HomeતાપણુંGujarat Election 2022: ધારાસભ્ય બન્યાં પહેલા જ ભાજપ નેતા હાર્દિક પટેલે પગાર...

Gujarat Election 2022: ધારાસભ્ય બન્યાં પહેલા જ ભાજપ નેતા હાર્દિક પટેલે પગાર કોને આપવાની કરી મોટી જાહેરાત, જાણો

Team Chabuk-Political Desk: એક સમયે ભાજપના ઘોર વિરોધી રહેલા અને ભાજપને ખુલ્લેઆમ ગાળો ભાંડનારા પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલના નિવેદનો બદલાઈ ગયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં હાર્દિક પટેલને વિરમગામની ટિકિટ આપી છે. જો કે આ બેઠક પર ચૂંટણી લડ્યાં પહેલાં હાર્દિક પટેલે મોટી જાહેરાત કરી દિધી છે. હાર્દિક પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા પહેલા જ ધારાસભ્ય તરીકેનો પગાર સેવામાં આપવાનો પ્રચાર કરતો જોવા મળ્યા છે.

હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટ કરતા લખ્યું, હું હાર્દિક પટલે ભારતીય જનતા પાર્ટીના 39 વિરમગામ વિધાનસભાના ઉમેદવાર તરીકે વચન આપું છુ કે વિરમગામ, માંડલ અને દેત્રોજની જનતાન મને આર્શીવાદ આપીને જીતાડશે તે બાદ ધારાસભ્ય તરીકે આવતો તમામ પગાર વિરમગામ, માંડલ અને દેત્રોજની પાંજરાપોળ, ટ્રસ્ટ સંચાલિત મહિલા છાત્રાલયો, શિક્ષણ અને સામાજિક સેવા પાછળ ખર્ચ કરીશ.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments