનું કામ પ્રણવનું અને રૂપિયા ચુકવવાનું કામ હરેશનું. જાણે ગયા જન્મનો લેતી દેતીનો વ્યવહાર હોય.

હાથમાં આવેલી હરતી ફરતી બેન્કનો પ્રણવ પૂરતો ફાયદો ઉઠાવતો. કોઈ દિવસ ખિસ્સામાં હાથ ન નાખતો અને હરેશના રૂપિયાથી જ મોજ કરતો. હરેશને પણ એમાં કોઈ વાંધો નહોતો. હરેશ પ્રણવની પરિસ્થિતિથી વાકેફ હતો. પ્રણવને સગાભાઈથી પણ વિશેષ સાચવતો. રૂપિયાની જરૂર પડે તો, ‘શેના માટે જોઈએ છે ?’ એવું પૂછ્યા વિના ખિસ્સા ખાલી કરી દેતો.

પ્રણવ પણ હરેશની ઢાલ બનીને રહેતો. શરીરે પાતળી કાયા ધરાવતા હરેશને કોલેજમાં કોઈ સાથે માથાકૂટ થતી તો પહાડી પ્રણવ સામેવાળાના છોતરા કાઢી નાખતો.

બંનેની મિત્રતા જોઈને સહપાઠીઓને પણ ઇર્ષ્યા ઉપજતી. પહેલાં ધોરણથી અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી સુધી એકબીજાની સાથે રહીને ભણતાં પ્રણવ અને હરેશની વચ્ચે કોઈ છોકરી પણ ટપકવાનું નામ ન લેતી.

પ્રણવ તો આમેય મજાક મસ્તીભર્યા સ્વભાવનો હતો. અમુક અમુક છોકરીઓ સાથે કોલેજમાં માત્ર બોલવાનો વ્યવહાર રાખતો, પણ હરેશ તો શાંત અને શરમાળ. તેના માટે તો પ્રણવ જ તેનો સાથી હતો. જ્યાં જુઓ ત્યાં બને કરણ-અર્જુન સાથે જ હોય.

પણ સારી વસ્તુને નજર ઝડપથી લાગી જાય. હરેશ અને પ્રણવની દોસ્તીને પણ એક સ્વરૂપવાન છોકરીની નજર લાગી ગઈ.

દરરોજ પ્રણવ… પ્રણવ… કરતો હરેશ હવે ચેતના… ચેતનાની ધૂન રટવા લાગ્યો હતો. દરિયાના મોજાની માફક હિલોળા લેતું ચેતનાનું જોબન હવે હરેશ નામના મરજીવાની મુઠ્ઠીમાં આવી ગયું હતું. એ આ જોબનમાં તણાવા લાગ્યો હતો. તેને તો ડૂબવું જ હતું. નદીને ખારી કરવાના અરમાનો તેને દિવસે ન ફૂટે તેટલા રાતે ફૂટી નીકળતા હતા. ચેતના સુંદરતાની એવી મૂર્તિ હતી જેને કુદરત નામના કલાકારે ફુરસતના સમયે બનાવી હતી. હરેશે પણ સુંદરતાની આ દેવી માટે પોતાની તિજોરી ખુલી મૂકી દીધી. હરેશના ગજવામાં રહેલી હરિયાળીથી જોઈ ચેતના અંજાઈ ગઈ. તેણે રૂપનો ખજાનો નવા આશિક હરેશના હાથમાં મૂકી દીધો.

એમ કહો કે પ્રણવના હાથથી મસળેલો માવો હવે હરેશને જામતો નહોતો. તે હવે મસરુભાઈ એક ઘાટ્ટો ચૂનો બુમ પાડવાની જગ્યાએ, ‘ચેતના આજે નાસ્તાના ડબ્બામાં શું છે ?’ એમ બોલવા લાગ્યો હતો.

ચેતના હરેશ અને પ્રણવની સિનિયર હતી. અંગ્રેજી ભવનમાં પગ મૂકતી અને કોઈ છોકરા સામે મલકતી તો એ છોકરો વિલિયમ વર્ડઝવર્થની કવિતાઓને છોડી રમેશ પારેખને વાંચવા લાગતો. પ્રેમ દુખીયા અને તન મેળવવાના ભૂખ્યા યુવાનો વરુની જેમ તેના હિલોળા લેતા જોબનને આંખનું મટકું માર્યા વિના તાકી રહેતા. રોટલી ગરમ થાય અને ફેરવવી પડે તેમ આંખને પણ તેના વક્ષસ્થળોને જોઈ આગળ અને પાછળ બેઉં ભાગથી ગરમ કરી લેતા. અણીયાળી આંખો અને લાલ કલરની લિપસ્ટિકથી સજ્જ તેના માંસલ હોઠની વચ્ચે કયો રસ છે તે જાણવાની હરેક છોકરા ને ઈચ્છા હતી.

પ્રણવ અને હરેશની વચ્ચે સેટ થતા ચેતનાને વાર ન લાગી. નજીવી વાતચીત થઈ. અમિતાવ ઘોષની શેડો લાઈન સમજાવતા સમજાવતા ચેતના નામની ચકલી ક્યારે હરેશનો પડછાયો બની ગઈ પ્રણવને તો ખબર જ ન રહી. ધીમે ધીમે પ્રણવ પણ અળગો થતો ગયો અને હરેશ-ચેતનાનું પ્રેમી જોડલું લાંબી સફર પર ચાલી નીકળ્યું.

હરેશ જેમ જેમ ચેતનામાં ખોવાતો ગયો તેમ તેમ ભેરુ પ્રણવથી વિખુટો પડતો ગયો.

બનેના પ્રેમની ચર્ચાઓ યુનિવર્સિટી કેમ્પસમાં થવા લાગી. હરેશ ચેતનાના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો કે તેને પ્રણવથી વિખૂટા પડ્યાની ભનક પણ ન લાગી. જ્યારથી ચેતનાએ હરેશની બાઈકની પાછળની સીટનું બુકિંગ કરાવ્યું ત્યારથી પ્રણવ પૈસા ખર્ચીને યુનિવર્સિટી સુધી રીક્ષામાં આવતો. મસરુભાઈને માવાના રૂપિયા આપવાના પણ પ્રણવને ફાંફા પડવા લાગ્યા. પ્રણવની આ બધી હેરાનગતિનું મૂળ હતી ચેતના.

પ્રણવ હવે ખરો સંશોધક બની ગયો અને ચેતનાના જૂના પ્રેમ પ્રકરણો પર સંશોધન કરવા લાગ્યો. કાનમાં કડી પહેરી ફરતો કૌશિક, હાથમાં સલમાન ખાનનું બ્રેસલેટ પહેરી ખૂદને સલમાન ખાન સમજતો સુવર્ણ, મોટી આંખો વાળો મૌલિક કંઈ કેટલાયે ચેતનાની કાયાને ભરપૂર માણી હતી. તેના પર લખલૂંટ પૈસા ખર્ચ કર્યા હતા.

તે મનમાં જ બોલી ગયો, ‘આવી છોકરી જો ભાઈ જેવા મિત્ર હરેશને હાથ તાળી આપીને નાસી છૂટશે તો શું થશે?’

રોજે તે હરેશને ચેતનાની હકીકતનું ભાન કરાવવા માગતો હતો, પણ સમય નહોતો મળતો. એક દિવસ ચેતનાની ગેરહાજરીમાં તેણે આ બીડુ ઝડપ્યું. ભવનમાં આવી તેણે રાડ પાડી, ‘મેં તને મારા ભાઈ કરતાં પણ વધારે પ્રેમ અને સન્માન આપ્યું છે, ને એક છોકરી આવી ત્યાં તું બધું ભૂલી ગયો ? આ ચેતનાનો કેડો તું મૂકી દે નહીંતર પસ્તાવાનો વારો આવશે. ચેતના નામના મહેલના તારા જેવા કંઈ કેટલાય હરેશો રાજા બની ચૂક્યા છે. એ તમામ રાજાઓએ મહેલના ખૂણે ખૂણાને માપ્યા છે. તેણે પોતાના હોઠથી ઘણા કાગડાઓને હંસ બનાવ્યાના સપના દેખાડ્યા અને છોડીને ચાલી ગઈ છે.’

હરેશ બેન્ચ પર બન્ને હાથ રાખી, નીચું મોં કરી સાંભળી રહ્યો હતો. તેણે બેન્ચ પર મુઠ્ઠી પછાડી અને પ્રણવને પડકાર્યો, ‘તને જલન થાય છે પ્રણવ કે ચેતના મારી સાથે છે તારી સાથે નહીં. તું ઈચ્છે છે કે, તારી પાછળ મેં જેટલા પૈસા ઉડાવ્યા એમ હું ચેતનાને પણ ઉડાવી દઉં. પણ હું એવો નથી. હું તેને સાચો પ્રેમ કરું છું. પ્રેમની કંઈ કેટલીય કસમો અમે ખાધી છે.’

‘હરેશ આ બધું તું નહીં ચેતનાનો તારા શરીરે ફરેલો હાથ બોલી રહ્યો છે. જોકે તેણે તો તારા જ નહીં કંઈ કેટલાયના…’ પ્રણવ વધારે કંઈ બોલવા જાય તે પહેલા જ હરેશનો પાતળો હાથ તેના ગાલ પર પડ્યો. ભવનના વર્ગખંડમાં એક સન્નાટો છવાઈ ગયો. પડઘો ત્રણ વખત સંભળાયો. આસપાસ ઊભેલી બે ત્રણ છોકરીઓએ પણ હોઠ પર હાથ રાખી દીધો. ગાલ પર લાગેલો સણસણતો તમાચો એ પ્રણવના ગાલ પર નહીં પણ હ્રદયમાં લાગ્યો હતો. એ કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો.

પ્રણવ હરેશના હાથને સહન ન કરી શક્યો. તેણે ભવનમાંથી પોતાનું નામ કઢાવી લીધું અને બીજે એડમિશન લઈ લીધું.

*****

એકબીજાનો હાથ જાલીને હરેશ અને ચેતના એક રૂમમાં હતા. બહાર વાદળછાયું વાતાવરણ હતું, ‘આજે કંઈક વધારે જ વરસાદ પડવાનો છે.’ ચેતનાએ મીઠો રણકો કર્યો. એ અવાજ આખા રૂમમાં ફરી વળ્યો.

હરેશ કંઈ બોલી નહોતો રહ્યો. તે બસ પોતાના હાથને જોઈ રહ્યો હતો જે આજે તેના ભાઈબંધ પર ઊઠી ગયો. તેનું ધ્યાન એ હાથ પરથી હટાવવા માટે ચેતના ખાટલા પરથી ઊભી થઈ અને પોતાનું ટોપ કાઢી નાખ્યું.

હરેશનું ધ્યાન તેના હાથમાંથી હટી ગયું અને ચેતનાના સપાટ પેટ અને બ્રામાંથી દેખાતા બે પયોધરો પર પડ્યું. હરેશમાં કંઈ સળવળાટ નથી થયો એ જાણી તેણે પોતાની બ્રા પણ કાઢી નાખી. રૂપાળા શરીરને જોઈને હરેશનું પૌરુષત્વ જાગૃત થયો. તેના મનમાંથી એક ક્ષણ માટે ભૂલાય ગયું કે પ્રણવને આજે તેણે તમાચો માર્યો છે. તેના પેટને પકડી તેના શરીરને ખાટલા પર પછાડ્યું. સપાટ પેટ પર ફરી રહેલી હરેશની જીભ અને ચેતનાનો કણસવાનો અવાજ રૂમના ખૂણે ખૂણે અથડાવા લાગ્યો. બહાર વરસાદ પણ હવે પડવાનો હતો અને હરેશ પણ!!

નિર્વસ્ત્ર થયેલા બે દેહ એકબીજામાં ઓતપ્રોત થઈ જવા માટે મહેનત કરી રહ્યા હતા. આકરા તાપથી સૂકાયેલી ધરતી પર પાણી પડે અને પળવારમાં ધરતીમાં સમાય જાય એ રીતે હરેશ ચેતનાના શરીરમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યો હતો. કંઈ કેટલીય વખત ચેતનાના હોઠને કરડી ચૂકેલો હરેશ આજે તેના હોઠમાં રહેલા અમૃતને ખાલી કરવા મથી પડ્યો. સિંહે જાણે શિકાર પરથી માંસ તોડી લેવા પોતાની સંપૂર્ણ તાકાત લગાવી હોય તેવું એ દૃશ્ય હતું.  

ચેતના પણ હરેશના આછા વાળને પકડી ખેંચી રહી હતી. તેના દાંતને કાનમાં ભરાવી તેણે લાલ ચાઠુ ઉપસાવી દીધું. વરસાદ ક્ષણવારમાં ચાલ્યો ગયો. ધરતીને ભીંજાવીને. હરેશ પણ ચેતના શરીર પરથી ઉભો થયો. ચેતનાએ ઉંડો શ્વાસ લીધો અને આંખો મીંચી દીધી.

હરેશ પણ પ્રણવને ભૂલી ગયો. સમય રેતીની માફક સરી ગયો. એ મનમાં ઘણી વખત બોલી લેતો,‘પ્રણવની વાત ખોટી નીકળી. એ તો બસ ચેતના માટે મારી જગ્યા લેવા માગતો હતો.’

*****

એક વર્ષ પછી

અચાનક એક અજાણ્યા નંબર પરથી હરેશને મેસેજ આવ્યો, ‘તારા કામની વાત છે.. તારી ચેતના કોઈ સાથે…’ નીચે સરનામું લખેલું હતું. હરેશે પહેલા તો આ મેસેજને અવગણવાની કોશિશ કરી. ફોન કર્યો પણ લાગ્યો નહીં. પ્રેમની સાચી પરખ કરવા માટે મેસેજના સરનામા પર તેની બાઈક ઉપડી ગઈ.

એ એક ઊંચી બિલ્ડીંગ હતી. છેલ્લા માળે જવાનો તેને સંદેશમાં આદેશ પાઠવવામાં આવ્યો હતો. તે બિલ્ડીંગની અગાશી પર ગયો અને તેના બારે મેઘ ખાંગા થઈ ગયા. શરીર શીથીલ થઈ ગયું. કોઈ પણ જાતનો સંચાર નહીં. સામે તેની પ્રેમિકા ચેતના કોઈ હટ્ટાકટ્ટાની બાહોમાં હતી અને વારેવારે તેના હોઠને પોતાના દાંતથી ખેંચી આગોશમાં ભરી રહી હતી. અજાણ્યા નંબર પરથી બીજો મેસેજ આવ્યો. ફક્ત નામ લખેલું હતું. તારો મિત્ર પ્રણવ. હરેશને ફરી વાદળ ગર્જવાનો અવાજ સંભળાયો. તેને થઈ ગયું, ‘આજે વરસાદ સાંબેલાધાર પડશે.’

(શીર્ષક પંક્તિ રમેશ પારેખ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments