Team Chabuk-Sports Desk: દક્ષિણ આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 178 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા માટે રિલે રુસોએ 48 બોલમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 100 રનની સદી ફટકારી હતી. જો કે, 228 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ માત્ર 18.3 ઓવર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. 228 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની ખરાબ શરુઆત રહી હતી. ભારતને પ્રથમ ઝટકો રોહિત શર્માની વિકેટ રુપે લાગ્યો હતો. રોહિત શર્મા 0 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ સમયાંતરે સતત ભારતની વિકેટ પડી રહી હતી. રોહિત બાદ તરત જ શ્રેયસ અય્યર 1 રન, ઋષભ પંત 27 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ દિનેશ કાર્તિકે બાજી સંભાળી હતી અને શાનદાર 46 રનની ઈનિંગ રમી હતી. આજની મેચમાં સુર્યકુમાર યાદવ કંઈ ખાસ રન ના બનાવી શક્યો અને માત્ર 8 રન બનાવીને આઉટ થયા હતો.
ત્યાર બાદ આવેલા અક્ષર પટેલ અને હર્ષલ પટેલે થોડી વાર માટે વિકેટ ટકાવી હતી. પરંતુ તેમની પાર્ટનરશીપ લાંબી ના ટકી અને અક્ષર પટેલ 9 રન અને હર્ષલ 17 રન બનાવી આઉટ થયો હતો. ત્યાર બાદ અશ્વીન 2, દિપક ચહર 31 અને મોહમ્મદ સિરાઝે 5 રનનું યોગદાન આપ્યું હતું. ઉમેશ યાદવ 20 રન સાથે અણનમ રહ્યો. આમ ભારતે 10 વિકેટના નુકસાન પર 178 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરીયસે 3 વિકેટ, નગીડી, કેશવ મહારાજ અને પરનેલે 2-2 વિકેટ ઝડપી હતી.
ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાએ મોટો સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 227 રન બનાવ્યા હતા. સુકાની ટેમ્બા બાવુમાને શરૂઆતમાં ગુમાવવા છતાં, દક્ષિણ આફ્રિકાએ આક્રમણ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું અને ભારતીય બોલરોને દબાણમાં લાવ્યા હતા. ભારતને ક્લીન સ્વીપ કરવા માટે 228 રન બનાવવાની જરૂર છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્યમાં થશે ખેલમહાકુંભ 3.0નું આયોજન, બાળકોથી માંડીને વડીલો સુધીના લઈ શકશે ભાગ
- આર્મીમાં જવાનો શોખ પુરો ન થતા નકલી આર્મીમેન બન્યો, સીનસપાટા ભારે પડ્યા
- ખાલી પેટ બીલીપત્ર ખાવાથી મળશે આ ગજબના ફાયદા, આજે જ ચાલુ કરી દો
- કાતિલ ઠંડીમાં ખજૂરના સેવનથી થશે અનેક ફાયદા, આજે જ ડાયેટમાં સામેલ કરો
- નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ-અધિકારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, લાખો રૂપિયાનો થશે ફાયદો