Homeગામનાં ચોરેભાભીના આશિકની ભાભી અને દેવરે હત્યા નીપજાવી, લાશના બાર ટૂકડા કરી નદીમાં...

ભાભીના આશિકની ભાભી અને દેવરે હત્યા નીપજાવી, લાશના બાર ટૂકડા કરી નદીમાં વહાવી દીધા

Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના બારાબંકીમાં ભાભી અને દેવરે મળી પોતાના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો. હત્યા બાદ દેવરે મૃતકના શરીરના બાર ટૂકડા કર્યા હતા અને તેને ઘાઘરા નદીમાં ફેંકી દીધા હતા. પોલીસે આ ઘટના ઉપરથી પડદો હટાવતા આરોપી ભાભી અને દેવરની ધરપકડ કરી લીધી છે અને તેમને જેલ હવાલે કર્યાં છે. આ ઘટના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

છેલ્લા કેટલાય દિવસથી લવકુશ નામનો યુવક લાપતા હતો. તેની પત્ની પતિને શોધવા માટે પોલીસ સ્ટેશનના ચંપલ ઘસી રહી હતી. પત્નીની જાણ બહાર લવકુશને અમોલી કલાની રહેવાસી એક મહિલાની સાથે અનૈતિક સંબંધ હતો. મહિલાનો પતિ જેલમાં હોવાના કારણે મહિલાના દેવરને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેણે લવકુશને રસ્તા પરથી હટાવવાની યોજના ઘડી કાઢી.

મહિલાના દેવરે ભાભીને પોતાના પક્ષમાં કરી લવકુશને પોતાના ઘરે બોલાવ્યો અને તેની હત્યા કરી નાખી. એટલું જ નહીં લવકુશના શરીરના બાર જેટલા ટુકડા કરી તેને ઘાઘરા નદીમાં વહાવી દીધા. પોલીસના જણાવ્યા અનુસાર 24 ફેબ્રુઆરીના રોજ લવકુશ મહિલાને મળવા માટે ઘરે આવ્યો ત્યારે તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપી દેવરે પોતાની ભાભીને તેના પિતાને ત્યાં મોકલી દઈ ભીનું સંકેલવાની દિશામાં પગલાં ભર્યાં હતાં.  

દેવરે રામનગરથી બાંકા આવીને લવકુશના બાર ટૂકડાઓ કરી નાખ્યા અને કોથળામાં ભરીને ઘાઘરા નદીમાં ફેંકી દીધા. સર્વિલાન્સની મદદથી પ્રભારી નિરીક્ષક રામનગર વિનોદ બાબુ મિશ્રાની ટીમે ઘટનાનો ખુલાસો કર્યો હતો અને બંને આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ મોકલી દેવામાં આવ્યા હતા.

રામનગરના પોલીસ ઈન્ચાર્જ દિનેશ કુમાર દુબેએ જણાવ્યું કે ભૈરમપુરના લવકુશ જાયસવાલ અમોલી કલામાં ઈંડાની દુકાન ચલાવે છે. અમોલી કલાની એક મહિલા સાથે લવકુશને લગ્નેતર સંબંધ થઈ ગયો હતો. મહિલાનો પતિ ફેબ્રુઆરીમાં આ કેસના ચાલતા જેલમાં ગયો હતો. આ વચ્ચે જ મહિલા અને લવકુશની વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો.

સીઓર દિનેશ કુમાર દુબેએ જણાવ્યું કે આ વાતની ભનક મહિલાના દેવરને લાગી ગઈ હતી. તેણે લવકુશનો કાંટો કાઢી નાખવાની યોજના તૈયાર કરી. ભાભીને પણ આ યોજનામાં સંડોવી. મહિલાએ લવકુશને ઘરે બોલાવ્યો અને દેવરે તેની હત્યા કરી, લાશના 12 ટૂકડા કરી, તેને ઘાઘરા નદીમાં વહાવી દીધા.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments