Homeસાહિત્યહારૂકી મુરાકામી : મારી પત્ની કહે ત્યાં હું રિ-રાઈટીંગ બંધ કરી દઉં...

હારૂકી મુરાકામી : મારી પત્ની કહે ત્યાં હું રિ-રાઈટીંગ બંધ કરી દઉં છું

ગુજરાતના એક ખ્યાતનામ પત્રકારને વાંદરાનું બચ્ચુ મરી ગયું તેમાંથી  સંવેદના જાગી અને તેઓ પત્રકાર થયા. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં આવી સંવેદનાઓ આવે અને લેખકો અને પત્રકારો બની જાય છે!! હવે તો એ બાપા…. કેટલા બધા લોકોને સંવેદનાની સરવાણી ફૂટી નીકળે છે. સંવેદનાઓ ક્યાંથી ફૂટી તેના મૂળીયા તો કહેતા પણ નથી.

હવે જાપાનના લેખક હારૂકી મુરાકામી ને જ લઈ લો. 1978ની એપ્રિલનું સંધ્યા ટાણું હતું. મુરાકામી બાસ્કેટબોલની મેચ જોઈ રહ્યા હતા. એ મેચ જોતા જોતા તેમને પ્રેરણા મળી કે મારે નવલકથા લખવી જોઈએ અને લેખક બનવું જોઈએ.

મુરાકામીએ બાસ્કેટબોલ જોતા જોતા કેવી રીતે પ્રેરણા મળી તે વિષય પર કહ્યું છે કે, ‘મને ખબર નથી કે મને એ અનુભૂતિ કેવી રીતે થઈ ? પણ એ રાતે મેં લખવાનું શરૂ કરી દીધું.’

એ રાતે મુરાકામીએ લખવાની શરૂઆત એક સામાન્ય ગુજરાતી લેખકની જેમ કરેલી હતી. જેને લાગે કે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષામાં લખીએ તો વિશ્વસ્તરે આપણી નામના થાય. મુરાકામીએ પણ અંગ્રેજી ભાષામાં પ્રથમ ફકરો લખ્યો જેથી ખૂદની આત્માને શાંતિ મળે.

એ લખાણ વાંચવામાં કેવી ફિલ આપે છે, મુરાકામી એ જ જોવા માગતા હતા. મુરાકામીએ 2013માં કહેલું, એ એક સારી પ્રેક્ટિસ હતી બીજું કંઈ ન હતું. એટલે કે મુરાકામીને પણ જાપાનીઝ ભાષા પચી ગઈ નહીં કે અંગ્રેજી ભાષા. વધુમાં મુરાકામીએ જે કહ્યું તે વિષય પર આગળ.

Needless to say, my ability in English composition didn’t amount to much. My vocabulary was severely limited, as was my command of English syntax. I could only write in simple, short sentences. That meant that, however complex and numerous the thoughts running around my head might be, I couldn’t even attempt to set them down as they came to me. The language had to be simple, my ideas expressed in an easy-to-understand way, the descriptions stripped of all extraneous fat, the form made compact, and everything arranged to fit a container of limited size. The result was a rough, uncultivated kind of prose. As I struggled to express myself in that fashion, however, step by step, a distinctive rhythm began to take shape.

આજે મુરાકામીની તમામ નવલકથાઓ અંગ્રેજીમાં પણ મળે છે. વિશ્વની મોટાભાગની ભાષાઓમાં મળે છે. ભાષાની સંખ્યા પચાસ છે. મરાઠીમાં તેમનો એક વાર્તાસંગ્રહ પણ પ્રકાશિત થઈ ચૂક્યો છે. રહી વાત ગુજરાતીની, તો ગુજરાતીમાં આ લખાય છે ત્યાં સુધીમાં તો મુરાકામી પર કોઈ વસ્તુ અનુવાદિત્ત થઈ આવી નથી.

પોતાના પ્રારંભિક લખાણને આજે મુરાકામી જુએ છે તો એમને ગમતું નથી. એ કહે છે, ‘મારી પ્રથમ બે નવલકથાઓને વાંચકોએ સ્વીકારી. તેમને (પ્રકાશકો) અંગ્રેજીમાં જોઈતી હતી. મેં ના પાડી દીધી. એ ખૂબ અપરિપક્વ લખાણ હતું અને કોઈને પણ ગમે તેવું ન હતું, ખૂબ નાના પુસ્તકો હતા.’

મુરાકામી પોતે એક સારા અનુવાદક છે. નવલકથાઓ લખ્યા પછી તેમણે અસંખ્ય પુસ્તકોનો અનુવાદ કર્યો છે. પણ પોતાની નવલકથાઓને કોઈ દિવસ અંગ્રેજીમાં અનુવાદિત નથી કરી.

હું અંગ્રેજીમાંથી જાપાનમાં પુસ્તકોનો અનુવાદ કરું છું, પણ કોઈ દિવસ તેનું ઉલટું નથી કરતો. 30 વર્ષની વયે એમણે નક્કી કરેલું કે હું ગ્રેટ ગેટ્સબીનો અનુવાદ કરીશ. ત્યાં સુધી એમણે ગ્રેટ ગેટ્સબીના જેટલા પણ અનુવાદો વાંચ્યા એમાંથી એક પણ તેમને સંતોષી ન શક્યો. આ વાત તેમણે પોતાના એક નિબંધમાં લખી છે.

એક પુસ્તક લખાયા પછી લેખક તેને વાંચે છે કે નહીં તે પણ જાણવું હશે. અને નોબલના આંગણે એક સમયે આવી ચૂકેલા મુરાકામીને મોઢે આ સાંભળીએ તો કંકુ અને ચોખા, મુરાકામી કોઈ દિવસ પોતાની લખેલી નવલકથા ફરી નથી વાંચતા.

એમની લખવાની એક રસપ્રદ રીતે છે. જેને કોઈ કાળે રસપ્રદ ન કહેવાય. એ લખવા માટે કોઈ પ્રકારનું આયોજન કરીને નથી બેસતા. બપોરે બાર વાગ્યે જમવું અને સાંજે છથી સાત પહેલા એવી કોઈ એમની પદ્ધતિ નથી હોતી. એ બેસે છે અને લખવા માંડે છે. મોટાભાગની નવલકથાઓ આ રીતે જ સર્જાય છે. આઉટલાઈન જેવું તો બિલકુલ ઘડતા નથી.

બીજી એક વાત. લખવાની શરૂઆત કરે પછી જ્યારે પૂર્ણ થાય ત્યારે. એમને કોઈ શબ્દથી વધારેમાં વધારે નફરત છે તો તે ડેડલાઈન છે. એમને એ જરા પણ ગમતો નથી. ફર્સ્ટ ડ્રાફ્ટને ફરી રિ-રાઈટ કરવો એ એમના માટે યાતનાસભર કામ છે. એમને ખૂદ એમનું લખાણ સારું થાય એવું જોઈએ, નહીં કે પહેલો ડ્રાફ્ટ સારો થયો અને બીજો ડ્રાફ્ટ આવો થયો.

મુરકામીની પ્રથમ વાંચક તેની પત્ની યોકો ટાકાહાશી હોય છે. મુરાકામી તેની વાતનો આદર કરે છે અને કહે છે કે હું તેની તમામ વાતો માનું છું. મારે લખતા ક્યાં અટકી જવું જોઈએ એ પણ એ જ કહે છે. અને એ વાત પણ કહે છે કે મારે હવે રિ-રાઈટિંગ પણ બંધ કરી દેવું જોઈએ.

એમની નવલકથાઓમાં જાતજાતની અને ભાતભાતની બિલાડીઓ આવે છે. બાળપણથી તેમને બિલાડીઓ પાડવાનો શોખ છે. આ શોખનો હવે તો અતિરેક થતો દેખાય આવે છે.

મુરાકામીએ કહ્યું છે કે, ‘બિલાડીઓને પ્રેમ અને પ્રશંસા ખૂબ ગમે છે. એ તમારી નજીક હોય ત્યારે પ્રેમ અને પ્રશંસા અચૂક કરવી બાકી તે તુરંત ભાગી જશે.’ નોર્વેજીયન વુડ અને ધ વિન્ડ અપ બર્ડ ક્રોનિકલ નવલકથામાં પણ બિલાડીઓ આવે છે. જેના ઢગલાબંધ વાંચકો આશિક છે.

એમની નવલકથાઓ ખૂબ વેચાય છે પણ એમને એ નથી ખબર કે તેઓ વાર્ષિક કેટલી કમાણી કરે છે. એમની પત્ની આ બધુ સંભાળી લે છે. એમની લેખનશૈલીનું રહસ્ય છે કે, ‘વહેલા ઉઠો, વહેલા ઉંઘો અને કસરત કરો.’ વાત પૂરી. એમની એક રહસ્યમય આદત છે. તેઓ જનતા વચ્ચે ખૂબ ઓછા દેખાય છે. એમને ગમતું નથી એવું નથી પણ આમ જ મજા આવે છે.

[હારૂકી મુરાકમી જાપાનના એ લેખક છે જે મેરેથોન દોડ પણ પૂરી કરી ચૂક્યા છે. દોડવા પર પુસ્તક પણ લખી ચૂક્યા છે. મેજીક રિયાલીઝમ તેમની નવલકથાઓમાં આવે છે. 35 વર્ષની વયે સિગરેટ છોડી દોડવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. A Wild Sheep Chase, Norwegian Wood, The Wind-Up Bird Chronicle, Men Without Women, સહિતની ખ્યાતનામ નવલકથાઓ લખી ચૂક્યા છે.]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments