સવાલ : બોમ્બેમાં વાડિયા ગ્રૂપ દ્રારા નિર્મિત, આમાંથી કયા જહાજને 1817માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે બ્રિટનનું સૌથી જૂનું યુદ્ધજહાજ છે.
A) HMS મિંડેન
B) HMS કોર્નપરેલિસ
C) HMS ત્રિંકોમોલી
D) HMS મિની
જવાબ : D) HMS ત્રિંકોમોલી
હવે કેવી રીતે ?
1803થી 1815ની સાલમાં નેપોલિયોનિક વોર ચાલ્યું. નામથી જ ખ્યાલ આવી જાય કે જગત જમાદાર થવા નીકળેલો નેપોલિયન આ યુદ્ધ અને તેના સૈન્યનો કર્તાહર્તા હતો. ત્રિંકોમોલીમાં નેપોલિયનનો કોઈ હાથ નહોતો. નેપોલિયોનિક યુદ્ધની પૂર્ણાહુતિ થવાને હવે ગણતરીના વર્ષોની જ વાર હતી. આ યુદ્ધ પાંચ તબક્કામાં હતું. એ દરમિયાન જ આ શીપને તૈયાર કરવામાં આવી હતી.
જે વખતે ત્રિંકોમોલી જહાજનું નિર્માણ થઈ રહ્યું હતું. એ વખતે જ એક બીજા જહાજનું પણ નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું. જેને યુનિકોર્ન તરીકે ઓળખવામાં આવે છે. યુનિકોર્ન શીપની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેને લાગતું વળગતું ન હોવા છતાં તે ત્રિંકોમોલી જહાજની સાવકી બહેન બની ગઈ હતી. તેને દૂરથી જોવામાં આવે તો તે ત્રિંકોમોલી જ લાગતી.
આ જહાજને ત્રિંકોમોલી નામ એટલા માટે આપવામાં આવ્યું હતું કારણ કે 3 સપ્ટેમ્બર 1782ની સાલમાં શ્રીલંકાના ત્રિંકોમોલી બંદર પર યુદ્ધ થયું. આ શીપે તેમાં કોઈ ભાગ ભજવ્યો નહોતો. એ યુદ્ધમાં મળેલી જીતને યાદગાર બનાવવા માટે અને ઈતિહાસ રચવા માટે જહાજને ત્રિંકોમાલી નામ આપી દેવામાં આવ્યું. બ્રિટનનો વાઈસ એડમિરલ એડવર્ડ હ્યુઝીસના નેતૃત્વ હેઠળ આ યુદ્ધ લડાયું હતું. શ્રીલંકા એ વખતે સિલોન તરીકે ઓળખાતું હતું.
1816માં જ્યારે જહાજનું નિર્માણ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે પારસી જમશેદજી બોમનજી વાડીયાએ તેમાં ચાંદીનો ખિલ્લો ઠોંક્યો. આમ કરવા પાછળ પારસી ધર્મની જરથ્રૂસ્ટ્રીયન પરંપરા રહેલી હતી. ચાંદીનો ખિલ્લો ઠોકવામાં આવે તો ભવિષ્યમાં આ જહાજને કંઈ ન થાય. એ પારસીબાબાએ તો આસ્થાના કારણે ખિલ્લો ઠોક્યો હતો. જોકે ભવિષ્યમાં પણ આ શીપને કંઈ ન થયું અને હજુ સંગ્રહાલયમાં પોતાની સુંદરતા પાથરીને પડી છે.
12 ઓક્ટોબર 1817ના રોજ ત્રિંકોમોલીને લોન્ચ કરવામાં આવી ત્યારે તેનો ખર્ચો 23,000 પાઉન્ડ થયો હતો. ભારતીય આંકડા પ્રમાણે એ રકમ થઈ 22,67,870 થાય. કેપ્ટન હેન્રી એ પ્રથમ વ્યક્તિ બન્યો જેને આ આલિશાન જહાજની સવારી કરવાનો સુવર્ણ અવસર પ્રદાન થયો. એ જહાજને પોસ્ટમાઉથ ડોકયાર્ડ સુધી લઈ આવ્યો. અહીં સુધી આવવાનો ખર્ચ પણ 6000 પાઉન્ડથી ઉપર થતો હતો. 6000 પાઉન્ડ એટલે કે ભારતીય રકમ થઈ 6,50,701
24 જાન્યુઆરી 1819ના દિવસે એટલે કે સાડા ત્રણ મહીનાની અવિરત સફર કર્યા પછી આ જહાદ સેન્ટ હેલેના સુધી પહોંચ્યું. જ્યાં તેને 6 દિવસનું રોકાણ કરવાનું હતું.
થોડા સમય પછી ત્રિંકોમોલીમાં 2,400 પાઉન્ડનો બ્રિટને ખર્ચ કર્યો. તેને જહાજથી સજ્જ-ધજ્જ કરવામાં આવી. હવે તે યુદ્ધપોત એટલે કે યુદ્ધના રણસંગ્રામમાં ઉતરવા માટે તૈયાર થઈ ચૂકી હતી. પોસ્ટમાઉથમાં તેણે અવિરત દસ વર્ષ સુધી સેવા પ્રદાન કરી. આ પછી તેને અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની સફરે મોકલી દેવામાં આવી.
સમુદ્રી લુંટેરા એટલે કે ચાંચીયાઓનો ડર સતાવતો હતો. તેણે ઘણા બળવા વિરુદ્ધ પોતાની તાકાતનો પરચો આપ્યો. વિદ્રોહો દબાવ્યા, ક્યૂબા સામે જંગ લડી.
1850ની સાલમાં ત્રિંકોમોલી બ્રિટન પાછી આવવાની હતી. એ પહેલા તેને બે જગ્યાએ ફરજ પર નિયુક્ત કરવામાં આવી. ન્યૂ ફાઉંડલેન્ડ અને લેબ્રાડોર. 1852ની સાલમાં અમેરિકાના પશ્ચિમિ તટ પર આવેલ પ્રશાંત મહાસાગર ખાતેના સ્ક્વોડ્રનમાં મોકલી દેવામાં આવી.
સારી ચાલતી વસ્તુ પાસેથી કામ વધારે લેવાય. માણસ અને મશીન બંનેમાં આ વાક્ય બંધબેસતું છે. એ રીતે 1895માં તેને ફરી કામ પર લેવામાં આવી. જોકે 1897ની સાલમાં તેને વેચી દેવાની યોજના કાગળ પર અમલમાં મૂકાઈ. જેનો રસકસ ચૂસાઈ ગયો હતો તેને કોણ ખરીદશે ? તેના બદલે જ્યોર્જ વ્હિટની કોબ નામના એક ઉદ્યમીએ તેને ખરીદી લેવાની વાત મૂકી.
આ જહાજને તે એટલા માટે ખરીદવા માગતો હતો, કારણ કે ઉપર વાત કરી તે ફ્રેન્ચો સામેના યુદ્ધમાં તેના જહાજ HMS ફ્યૂડ્રોયન્ટનું કાસળ નીકળી ગયું હતું. જે તેને તેના જીવ કરતા પણ વધારે વ્હાલું હતું.
બીજા વિશ્વયુદ્ધમાં આ શીપે ટ્રેની તરીકેનું કામ કર્યું હતું. કેટલાક લોકો ગળું ફાડીને ગાંગરતા હોય છે કે, બ્રિટિશરો ભારતની અમૂલ્ય વસ્તુઓ લેતા ગયા. ભારત તો સોને કી ચીડિયા હતો. એમને તો ખાલી એટલું જ કહેવાનું કે એ ભારતની ટેલેન્ટનો પણ ઉપયોગ કરતા ગયા. આ શીપ આજે નેશનલ મ્યુઝિયમ ઓફ રોયલ નેવીમાં છે. પ્રદર્શનમાં છે. લોકો જુએ છે. તેને અડકે છે. આનંદ માણે છે.