Homeગામનાં ચોરેકોરોના મહામારી વચ્ચે હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમને લઈ મોટા સમાચાર

કોરોના મહામારી વચ્ચે હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમને લઈ મોટા સમાચાર

Team Chabuk-National Desk: કોરોના મહામારી વચ્ચે હેલ્થ ઇન્શ્યોરન્સને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વર્ષે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રીમિયમમાં કોઈ વધારો નહીં થાય. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને કડક નિર્દેશ આપ્યા છે કે કોરોના મહામારીના કારણે આ વર્ષે વીમા કંપનીઓ પ્રીમિયમ વધારે નહીં. 

પ્રીમિયમ વધારવાની સ્પષ્ટ ના

એટલે કે આ વર્ષે જો તમારી પોલિસી રીન્યુ થવાની હશે અથવા તો તમે નવી પોલિસી ખરીદશો તો તમારા પર વધુ પ્રીમિયમનો ભાર નહી પડે. જોકે કોરોના મહામારીના લીધે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમમાં સારો એવો વધારો થયો છે અને કંપનીઓ ઉપર પ્રીમિયમ વધારવાનું દબાણ છે. પરંતુ સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર અને IRDAIએ વીમા કંપનીઓને પ્રીમિયમ વધારવાની સ્પષ્ટ ના કહી દીધી છે અને વીમા કંપનીને કહ્યું છે કે તે બીજા સેક્ટરની માફક નુકસાન ઉઠાવે અથવા પછી પોતાના ફાયદાના સેગમેંટ્સ વડે હેલ્થ ઇન્શ્યોરન્સ નુક્સાનની ભરપાઈ કરે.  

આ ઉપરાંત કોરોના સાથે સંકળાયેલી પ્રોડક્ટસ પણ તમામ વીમા કંપનીઓને ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી વેચવી જરૂરી છે. કેમ કે ઘણી વીમા કંપનીઓએ વધતા જતા ક્લેમના કારણે કોરોના પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ બંધ કરી દીધું છે. પરંતુ હવે વીમા કંપનીઓને દરરોજ કોરોના પ્રોડક્ટ્સના વેચાણની જાણકારી રેગુલેટર IRDAIને મોકલવી પડશે.

વીમા કંપનીના ક્લેમમાં વધારો

કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતાં વીમા કંપનીના ક્લેમમાં પણ જોરદાર વધારો થયો છે. દેશભરમાં કુલ કોવિડ ક્લેમ 25 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. માત્ર ગત 2 અઠવાડિયામાં ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી પાસે 700 કરોડના ક્લેમ આવ્યા છે. અત્યાર સુધી સરેરાશ 1 લાખ 54 હજાર રૂપિયાના અને સરેરાશ ચૂકવણી 96,521 રૂપિયાની થયાનું સામે આવ્યું છે. દેશભરમાં આવેલા કોવિડ ક્લેમમાં દર્દીઓને સરેરાશ 68 ટકા જ રકમ ચૂકવાઈ છે અને બાકી 32 ટકા દર્દીઓને પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડે છે. 

અધધ ક્લેમ મળ્યા

General Insurance Council (GIC) ના આંકડા અનુસાર 20 મે સુધી વીમા કંપનીઓને 15.32 લાખ કોવિડ સાથે સંકળાયેલા ક્લેમ મળ્યા છે. જેની કુલ રકમ 23,715 રૂપિયા છે. તેમાં 12.59 લાખ ક્લેમ્સ જેની વેલ્યૂ 12,133 કરોડ રૂપિયા છે તે સેટલ થઈ ચૂક્યા છે. 1.13 લાખ દર્દીઓ જેમને ક્લેમ દાખલ કર્યા છે અત્યાર સુધી સારવાર કરાવી રહ્યા હતા, જ્યારે 22,461ના મોત થઈ ચૂક્યા હતા. બાકી 13.19 લાખ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા હતા. વીમા કંપનીઓનું કહેવું છે કે કોવિડના દર્દીઓના સરેરાશ ક્લેમ સાઇઝ 95,000 રૂપિયા સુધી ઘટી ગઈ છે, જ્યારે પહેલા આ 1.15 લાખ રૂપિયા હતી. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments