HomeતાપણુંGujarat results 2022: આમ આદમી પાર્ટીના આટલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, ચોંકાવનારો છે...

Gujarat results 2022: આમ આદમી પાર્ટીના આટલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, ચોંકાવનારો છે આંકડો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાંચ બેઠકો પર જીતી છે અને વિધાનસભામાં પ્રવેશી છે. જો કે, રાજ્યમાં આમ આદમી પાર્ટીના 127 ઉમેદવારો એવા છે જેની ડિપોઝિટ જપ્ત થઈ છે. કચ્છની અબડાસા બેઠક તો એવી છે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને કુલ મતના માત્ર 0.1 ટકા મત મળ્યા છે.
કચ્છની 6 બેઠકો પર અને સૌરાષ્ટ્રની 24 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતની 48 સીટ, મધ્ય ગુજરાતની 29 સીટ તેમજ દક્ષિણ ગુજરાતની 20 સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ છે.

ગુજરાતની વિધાનસભા ચૂંટણીનું પરિણામનું (Election Result) ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ બેઠક જીતીને ભાજપે ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતમાંથી કોંગ્રેસ સાફ થઈ ગઈ છે જ્યારે આમ આદમી પાર્ટીએ ધીમે પગલે ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. ભાજપે 156થી વધુ બેઠક પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસ 17 બેઠકમાં સમેટાઈ ગઈ છે જ્યારે આમ આદમી પાર્ટીએ 5 બેઠક હાંસલ કરી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત તમામ બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ ખાસ્સું એવું જનતાનું દિલ જીત્યું છે. 40 લાખ જેટલા મતો આમ આદમી પાર્ટીને રાજ્યભરમાંથી મળ્યા છે. જાડુનો જાદુ ભલે ન ચાલ્યો હોય પરંતુ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ભારે નુકસાન કર્યું છે. પરિણામો જોતાં લાગી રહ્યું છે કે, કોંગ્રેસની વોટબેંક આમ આદમી પાર્ટીએ ખેંચી લીધી છે. ઘણી એવી બેઠકો છે જ્યાં ભાજપ બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારો મત મેળવવામાં બીજા નંબરે રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા નંબરે રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments