Team Chabuk-Gujarat Desk: કોંગ્રેસના અમદાવાદની અમરાઈવાડી બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ(ધમભાઈ) લેમ્બોર્ગિની કારમાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેમની કાર મામલતદાર ઓફિસ બહાર ઉભા રહેતા જ લોકોના જોવા માટે ટોળા વળ્યાં હતા.
અમરાઈવાડીના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમરાઈવાડીમાં હોસ્પિટલ રમતગમતનું મેદાન રોજિંદા ટ્રાફિકની સમસ્યા મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાને લઈને કોંગ્રેસના ઉમેદવાર જનતાનો મત માંગશે. જનતા વચ્ચે રહ્યો છું અને જનતા વચ્ચે રહીને એમના કામ કરીશ. ધર્મેન્દ્ર પટેલે વધુમાં કહ્યું, ભાજપના વિકાસની પોકળ રાજનીતિથી જનતા પરેશાન છે.

તો દરિયાપુરથી કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સાયકલ પર ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. તેમણે મોંઘવારી મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. મહત્વનું છે કે, દરિયાપુર બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જો કે, આ વખતે અહીં ખરાખરીનો જંગ જામશે.

ગુજરાત વિધાનસભાની 89 બેઠકોની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 1,362 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભર્યા છે. બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે મતદાન 5 ડિસેમ્બરે થશે. જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દરમિયાન ભાજપ-કોંગ્રેસ અને આપના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જેમાં કોઈ સાઈકલ પર તો કોઈ ઊંટગાડી પર સવાર થઈ ઉમેદવારોની નોંધાવવા પહોંચ્યા હતા. જ્યારે અમરાઈવાડીના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ તો Lamborghini કારમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ