HomeતાપણુંGujarat Election 2022: ચૂંટણી જંગનું એલાન, જાણો ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ

Gujarat Election 2022: ચૂંટણી જંગનું એલાન, જાણો ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. રાજ્યમાં બે તકબક્કામાં ચૂંટણીનો જંગ જામશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતતની 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે, બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર મતદાન યોજાશે.

પ્રથમ તબક્કો
પહેલા તબક્કામાં 5 નવેમ્બરે જાહેરનામુ પ્રસિદ્ધ થશે. 14 નવેમ્બરે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હશે. ફોર્મ ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બરે ફોર્મ પાછુ ખેચવાનો અંતિમ દિવસ છે. 1 ડિસેમ્બરે 89 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 8 ડિસેમ્બરે તારીખે મતગણતરી.

બીજો તબક્કો
આ ઉપરાંત બીજી તબક્કા માટે 10 નવેમ્બરે જાહેરનામુ પ્રસિદ્ધ થશે. 17 નવેમ્બરે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હશે. ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે થશે. 21 નવેમ્બરે ફોર્મ પાછુ ખેચવાનો અંતિમ દિવસ છે. 5 ડિસેમ્બરે 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

પહેલા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ?
કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

બીજા તબક્કામાં કયા જિલ્લામાં મતદાન ?
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર

ચૂંટણીપંચની મહત્વની વાત
1274 વિશેષ મહિલા મતદાન મથકો ઉભા કરાશે. જ્યાં માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા ચૂંટણી સ્ટાફ જ રહેશે. 182 મતદાન મથકોનું સંચાલન માત્ર દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા જ કરાશે.

દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં 33 મતદાન મથકો એવા હશે જેમાં સૌથી યુવા સ્ટાફ એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.

તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રુમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે.

80 કિલોમીટર દૂરથી આવવું પડતું હતું- હવે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરાશે- 283 મતદારો છે. 1 વોટ લેવા માટે 15 જણાનો સ્ટાફ જશે, જાફરાબાદના શિયાળબોટના 457 મતદારો માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે. સિદી સમુદાયના લોકો માટે વિશેષ મતદાન સુવિધા, માધવપુર-ગીર વિસ્તારમાં 200થી વધુ મતદારો છે.

c-VIGIL મોબાઈલ એપ્લિકેશનથી કોઈ પણ નાગરિક ફરિયાદ કરી શકશે. ક્યાંય પણ રૂપિયા કે ધાકધમકીના આધારે મતદાન કરાવાતું હોય તો તેની ફરિયાદ નાગરિક કરી શકશે. ફરિયાદ કર્યાનના 100 મિનિટમાં જ પગલાં લેવાશે.

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ તમામ 182 સીટ પરથી ચૂંટણી લડવાની છે. બીજી તરફ તમામ પાર્ટીઓ દ્વારા પુરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182 પૈકી 99 બેઠકો પર કબજો મેળવ્યો હતો. જ્યારે કોંગ્રસના ફાળે 77 બેઠક આવી હતી. જ્યારે અન્યના ખાતામાં 6 બેઠક હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ મતદારયાદી અનુસાર, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદાર નોંધાયા છે, જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરુષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments