ચિત્ર-વિચિત્ર લોકો આ વિશ્વમાં રહે છે ચાબુક. વેપાર માટે કંઈ પણ કરી શકે છે. જીવતો જાગતો પૂરાવો છે શ્રીલંકાના પૂર્વ મત્સ્ય મંત્રી દિલીપ વેદારાચ્છી. શ્રીલંકાની રાજધાની કોલંબોના એક વિસ્તારમાં કોરોનાના કેસ અચાનક વધી જતા લોકોએ માછલી ખાવાનું છોડી દીધું હતું. હવે ચાબુક આ મિનિસ્ટર સાહેબ સામે આવી ગયા. પ્રેસ કોન્ફરન્સ કરી. હાથમાં માછલી લીધી અને કહ્યું, માછલી ખાવાથી કોરોના નથી થતો. આટલું બોલી તેઓ કાચી માછલી ખાવા લાગ્યા.
#SriLanka former state minister Dilip Weddarachchi, addressing a media briefing, consumed a raw fish to urge public to purchase fish without fear amidst the #COVID19 pandemic. He urged the govt & health ministry to advise people in ths regard.#lka pic.twitter.com/Rl6XjsIJoQ
— MDWLive! SriLanka 🇱🇰 (@MDWLiveSriLanka) November 17, 2020
ચાબુક શ્રીલંકામાં માછલી એ મોટો વેપાર છે. એ એવો દેશ છે જેની આજુબાજુ સમુદ્ર આવેલો છે. જો વેપાર ચલાવવો હોય અને ઈકોનોમી બુસ્ટ કરવી હોય તો માછલી ઉપર જ નિર્ભર રહેવું પડે. લોકો માછલી જ નહોતા ખાઈ રહ્યા એટલે હાલના નહીં પણ પૂર્વ મંત્રીજીએ લોકોને સમજાવવા આવવું પડ્યું.
ભારતમાં જ્યારે કોરોનાના કેસ તેના પ્રારંભિક તબક્કામાં હતા ત્યારે પણ કેટલાક નેતાઓએ જાહેરમાં ચીકન ખાઈ જનતાને કહ્યું હતું કે, ચીકન ખાવાથી કોરોના નથી થતો. આ નેતાઓ તેલંગણાની રાજધાની હૈદરાબાદના હતા. નીચે તસવીરમાં જો. એ વખતે તો મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે ખાવા માટે પણ પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે.

‘સારું ગોવાબાપા ફટાકડા ફોડવાથી દેશનો વેપાર ચાલતો નથી. બાકી આપણે અહીં તો ફટાકડા ફોડી ફોડીને કોરોના કરી દે.’
ફટાકડાથી મને યાદ આવ્યું
આખરે લોકોની બેદરકારી સામે આવી ગઈ. અમદાવાદમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જતા હોસ્પિટલો ભરાઈ ગઈ છે. દિવાળીના દિવસે ખરીદી કરવા નીકળેલા લોકોમાંથી કેટલાક વસ્તુની સાથે સાથે કોરોના પણ ફ્રીમાં લાવ્યા. 145 દિવસ પછી એવું બન્યું છે કે કોરોનાના કેસ 234 થઈ ગયા છે. મોટાભાગની હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે અને કોરોનાની ભીંસમાં લોકો આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેટ પ્રભાકરે કહ્યું છે કે, આ કોરોનાની બીજી લહેર છે.
હું તને નહોતો કહેતો કે આ લોકો આટલી મોટી ભીડ જોઈને પણ પરત આવવાની જગ્યાએ ભીડમાં ભાગીદાર બનતા હતા. હવે ભોગવવાનો વારો એ લોકોને પણ આવી શકે છે જેઓ નહોતા ગયા, કારણ કે કોરોના વાઈરસને ફેલાતા વાર નથી લાગતી. એ આપણે શરૂઆતના તબક્કામાં જોઈ ચૂક્યા છીએ.
બિહાર પછી બંગાળ!!
બિહાર પછી હવે ભાજપ બંગાળનો ગઢ સર કરવા જઈ રહી છે ચાબુક. ત્યાં પણ ભાજપની જીત થઈ જાય તો નક્કી નહીં. લોકસભામાં આંચકો આપીને 18 સીટ ખેંચી ગયેલું ભાજપ આ વખતે પણ કંઈક નવાજૂની કરી શકે છે. દિલીપ ઘોષે તો ત્યાં સુધીનું નિવેદન આપી દીધું છે કે, અબ કી બાર 200 પાર. એટલે કે ભાજપમાં કેટલો જોશ અને કેટલો જુસ્સો છે એ દિલીપ ઘોષની વાતથી જ ખબર પડી જાય. ઉપરથી કેન્દ્રના નેતાઓની પણ હમણાંથી બંગાળમાં ઉઠક-બેઠક વધી ગઈ છે. અમિત શાહ બે દિવસની મુલાકાત લઈ આવ્યા અને બિરસા મૂંડાની જગ્યાએ બીજા કોઈની મૂર્તિ સામે હાર પહેરાવવાના હતા. જોકે સમયસૂચકતા વાપરી બિરસા મૂંડાની તસવીર રાખી આ કાર્ય પતાવવામાં આવ્યું અને મમતા બેનર્જીએ એમને આડેહાથ લીધા.
બંગાળ ભાજપના અધ્યક્ષે તો ત્યાં સુધી કહી દીધું કે અમને કેટલાક અનુભવી નેતાઓ મદદ કરી રહ્યા છે અને ત્રણ ચાર વર્ષથી સખત મહેનત કરવાના કારણે જીત અમારી નક્કી માનવામાં આવી રહી છે.
ટોમ એન્ડ જેરીનું ટ્રેલર આવી ગયું
હવે તારા કામની વાત. ટોમ એન્ડ જેરી પાછા આવે છે. ટોમ એન્ડ જેરી કોણ ? એ જો તને ખબર નહીં હોય તો યુટ્યુબ પર એના વીડિયો જોઈ લેજે. હવે તેની ફિલ્મ આવી રહી છે. 90ની સાલમાં જન્મેલા અને અત્યારે એક બે સંતાનના માતા પિતા બની ચૂકેલા છોકરા અને છોકરીઓ ખૂશ થઈ ગયા છે. 2020માં કોઈ સારી વાત હોય તો એ આ ફિલ્મનું ટ્રેલર જ છે. જોકે ટ્રેલર મને ગમ્યું નથી, કારણ કે ટ્રેલરની વચ્ચે વચ્ચે જે લોકો આવે છે… હવે તું પોતે જ જોઈ લેને.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત