Homeતાપણુંકોંગ્રેસ યુવા મોરચાના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનું રાજીનામું, પદ માટે પાર્ટીએ દોઢ કરોડ...

કોંગ્રેસ યુવા મોરચાના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાનું રાજીનામું, પદ માટે પાર્ટીએ દોઢ કરોડ લીધાનો આરોપ

Team Chabuk- Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસમાં વધુ એક વિકેટ પડી છે. યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે. રાજીનામુ આપતા તેમણે કોંગ્રેસ પર મોટો આક્ષેપ મૂક્યો કે, 1.70 કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. સાથે જ તેમણે પરિવારવાદ અંગે લઈને વિશ્વનાથ વાઘેલાએ આરોપ આપ્યો છે. 

પદ આપવા પાર્ટીએ રૂપિયા લીધાનો આરોપ


કોંગ્રેસમાં ફરી એકવાર પરિવારવાદનો મુદ્દો સળગ્યો છે. ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વાનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ત્યારે આ સમાચાર કોંગ્રેસ માટે ઝટકો સમાન છે. સાથે જ વિશ્વનાથ વાઘેલાના ભાજપમાં જોડાવાની અટકળો પણ તેજ બની છે. રાજીનામુ આપીને વિશ્વનાથ વાઘેલાના કોંગ્રેસ પર મોટા આરોપ મૂક્યા છે. વિશ્વનાથસિંહ વાઘેલાએ આરોપ કર્યાં કે, કોંગ્રેસ પરિવારની ભક્તિ કરવા માટે છે. હાલની કોંગ્રેસ દેશની સેવા માટે નથી. 1.70 કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. છતાં હું સિનિયર નેતાના આંતરિક જૂથવાદનો ભોગ બન્યો છું. યુવાનો માટે કોંગ્રેસમાં કોઈ જગ્યા નથી.  

8 મહિનામાં જ વિશ્વનાથસિંહ વાઘેલાએ પક્ષના યુવા મોરચાના પ્રમુખ પદ પરથી રાજીનામુ આપ્યું છે. ગત ડિસેમ્બરમાં તેમની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી. પ્રાથમિક સૂત્રોનુ કહેવુ છે કે, કોંગ્રેસના કેટલાક સિનીયર નેતાઓ ભાજપમાં જોડાવાના છે, જેમાં આ પહેલું રાજીનામુ હોવાનું ચર્ચાય છે. ઉલ્લેખનીય છે કે વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસના યુવા નેતા હાર્દીક પટેલના નજીકના વ્યક્તિ છે અને છેલ્લા 10 વર્ષથી વધુ સમય NSUI મા અલગ અલગ પ્રદેશ-રાષ્ટ્રીય હોદાઓ સાથે જોડાયેલા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments