Homeતાપણુંગુજરાત કૉંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા લાગ્યો મોટો ઝટકો, કૉંગ્રેસના MLA હર્ષદ...

ગુજરાત કૉંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા લાગ્યો મોટો ઝટકો, કૉંગ્રેસના MLA હર્ષદ રીબડિયાએ આપ્યું રાજીનામું

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ રાજીનામુ આપી દીધું છે. આજે મોડી સાંજે વિધાનસભા અધ્યક્ષને હર્ષદ રિબડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. ચૂંટણી પહેલા હર્ષદ રિબડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. આજે બપોરે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાની અટકળો પણ શરૂ થઈ હતી.

વિસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આ પહેલા દાવો કર્યો હતો કે શાસક ભાજપે તેમને 2017ની રાજ્યસભાની ચૂંટણી પહેલા પાર્ટી બદલવા માટે મોટી રકમની ઓફર કરી હતી. તેમણે કહ્યું, “મને 2017માં રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા અને પક્ષ બદલવા માટે શાસક પક્ષ દ્વારા 40 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. જ્યારે મેં આ ઓફરને નકારી કાઢી હતી, તો હવે હું શા માટે પાર્ટી છોડીશ ?”

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ એક વખત ટિપ્પણી કરી હતી કે, “મને ખબર છે કે કોણ પાર્ટી છોડવાનું છે.” આ નિવેદનને લઈ રિબડિયાએ કહ્યું હતું કે જ્યારે ચૂંટણી થાય છે ત્યારે આવી અફવાઓ ખૂબ જ સામાન્ય છે પરંતુ તેઓ પદ છોડવાના નથી. હવે તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દિધુ છે. પાર્ટી નથી છોડવાનો તેવો ખુલાસો તેમણે કર્યો હતો હવે રાજીનામું આપી દિધું. 24 જૂનના રોજ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પાર્ટી છોડી રહ્યા નથી. વસોયાએ સ્પષ્ટતા જારી કરી હતી, કારણ કે તેઓ નેતા હાર્દિક પટેલના નજીકના માનવામાં આવે છે અને તેમના કારણે જ તેમને 2017ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ મળી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments