Homeતાપણુંપરબધામના કરસનદાસ બાપુને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જુઓ બાપુ સાથેની PMની...

પરબધામના કરસનદાસ બાપુને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જુઓ બાપુ સાથેની PMની મુલાકાતની લાગણીસભર તસવીરો

Team Chabuk-Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે તેઓએ જામકંડોરણામાં વિશાળ જનમેદનીને સંબોધિત કરી. વડાપ્રધાનની સભામાં એટલી જનમેદની ઉમટી કે 2 ડોમ પણ ટૂંકા પડ્યા. મોટી સંખ્યામાં લોકોએ ડોમ બહાર ઉભા રહીને વડાપ્રધાનને સાંભળ્યા. તો આ દરમિયાન વડાપ્રધાન પરબધામના સંત કરસનદાસ બાપુને પણ મળ્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. મહત્વનું છે કે, કરસનદાસ બાપુનું સૌરાષ્ટ્રમાં ખુબ મોટું નામ છે જેને લઈને કરસનદાસ બાપુ સાથે વડાપ્રધાનની મુલાકાતને રાજકીય રીતે પણ જોવામાં આવી રહી છે.

વડાપ્રધાન કરસનદાસ બાપુને ભેટી પડ્યા
વડાપ્રધાને કરસનદાસ બાપુ સાથે બેસીને ચર્ચા કરી
વડાપ્રધાને કરસનદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા
કરશનદાસ બાપુએ વડાપ્રધાનને આશીર્વાદ આપ્યા

જામકંડોરણામાં વડાપ્રધાને 41 મિનિટ સુધી સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે વિઠ્ઠલ રાદડિયાને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, હું પહેલો પ્રધાનમંત્રી છું કે જામકંડોરણામાં આવ્યો છું. મારે છાશવારે એવા કામ કરવાના આવે છે જે મારે કરવાના હોય છે બીજા કોઈએ આવું કામ કર્યું નથી. આ ક્ષેત્રમાં આવું એટલે વિઠ્ઠલભાઈની યાદ આવે. આજનું આ દૃશ્ય મેં ક્યાંય જોયું નથી, વટ પાડી દીધો હો.

તેમણે કહ્યું કે, આજે બે યુગ પુરૂષ જયપ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખનો જન્મદિવસ છે. સામાજિક જીવનમાં હું પાપા પગલી કરતો ત્યારે જયપ્રકાશના ચરણસ્પર્શ કરવાનો મોકો મળ્યો હતો. નાનાજી દેશમુખ પણ મને પ્રેરણા આપે છે. જયપ્રકાશના નારાયણના પગલે ચાલવું એટલે લોઢાના ચણા ચાવવાનું કામ હોય છે.

થોડા દિવસો પહેલા સરકારના વડા તરીકે ગુજરાત અને દિલ્હીમાં કામ કર્યું તેના 21 વર્ષ પૂરા થયા છે. આની શરૂઆત રાજકોટથી મને મોકલ્યો હતો. રાજકોટનું ભાગ્ય છે. આ ભૂમિ જલારામબાપાની છે, ખોડિયાર માતાના આશીર્વાદ છે. મારું આવવું જાવુ નવું નથી પણ અહીં આવું તો જગન્નાથ યાદ આવે. આજે મને અનેક સાથીઓને મળવાનું થયું. જૂના બધા સાથીઓ નજરે પડી રહ્યા છે.

તાજેતાજો ઘોણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments