Team Chabuk-Gujarat Desk: નોમિનેશનના છેલ્લા દિવસે અમરેલી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરેશ ધાનાણીના નોમિનેશનમાં વાહનોનો કાફલો નહોતો જોવા મળ્યો. કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી તેમની પત્ની સાથે સ્કૂટર પર ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે સોમવારે નોમિનેશનનો છેલ્લો દિવસ હતો. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થવાનું છે.

પરેશ ધાનાણી ટુ-વ્હીલર પર શહેરમાં ફરવા માટે જાણીતા છે. તેઓ અનેક વખત શહેરમાં રસ્તાની બાજુની દુકાનોમાં ચા બનાવતા અને પીતા જોવા મળે છે. સામાન્ય માણસની જેમ પરેશ ધાનાણી શહેરમાં એક્ટિવા લઈને ફરતા ઘણી વખત જોવા મળે છે. પરેશ ધાનાણી ગુજરાત રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. ધાનાણી 2002, 2012 અને 2017માં અમરેલી બેઠક પરથી જીતી ચૂક્યા છે અને હવે તેઓ ચોથી વખત અહીંથી જીતવાની તૈયારી કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત