જસ્મીન પટેલ : ઉર્દુ કવિતાનો એક આગવો ઈતિહાસ રહ્યો છે. ઉર્દુએ ઘણા મોટા ગજાના શાયરો આપ્યા છે. એમાં પણ ગઝલ અને નઝમનું નામ આવે ત્યારે આપણને ફૈઝ અહેમદ ફૈઝ જરૂર યાદ આવે. ફૈઝ માત્ર કવિ નહીં પણ એક ઉમદા તત્વચિંતક પણ હતા. આ ફિલોસોફી આપણે તેમની કવિતામાં નિહાળી શકીએ છીએ. તેમની કવિતાનો એક આગવો મિજાજ છે. તેમની કવિતાઓ ક્યારેક સળગતા દિલને ટાઢક આપે છો તો ક્યારેક તેમની નઝમ ક્રાંતિની ઝાળને ફેલાવે પણ છે.
ફૈઝ અહેમદ ફૈઝનો જન્મ 13 ફેબ્રુઆરી 1911માં સિયાલકોટમાં થયો હતો. તેઓ સૈન્યમાં પણ ભરતી થયા. બીજા વિશ્વયુદ્ધમાં પણ સામેલ રહ્યાં. તેમના સંઘર્ષમય જીવનમાંથી જ કવિતાઓનું ઝરણું વહેતું રહ્યું. વિભાજન બાદ તેઓ પાકિસ્તાન જતા રહ્યાં પણ તેમના દિલમાં વિભાજનનું દુઃખ કાયમ હતું જ, ફૈઝે સફળતાપૂર્વક પોતાનું કામ અને પ્રેમ બન્ને કર્યાં છતાં તેઓ શાયરીમાં કહે છે…
वो लोग बहुत ख़ुशक़िस्मत थे
जो इश्क़ को काम समझते थे
या काम से आशिक़ी करते थे
हम जीते जी मसरूफ़ रहे
कुछ इश्क़ किया कुछ काम किया
काम इश्क़ के आड़े आता रहा
और इश्क़ से काम उलझता रहा
फिर आख़िर तंग आकर हम ने
दोनों को अधूरा छोड़ दिया
ફૈઝ અહેમદ ફૈઝના પિતા બેરિસ્ટર હતા. આર્થિક રીતે સદ્ધર પરિવારમાંથી આવતા હોવાથી ફૈઝને પ્રાંરભિક શિક્ષણ સારું મળી શક્યું. ફૈઝની સામ્યવાદી વિચારધારા સાથે જોડાયેલા હતા. તેમની કવિતાઓમાં પણ આપણને તેના દર્શન થાય છે. મૂળ રૂપમાં પ્રેમના શાયરની શાયરીમાં તમને વિદ્રોહ જોવા મળે. ફૈઝની કવિતામાં દબાયેલા-ચગદાયેલા વર્ગનો અવાજ છે. ગરીબી છે. પીડા છે અને સાથોસાથ નવી ક્રાંતિની આશા પણ છે. પોતાની વિચારધારા અને સત્ય લખવાની હિંમતના કારણે તેમને જેલમાં જવા પડ્યું. તત્કાલિન પાકિસ્તાન સરકારે તેમને જેલમાં પણ પુર્યા. ફૈઝના જીવનનો એક સરસ પ્રસંગ છે.
જ્યારે કોઈ બાપ બહાર ગામથી આવે ત્યારે પોતાના સંતાનો માટે કંઈ ભેટ લાવે તેવી આશા તેમના બાળકોને હોય અને ભેટ લેવાનો ઉત્સાહ પિતાને હોય. ફૈઝ અહેમદ ફૈઝ સાહેબ જેલથી પરત ઘર આવ્યા ત્યારે તેમના દીકરી મોનીઝા હાશમી 8 વર્ષના હતા. પિતાને જોઈને મોનીઝાએ ઉઘરાણી કરી કે અબ્બુ મારી ઢીંગલી લાવ્યા. ફૈઝ સાહેબે કહ્યું કે બેટા હું ઢીંગલી ક્યાંથી લાવું? તારા માટે હું એક નઝમ લાવ્યો છું. તેમ કહીને ફૈઝ સાહેબે તેમની આગળ કાગળ ધરી દીધો. ઢીંગલીની રાહ જોઈને બેઠેલી દીકરીને નઝમના કાગળમાં રસ ન પડ્યો અને તે કાગળ ફેંકી દીધો.
આ ઘટનાના વર્ષો પછી મોનીઝાએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહેલું કે પપ્પા ઢીંગલી લાવ્યા હોત તો ખબર નહીં અત્યાર સુધી હોત કે નહીં પરંતુ તેમની નઝમ તો આજે પણ જીવંત છે જ.
ફૈઝની કવિતામાં તમને કમ્યુનિસ્ટ વિચારધારાના દર્શન થાય પરંતુ તેની સાથોસાથ સૂફીવાદ પણ તેમની કવિતાઓમાં ભારોભાર છે. જ્યારે અભિવ્યક્તિ સ્વતંત્રતાની વાત આવે ત્યારે સૌથી પહેલા કોઈ કવિતા લલકારવાનું મન થાય તે ફૈઝ સાહેબની આ નઝમ છે…
बोल कि लब आज़ाद हैं तेरे
बोल ज़बाँ अब तक तेरी है
तेरा सुत्वाँ जिस्म है तेरा
बोल कि जाँ अब तक तेरी है
देख कि आहन-गर की दुकाँ में
तुंद हैं शोले सुर्ख़ है आहन
खुलने लगे क़ुफ़्लों के दहाने
फैला हर इक ज़ंजीर का दामन
बोल ये थोड़ा वक़्त बहुत है
जिस्म ओ ज़बाँ की मौत से पहले
बोल कि सच ज़िंदा है अब तक
बोल जो कुछ कहना है कह ले
ફૈઝની કવિતાઓને કોઈ એક દેશના સીમાડા નડ્યા નથી. તેમની કવિતાઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ખૂબ મળી છે. રશિયામાં પણ તેમની કવિતાઓનો જાદુ છવાયેલો રહ્યોં. ફૈઝની -નઝમ હમ દેખેંગે… એક ક્રાંતિકારી નઝમ રહી છે. પાકિસ્તાન વિરુદ્ધ થયેલા બાંગ્લાદેશના આંદોલનમાં આ નઝમની મહત્વની ભૂમિકા રહી છે
हम देखेंगे
लाज़िम है कि हम भी देखेंगे
वो दिन कि जिसका वादा है
जो लोह-ए-अज़ल[1] में लिखा है
जब ज़ुल्म-ओ-सितम के कोह-ए-गरां [2]
रुई की तरह उड़ जाएँगे
हम महकूमों[3] के पाँव तले
ये धरती धड़-धड़ धड़केगी
और अहल-ए-हकम[4] के सर ऊपर
जब बिजली कड़-कड़ कड़केगी
जब अर्ज-ए-ख़ुदा के काबे से
सब बुत[5] उठवाए जाएँगे
हम अहल-ए-सफ़ा[6], मरदूद-ए-हरम[7]
मसनद पे बिठाए जाएँगे
सब ताज उछाले जाएँगे
सब तख़्त गिराए जाएँगे
बस नाम रहेगा अल्लाह[8] का
जो ग़ायब भी है हाज़िर भी
जो मंज़र[9] भी है नाज़िर[10] भी
उट्ठेगा अन-अल-हक़[11] का नारा
जो मैं भी हूँ और तुम भी हो
और राज़ करेगी खुल्क-ए-ख़ुदा[12]
जो मैं भी हूँ और तुम भी हो
ફૈઝ અહેમદ ફૈઝે માત્ર કવિ તરીકે જ નહીં પરંતુ એક ઉમદા માણસ પણ હતાં. ફૈઝ પાકિસ્તાન ટાઈમ્સના મુખ્ય એડિટર પણ રહ્યાં. આમ કવિતાની સાથોસાથ પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન નોંધનીય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત