Homeગામનાં ચોરેહવામાન વિભાગે આ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે આ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

Team Chabuk-National Desk: બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારના રોજ મુંબઈમાં ભીષણ વર્ષાની આગાહી કરવામાં આવી છે. મુંબઈ શહેરમાં તારીખ 13 અને 14નાં રોજ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. નેવી, કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની ટીમને પણ એલર્ટ મોડ પર રહેવાનું કહી દેવામાં આવ્યું છે.

બીએમસીએ પણ પોતાના તમામ કર્મચારીઓને ફરજ પર સમયસર ઉપસ્થિતિ રહેવાનું કહી દીધું છે. આ સિવાય બેસ્ટ અને અદાણી ઈલેક્ટ્રિસિટી સબસ્ટેશનને પણ બીએમસીએ સતર્ક રહેવાનું કહી દીધું છે. શહેરના ફાયર વિભાગને પણ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.

બીએમસી એક્શન મોડ પર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી બાદ આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રવિવાર અને સોમવારના રોજ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભીષણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પ્રકારની જ આગાહી રાજ્યના તટીય વિસ્તારો જેવા કે રાયગઢ અને રત્નાગિરી માટે પણ કરવામાં આવી છે. હવામાન વિભાગે બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

24 કલાકની અંદર અંદર 204.05 મિલીમીટરથી વધારે વરસાદને ‘ભારે વરસાદ’માં ગણવામાં આવે છે. આ પહેલા બુધવારના રોજ પડેલા વરસાદનાં કારણે શહેરની સ્થિતિ અત્યંત ખરાબ હતી. વરસાદના કારણે મુંબઈના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ચાલકો પણ પોતાના વાહનોને છોડવા માટે મજબૂર બન્યા હતા. આ સિવાય લોકલ ટ્રેન સેવાઓને પણ અસર પહોંચી હતી. જણાવી દઈએ કે લોકલ ટ્રેન હાલ સ્વાસ્થ્ય અને અન્ય આવશ્યક સેવાઓમાં લાગેલા કર્મચારીઓ માટે જ ચાલી રહી છે.

રસ્તાઓ પાણીમાં તબ્દિલ

મુંબઈમાં સતત વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં તબ્દિલ થઈ ચૂક્યા છે. મુંબઈના અંધેરી, માહિમ સહિતના કેટલાય વિસ્તારો, રસ્તા અને બ્રિજ તળાવમાં ફેરવાય ગયા છે. જેથી આવન-જાવનમાં તકલીફ સર્જાય રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે મુંબઈમાં હાઈટાઈડને લઈને ચેતવણી ઊચ્ચારી છે.

18 દિવસ અત્યંત જોખમી

ભારે વરસાદના કારણે મુંબઈની સ્થિત બેહાલ થઈ ગઈ છે. મુંબઈમાં છેલ્લા ત્રીસ વર્ષમાં જૂન મહિનામાં સૌથી વધારે વરસાદ 2021ની સાલમાં નોંધાયો છે. ભારે વરસાદના કારણે સ્થિતિ ડામાડોળ થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા મુંબઈને લઈ આગાહી કરવામાં આવી છે કે આગામી 4 મહિનામાં 18 દિવસ અત્યંત જોખમી રહેશે. 18 દિવસ દરિયામાં હાઇટાઇડ દરમ્યાન લહેરોની ઉંચાઇ 5 મીટર સુધીની રહેશે અને જો હાઈટાઈડ દરમિયાન વરસાદ પડશે તો મુંબઈની સ્થિતિ અત્યંત ખરાબ થશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જૂન મહિનામાં 6 દિવસ, જુલાઈ મહિનામાં પાંચ, ઓગષ્ટ મહિનામાં પાંચ જ્યારે સપ્ટેમ્બરમાં 2 દિવસ વધારે જોખમી રહેશે.

આ રાજ્યોમાં વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગે શુક્રવારના રોજ દેશના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની ભવિષ્યવાણી કરી છે. હવામાન વિભાગનની વાત માનવામાં આવે તો બંગાળની ખાડીમાં ઓછું દબાણ સર્જાય રહ્યું છે. લો પ્રેશરનાં કારણે શુક્રવાર અને શનિવારનાં રોજ બંગાળ, ઝારખંડ, ઓરિસ્સા, બિહાર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગની વાત જો માનવામાં આવે તો બિહારમાં નક્કી કરેલા સમયથી બે દિવસ પૂર્વે 13 જૂન સુધીમાં ચોમાસુ આવી શકે છે. એટલે કે બિહારમાં બે દિવસ વહેલો મેઘો મંડાશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વરસાદની સાથે સાથે ઝડપથી પવન ફુંકાશે અને ત્રણથી 32 મીલીમીટર સુધી વરસાદની સંભાવના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments