Homeગામનાં ચોરેLICનું લિસ્ટિંગ ક્યારે ? LICના IPO અંગે નાણા સચિવનું મહત્વનું નિવેદન

LICનું લિસ્ટિંગ ક્યારે ? LICના IPO અંગે નાણા સચિવનું મહત્વનું નિવેદન

Team Chabuk-National Desk: LIC એટલે કે ભારતીય જીવન વીમા નિગમના IPOને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચાઓ ચાલી રહી છે. રોકારણકારો સહિત સૌ કોઈને LICના IPOની રાહ છે. ત્યારે ભારતના નાણા સચિવ ટીવી સોમનાથને IPOને લઈને મહત્વની જાણકારી આપી છે. ટીવી સોમનાથને કહ્યું કે, આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સત્રમાં LICનું લિસ્ટિંગ થઈ જશે. ભારતના નાણા સચિવ ટીવી સોમનાથની વાત માનીએ તો, LICમાં સરકારની ભાગીદારી વેચવાનું કામ માર્ચ-જૂન 2022ની વચ્ચે પૂર્ણ થઈ જશે. એટલે કે, જૂન 2022 સુધીમાં LICનું શેરબજારમાં લિસ્ટિંગનું કામ પૂર્ણ થઈ જશે. ટીવી સોમનાથને આ જાણકારી મદ્રાસ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સંબોધન દરમિયાન આપી છે.

ટીવી સોમનાથને જણાવ્યું કે, મારું માનવું છે કે એયર ઈન્ડિયામાં ભાગીદારી વેચવાનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જશે. જેની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. LICનું પણ વિનિવેશ થવા જઈ રહ્યું છે. જેના માટે આગામી વર્ષે માર્ચ થી જૂન સુધીની ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે. નાણા સચિવ ટીવી સોમનાથને કહ્યું કે, કંટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં પણ સરકાર પોતાની ભાગીદારી વેચી રહી છે. તેનું વિનિવેશ પણ આગામી નાણાકીય વર્ષમાં થઈ શકે છે. તેમણે કહ્યું કે એયર ઈન્ડિયામાં સરકાર આ વર્ષે પોતાની ભાગીદારી વેચી દેશે.

આ તરફ શનિવારે ચીફ ઈકોનોમિક એડવાઈઝર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે કહ્યું હતું કે, આ વર્ષેના ચોથા ત્રિમાસિક સુધીમાં LICનું વિનિવેશ થઈ જશે. તેમણે કહ્યું કે, આ વર્ષે કંપનીઓમાં ભાગીદારી વેચીને 1.75 લાખ રૂપિયા એકઠાં કરવાની સરકારની તૈયારી છે. એયર ઈન્ડિયામાં ભાગીદારી વેચવાનું કામ સારી રીતે ચાલી રહ્યું છે.

મહત્વનું છે કે, LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. ભારતના જીવન વીમા માર્કેટમાં 500 અરબ ડોલરની સંપત્તિ સાથે LICની 60 ટકાથી વધુ હિસ્સેદારી છે અને LICના IPOની સંભવિત સાઈઝ 12.2 અરબ ડોલર બતાવવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, LICનો IPO દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હશે. સરકાર LICની 5 થી 10 ટકા હિસ્સેદારી વેચીને આશરે 900 કરોડ રૂપિયા એકઠાં કરવા માંગે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments