શૈલેષ નાઘેરા: ગીર સોમનાથની ચાર બેઠકોમાંથી 3 બેઠક પર કમળ ખીલ્યું છે. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગવાન બારડ પર તાલાળાની જનતાએ ફરી એકવાર વિશ્વાસ મુક્યો છે અને હાથની જગ્યાએ કમળના નિશાન પરથી પણ ચૂંટ્યા છે. ભગવાન બારડે 20 હજારની લીડથી જીત મેળવી છે. તાલાલા બેઠક પર સૌથી વધુ 64,788 મત ભગવાન બારડને મળ્યા છે. બીજા નંબરે આમ આદમી પાર્ટીના દેવેન્દ્ર સોલંકીને 44,733 મત મળ્યા છે. જ્યારે 34,413 મત સાથે કોંગ્રેસના માનસિંગ ડોડિયા ત્રીજા નંબર રહ્યા હતા.
સોરઠ પંથકમાં બારડ પરિવાર છેલ્લા 6 દાયકાથી સક્રિય છે. બારડ પરિવારના મોભી સ્વ.ધાના માંડાભાઇ બારડ સમાજ સેવા અને શૈક્ષણિક બાબતે કામ કરીને લોકોને જાગૃત કર્યા હતા. તે પછી આ કામ સ્વ.જશુભાઇ બારડે સંભાળ્યું અને હવે આ મોરચો ભગવાન બારડે સંભાળ્યો છે. લોકોનું માનવું છે કે, બારડ પરિવાર સેવાના કામમાં જરા પણ ઉણો ઉતર્યો નથી. જેનું તાજુ ઉદાહરણ કોરોનાની બીજી લહેરમાં જ જોવા મળ્યું.
કોરોના મહામારીમાં જ્યારે લોકોને બેડ મળતા ન હતા, એ સમયે બારડ પરિવાર આગળ આવ્યો હતો અને સ્વખર્ચે આજોઠા ગામે કોવિડ હોસ્પિટલ ચાલું કર્યું હતું. અહીં અનેક લોકોએ સારવાર લીધી અને સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. માત્ર માનવસેવા જ નહીં પરંતુ ગૌસેવામાં પણ બારડ પરિવાર આગળ છે. ભગવાન બારડે દ્વારા ગૌ સારવાર કેન્દ્ર ચાલુ કર્યું છે. ભગવાનભાઈ ધાનાભાઈ બારડ દ્વારા સંચાલિત ગૌ સારવાર કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં ગાયની સારવાર નિઃશુલ્ક કરવામાં આવે છે. ગાયની સારવાર માટે તેઓએ એમ્બ્યુલન્સ પણ ચાલુ કરી છે, જેમાં લમ્પી વાઇરસના 6 હજારથી વધુ ગાયોને સારવાર આપી હતી.
સોરઠ પંથકમાં ધાના માંડા બારડ કિંગ મેકરની ભૂમિકા ભજવી હતી જેઓનું ખેડૂતોની મિટીંગમાં ગોળી બારીમાં મૃત્યુ નિપજ્યું હતું ત્યારબાદ જશું બારડે રાજકીય વારસો સંભાળ્યો હતો 1990 માં જનતા દળમાંથી સોમનાથ બેઠક પર ધારાસભ્ય બન્યા હતા, બાદમાં જનતા દળની કોંગ્રેસમાં વિલય થયો હતો અને જશું ભાઈ બારડ કોંગ્રેસમાંથી ફરી ધારાસભ્ય બન્યા હતા જેઓ કેબિનેટ મંત્રી અને 2004 માં જૂનાગઢના સાંસદ તરીકે સેવા આપી હતી, જશું ભાઈના અવસાન બાદ રાજકીય વારસો ભગવાન બારડે સંભાળ્યો હતો 2017 અને 2022માં તાલાળા બેઠક પરથી વિજય થયા છે જેઓ અગાઉ 2007 થી 2012 માં પણ ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે, બારડ પરિવારને ભાજપે સહજ એ માટે સ્વીકાર્યો કે સોરઠ પંથકમાં 7 થી 8 સીટો પર વર્ચસ્વ છે, બારડ પરિવારને માનનારો વર્ગ મોટા પ્રમાણ છે જેઓને 7-8 સીટ પર 5થી 10 હજાર મતો ફેરવી શકે છે. માટે ભાજપ પણ વિના સંકોચે ભાજપને સ્વીકારી લીધી છે.
ધાનાભાઈ બારડે જે સુગર ફેકટરી માટે બલિદાન આપ્યું છે ત્યાર બાદ જશુંભાઈ બારડ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા પણ છેલ્લા કેટલાય વર્ષોથી સુગર ફેકટરી બંધ હાલતમાં છે. ભગવાન બારડ ભાજપમાં જતા એ ફરી ચાલુ થશે એવી લોકો ચર્ચા કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
