Homeતાપણુંભાજપ, કોંગ્રેસ અને AAPને ગુજરાતમાં કેટલી બેઠકો મળશે ? ABP C-વોટર સર્વેમાં...

ભાજપ, કોંગ્રેસ અને AAPને ગુજરાતમાં કેટલી બેઠકો મળશે ? ABP C-વોટર સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Team Chabuk-Political Desk: ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આગામી થોડા દિવસોમાં ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ શકે છે. જેને લઈને રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં AAP પણ ઝંપલાવી રહી છે. ત્યારે ચૂંટણીના ત્રીપાંખીયા જંગમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ કે AAP કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. ત્યારે ABP સી-વોટરના ઓપિનિયન પોલમાં આ વખતે કોની સરકાર રચાશે તેના પર ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે.

ગુજરાતમાં કોની સરકાર બનશે ?

ABP-C વોટરના સર્વે અનુસાર ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં ભાજપના ફાળે 131-147 જેટલી બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીને 32-48 જેટલી સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 3-5 જેટલી સીટ મળતી હોવાનું અનુમાન છે, જ્યારે અન્યના ખાતામાં 3-5 જેટલી બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

ઓપનિયન પોલ મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલા ટકા વોટ મળી શકે?

ભાજપને 46.8 ટકા વોટ મળી શકે
કોંગ્રેસને 32.8 ટકા વોટ મળી શકે
આપને 17.4 ટકા વોટ મળી શકે
અન્યને 3.55 ટકા વોટ મળી શકે

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયા પક્ષને કેટલી સીટ મળશે?

ભાજપને 38 થી 42 બેઠક
કોંગ્રેસને 11 થી 15 બેઠક
આપને 0 થી 1 બેઠક
અન્યને 0 થી 2 બેઠક

ઉત્તર ગુજરાતમાં કયા પક્ષને કેટલી સીટ મળશે ?

ભાજપને 20 થી 24 બેઠક
કોંગ્રેસને 8 થી 12 બેઠક
આપને 0 થી 1 બેઠક
અન્યને 0 થી 1 બેઠક

મધ્ય ગુજરાતમાં કોને કેટલી બેઠકો?

ભાજપ-46-50
કૉંગ્રેસ-10-14
આપ-0-1
અન્ય -0-1

મધ્ય ગુજરાતમાં કુલ 61 બેઠકો છે.

દક્ષિણ ગુજરાતમાં કોને કેટલી બેઠકો?

ભાજપ- 27-31
કૉંગ્રેસ-3-7
આપ-0-2
અન્ય -0-1

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments