Team Chabuk-National Desk: સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે અચાનક બગડી હતી. આ પછી તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઓક્સિજનનું લેવલ ડાઉન હોવાથી મુલાયમ સિંહને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે. તેમની સારવાર માટે મેડિકલ પેનલની રચના કરવામાં આવી છે. તેઓ 26 સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં દાખલ છે. પૂર્વ સીએમ અખિલેશ યાદવ પત્ની ડિમ્પલ અને પુત્ર અર્જુન સાથે મેદાંતા હોસ્પિટલ પહોંચ્યા છે. શિવપાલ સિંહ યાદવ પણ હોસ્પિટલમાં હાજર છે. અપર્ણા યાદવ દિલ્હી પહોંચી રહી છે. મુલાયમ સિંહનો નજીકનો અને આખો પરિવાર ઈટાવા જિલ્લાના સૈફઈ ગામથી દિલ્હી પહોંચી ગયો છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર મુલાયમ સિંહનું બ્લડ પ્રેશર અને ઓક્સિજન પહેલાથી જ ઓછું હતું. મેદાંતા હોસ્પિટલ સમયાંતરે સ્વાસ્થ્ય અંગે મેડિકલ બુલેટિન બહાર પાડશે. મુલાયમ 82 વર્ષના છે. યુપીના અલગ-અલગ જિલ્લાઓમાંથી સપાના નેતાઓ મુલાયમ સિંહ યાદવની સંભાળ લેવા માટે દિલ્હી જઈ રહ્યા છે. MLC રણવિજય સિંહ, અંબિકા ચૌધરી, નારદ રાય અને પૂર્વ મંત્રી અરવિંદ સિંહ ગોપ લખનૌથી રવાના થયા છે.
અગાઉ 24 જૂન, 2022 ના રોજ, મુલાયમ સિંહ યાદવને ખરાબ તબિયતના કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેને રૂટીન ચેકઅપ અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ પહેલાં મુલાયમ સિંહ યાદવને 15 જૂનની સાંજે મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સ્વાસ્થ્ય તપાસ બાદ બે દિવસમાં તેમને રજા આપવામાં આવી હતી. મુલાયમ સિંહ યાદવ છેલ્લા બે વર્ષથી બીમાર છે. તેઓને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ તેને ઘણી વખત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જુલાઈ 2021માં મુલાયમ સિંહ યાદવને પણ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પહેલાં ઓગસ્ટ 2020માં યુરિન ઈન્ફેક્શન બાદ અને આ વર્ષે પેટમાં દુખાવા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટેસ્ટમાં આંતરડામાં બળતરાની સમસ્યા સામે આવી હતી. ચેપની અસર કિડની સુધી પહોંચી હતી. ઓક્ટોબર 2020માં મુલાયમ સિંહ યાદવ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત