Homeતાપણુંગુજરાતમાં કોંગ્રેસ વિજય થવાની હતી એટલે વિજય રૂપાણીનું રાજીનામું લીધું

ગુજરાતમાં કોંગ્રેસ વિજય થવાની હતી એટલે વિજય રૂપાણીનું રાજીનામું લીધું

Team Chabuk-Political Desk: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક રાજીનામા બાદ કંઈ કેટલાક વિપક્ષી નેતાઓના ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા નિવેદનો આવી ગયા. તેમાંથી એક નિવેદન અલગ તરી આવ્યું, તે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું છે. તેણે ટ્વીટ કરી એવો દાવો કર્યો છે કે આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહી છે. જેથી ગુજરાતના સીએમનું રાજીનામું લેવામાં આવ્યું છે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે, 15 મહિના બાદ થનારી ચૂંટણીમાં કોંગ્રેસને 43 ટકા વોટ અને 96-100 સીટ મળી રહી હતી. સામે ભાજપને 38 ટકા વોટ અને 80-84 સીટ મળી રહી હતી.

હાર્દિક પટેલે વધુ એક ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે સીએમ વિજય રૂપાણીનું રાજીનામું જનતાને ગુમરાહ કરવા માટે છે. ગુજરાતમાં ભાજપ સરકાર ચલાવવામાં નિષ્ફળ રહી છે. ઓક્સિજનની અછત, લોકોના મોત, સ્મશાનોની તસવીરોથી જનતા નારાજ છે. તેમણે આગળ લખ્યું છે, અસલી પરિવર્તન આગામી વર્ષે ચૂંટણી બાદ આવશે, જ્યારે જનતા ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકશે.

મુખ્યમંત્રીની રેસમાં ચાર નામ

વિજય રૂપાણીના અચાનકથી પડેલા રાજીનામા બાદ ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. નવો મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને અટકળો તેજ બની છે. હાલ નવા મુખ્યમંત્રીની રેસમાં ચાર નામનો સમાવેશ થાય છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ કૃષિ મંત્રી આર.સી.ફળદુ, પુરુષોત્તમ રુપાલા સહિત ગોરધન ઝડફિયાના નામ આગળ છે.

અચાનક રાજીનામાથી સવાલો ઉઠ્યા

ગુજરાતમાં 15 મહિના બાદ વિધાનસભાની ચૂંટણી થવાની છે. એ પહેલા અચાનકથી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે. વિજય રૂપાણીના રાજીનામાથી ગઈકાલથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. આનંદીબહેન પટેલના રાજીનામા બાદ વર્ષ 2016માં વિજય રૂપાણીએ ગુજરાતની બાગડોર સંભાળી હતી. વિજય રૂપાણીએ રાજીનામા અંગે જણાવ્યું છે કે, ‘ભાજપમાં કાર્યકર્તાઓનું દાયિત્વ બદલતું રહે છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments