Team Chabuk-Political Desk: ભાજપ હાઈકમાન્ડ આ દિવસોમાં મુખ્યમંત્રી બદલવાની પ્રક્રિયામાં ગંભીરતાથી પરોવાયેલી છે. છ મહિનામાં પાંચ રાજ્યના મુખ્યમંત્રી બદલ્યા પછી લાગી રહ્યું છે કે હવે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીનો વારો પણ આવવાનો છે. ભાજપ હાઈકમાન્ડે મુખ્યમંત્રી જયરામ ઠાકુરને મંગળવારના રોજ નવી દિલ્હી પધારવા આમંત્રણ પાઠવ્યું છે. જેથી રાજનીતિની ગલીઓમાં ‘પરિવર્તન’ નામેરી વાવાઝોડાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રીનું પ્રકરણ લખ્યા બાદ જયરામ ઠાકુરને શિમલા પહોંચતા જ ફરી બોલાવતા પ્રદેશના નેતાઓ ચોંકી ગયા છે. કોંગ્રેસના નેતાઓને મુખ્યમંત્રીને ઘેરવાની તક સાંપડી ગઈ છે. એમણે વાતો શરૂ કરી દીધી છે કે મુખ્યમંત્રી જાય છે.
મુખ્યમંત્રી આ પહેલા બુધવારના રોજ દિલ્હીની મુલાકાતે ગયા હતા. બુધવારે મોડી રાતે તેમની ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાની સાથે મુલાકાત થઈ હતી. ગુરૂવારના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ હિમાચલ પધારવાનું આમંત્રણ આપવા અને કેન્દ્રિય મંત્રીઓને મળવા તેઓ ઉજ્જૈન ચાલ્યાં ગયાં હતાં. રવિવારના રોજ તેઓ નવી દિલ્હીથી શિમલા પહોંચ્યા હતા. એટલામાં ગુજરાતનું રાજકીય વાવાઝોડું ઠીક કરી હવે તેમને બોલાવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી મંગળવારની બપોરે કે એ પછી નડ્ડા સાથે મુલાકાત કરશે. તેઓ તેમની સાથે પેટાચૂંટણીની તૈયારીની પણ વાત કરશે, કારણ કે ભારતીય ચૂંટણી આયોગ પાસેથી પણ ઝડપથી ચૂંટણી કરવાના સંકેત મળી રહ્યા છે. સરકાર તથા સંગઠનના કામકાજ તથા અન્ય વિષયો પર પણ ચર્ચા થશે.
કુલ્લુના ઢાલપૂરમાં કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહે કહ્યું હતું કે, મુખ્યમંત્રી કોંગ્રેસના વરરાજાની ચિંતા ન કરે. પોતાની ચિંતા કરે. ક્યાંક એવું ન થાય કે રાતોરાત ચહેરો બદલી જાય. અત્યાર સુધીમાં ભાજપ પાંચ મુખ્યમંત્રીઓ બદલી ચૂકી છે. નેતા પ્રતિપક્ષ મુકેશ અગ્નિહોત્રીએ તો કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેમણે સોશિયલ મીડિયામાં વાંચ્યું છે કે, પાંચ નહીં પણ છ મુખ્યમંત્રી બદલવાના છે. જેથી જયરામ ઠાકુર પોતાની ખુરશી બચાવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત