ગોવાબાપા : હે ચાબુક વાત કરીએ તેલંગણાના કુંઠાલા સરકારી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લગાવનારા વિઠ્ઠલ નામના યુવકની. આ વ્યક્તિએ કોરોના વેક્સિન લગાવી એ પછી તેને હાર્ટ અટેક આવી ગયો એમાં મૃત્યુ થઈ ગયું. એણે અગિયાર વાગ્યે કોરોનાની વેક્સિન લગાવી હતી. એ સરકારી હોસ્પિટલમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. એટલે કે હોસ્પિટલના જ એક વ્યક્તિને વેક્સિન ખાઈ ગઈ આવું તેના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. જો કે દાક્તરી અધિકારીએ કહ્યું કે, કોરોના વેક્સિનનો તેની મોત સાથે કોઈ સંબંધ નથી.
રાજ્યના સાર્વજનિક સ્વાસ્થ્ય નિર્દેશક શ્રીનિવાસ રાવે એક પ્રેસ રિલીઝ કરેલી અને કહ્યું કે, વિઠ્ઠલભાઈને સાડા પાંચ વાગ્યે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેની મોત થઈ ગઈ હતી. પ્રેસ રિલીઝના પ્રમાણે પ્રારંભિક અનુમાનમાં તો મૃત્યુનું વેક્સિન હારે કોઈ સંબંધ નથી. હવે ગાઈડલાઈન પ્રમાણે ડોક્ટરની ટીમ પોસમોર્ટમ કરશે.
હવે ચાબુક આ કંઈ પહેલી વખત નથી. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોરોનાની રસી લગાવ્યા પછી હોસ્પિટલના વોર્ડબોયનું મોત થઈ ગયું હતું. પરિવારે આરોપ લગાવ્યો હતો કે વેક્સિન લગાવ્યા બાદ જ એમની મોત થઈ ગઈ હતી. એ પછી આખી વાત સામે આવી કે મહિપાલ નામના વ્યક્તિની મોત તો હાર્ટ અટેકથી થઈ હતી. ત્રણ ડોક્ટરોએ એમના મૃતદેહનું પોસમોર્ટમ કર્યું હતું. 16 જાન્યુઆરીએ રસી લગાવી એ પછી 17 જાન્યુઆરીના રોજ તેની મોત થઈ ગઈ.
હવે વાત અમેરિકાની
અમેરિકામાં માંડ માંડ સત્તા હસ્તાંતરણ માટે તૈયાર થયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે છેલ્લી વખત વર્તમાન રાષ્ટ્રપતિ કહેવાશે. તું સવારમાં ઉઠી પછી એ ભૂતકાળ બની ગયા હશે. એમના શાસનમાં કોઈ વખાણવા લાયક કામ નથી થયા. એમણે અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યો ત્યારે ભારતમાં તેમની ખૂબ ચર્ચા થઈ. એ પછી કિમ જોંગ ઉન સાથે તેમની મુલાકાત થઈ હતી. ત્યારે પણ વૈશ્વિક મીડિયામાં એ ચર્ચાનો વિષય રહ્યા હતા, પણ પછી કોરોના વાઈરસ આવી ગયો. વાઈરસે જ એમની સત્તા લઈ લીધી એમ તો કેમ કહું પણ હા ચૂંટણી પહેલા જ આવેલા વાઈરસે તેમને ધમરોળી તો નાખ્યા છે હો. કોરોનાને તેઓ અમેરિકામાં કાબુ ન કરી શક્યા અને પછડાટ ખાધી. લાખો લોકો મોતને ભેટી ગયા.
કોરોના વાઈરસને તેમણે ચાઈનીઝ વાઈરસ આવું નામ આપ્યું હતું.
કોરોના જેવું કંઈ નથી આમ જ સમજતા હશે ? જાહેર સભાઓમાં માસ્ક કાઢી નાખતા હતા. ને હારી ગયા પછી 6 જાન્યુઆરીના રોજ કેપિટલ હિલમાં શું થયું તેની તો તને ખબર છે ચાબુક.
હવે બાયડન રાષ્ટ્રપતિ બનવાના છે તો સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરમાં 13 ટકાનો ઉછાળો આવ્યો છે. સૌથી સારામાં સારો બિલ ક્લિન્ટન વખતે હતો. ત્યારે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 500 ઈન્ડેક્સ 211 ટકા વધ્યો હતો. હવે નવા રાષ્ટ્રપતિ બનવાના હોય તો આવા ફેરફાર તો સ્વાભાવિક છે. આ જોને જેક મા દેખાતા નહોતા. દેખાવા લાગ્યા તો કેવો એમની કંપનીના શેરમાં 6 ટકાનો ઉછાળો આવી ગયો. બસ બીજું શું હોય ?
આજે લેડી ગાગા અમેરિકાનું રાષ્ટ્રગાન ગાશે. કેપિટલ હિલમાં 25 હજાર ગાર્ડ ખડેપગે તૈનાત હશે. સંસદને પણ બોર્ડરની જેમ આઠ ફૂટ ઊંચી જાળીઓ લગાવવામાં આવી છે. હવે બાયડનનો કાર્યકાળ અમેરિકા માટે અચ્છે દિન લઈ આવે છે કે ટ્રમ્પની જેમ જ એ જોવાનું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત