Team Chabuk-International Desk : જો બાઈડેન જ્યારે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈ રહ્યા હશે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં હાજર નહીં હોય. અમેરિકાના નિવર્તમાન રાષ્ટ્રપતિ અગાઉથી જ એ ખુલાસો કરી ચૂક્યા છે કે તેઓ શપથ સમારોહમાં હાજર નહીં રહે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન હવે થોડી ક્ષણો જ બચેલી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 6 જાન્યુઆરીના રોજ કેપિટલ હિલમાં થયેલી હિંસા બાદ સાર્વજનિક રૂપે ખૂબ ઓછી જગ્યાએ નજર આવી રહ્યા છે. હવે ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડી ક્યાં જશે તેના પર તમામ ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે.
એબીસી ન્યૂઝ ચેનલની રિપોર્ટ પ્રમાણે બાઈડન શપથગ્રહણ સમારોહ પહેલા ટ્રમ્પ ફ્લોરિડા રવાના થશે. જોકે અત્યાર સુધી ટ્રમ્પના ઓફિશ્યલ શેડ્યુલને જાહેર નથી કરવામાં આવ્યું. એબીસી ન્યૂઝના વોશિંગ્ટનના સંવાદદાતા ગ્રેગ જેનેટે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ 20 જાન્યુઆરીની સાંજે 6.30 (ભારતીય સમય અનુસાર) પહેલા વ્હાઈટ હાઉસ નહીં છોડે. જ્યારે બાઈડન આજે રાતે 10-30 (ભારતીય સમય અનુસાર) રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.
જેનેટના પ્રમાણે બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં માત્ર ત્રણ ચાર કલાક પહેલા ટ્રમ્પ અને મેલાનિયા વ્હાઈટ હાઉસ છોડશે. અમેરિકી મીડિયાના અહેવાલો પ્રમાણે ટ્રમ્પ એર ફોર્સ વનથી રાતના સાડા નવ વાગ્યા સુધી ભારતીય સમય અનુસાર ફ્લોરિડા પહોંચશે.
ટ્રમ્પના સમર્થકોની વચ્ચે તેમનો વિદાય સમારોહનું આમંત્રણ સર્ક્યુલેટ થઈ રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે ટ્રમ્પને સાંજના સાડા છ વાગ્યે જોઈન્ટ બેસ એન્ડ્રૂઝમાં વિદાય આપવામાં આવશે. ટ્રમ્પના વિદાય સમારોહમાં કોણ કોણ હાજરી આપવાના છે તેની લિસ્ટ પણ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી. જો કે વ્હાઈટ હાઉસ કમ્યુનિકેશન એડવાઈઝર એન્થની સ્કારમુચીને પણ આમંત્રણ મળ્યું છે. ટ્રમ્પની સાથે એન્થની સ્કારમુચીના સારા સંબંધ છે. તેમણે અમેરિકી આઉટલેટ ઈનસાઈડ એડિશનને જણાવ્યું છે કે ઘણા વધારે લોકોને પણ ટ્રમ્પના વિદાય સમારોહનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. વિદાય સમયે ટ્રમ્પ સંબોધન કરશે કે નહીં તે માટેનો હજુ કોઈ પ્રકારનો ખુલાસો કરવામાં નથી આવ્યો. બીજી તરફ ટ્રમ્પને 21 તોપોની સલામી પણ આપવામાં આવી શકે છે.
અમેરિકામાં એક પરંપરા રહી છે કે વિદાય થનારા રાષ્ટ્રપતિ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરે છે. આ મુલાકાત સત્તા હસ્તાંતરણ પહેલા થાય છે. ઓબામા એ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પહેલા ટ્રમ્પ અને તેમના પરિવારની સાથે મુલાકાત કરી હતી. જો કે ટ્રમ્પ એવું કંઈ પણ કરવાના નથી, કારણ કે જો બાઈડનના શપથ સમારોહમાં આવવાથી જ તેમણે સાફ શબ્દોમાં ના પાડી દીધી છે.
ટ્રમ્પને એવી વિદાય પણ નહિ મળે જેની તેઓ અપેક્ષા કરી રહ્યા છે. યુએસ પબ્લિકેશન ડિફેન્સ વનની એક રિપોર્ટ પ્રમાણે પેંટાગન જૂની પરંપરાને તોડતા ટ્રમ્પને વિદાય નહીં આપે. આ એક એવી તક હોય છે કે રાષ્ટ્રપતિ પદ છોડતા પહેલા દેશની સેવાનો આભાર માનવામાં આવે છે. ઓબામા અને જ્યોર્જ ડબલ્યુ બુશ બંનેએ તેમાં ભાગ લીધો હતો. ગત્ત અઠવાડિયે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પેંસ અને તેની પત્નીએ ન્યૂયોર્કના ફોર્ટ ડ્રમમાં સેનાનો આભાર માન્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત