Team Chabuk-Gujarat Desk: કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે સોમવારના રોજ ભલે સંસદીય લોકતંત્રને વિશેષ બળ આપી મજબૂત કરવાનું કહ્યું, પણ ગડકરી આ સમયે કટાક્ષ કરતા પણ રોકી નહોતા શક્યા. જયપુરની વિધાનસભા પરિસરમાં સંસદીય પ્રણાલી અને જન અપેક્ષા વિષય પર આયોજીત કાર્યશાળામાં બેઉં નેતાઓએ ભાગ લીધો હતો ને આ દરમિયાન જનતાને સંબોધિત કરી હતી.
બંને નેતાઓએ કહ્યું કે, સંસદીય લોકતંત્ર મજબૂત હશે ત્યારે જ દેશ પણ મજબૂત થશે. કાર્યશાળાનું આયોજન રાષ્ટ્રમંડલ સંસદીય સંઘની રાજસ્થાન શાખાએ કર્યું હતું. આ સમયે ગડકરીએ ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી પર કટાક્ષ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી એટલે દુ:ખી છે કે ખબર નહીં ક્યારે પદ ચાલ્યું જાય.
ગડકરીએ કહ્યું કે, લોકોની ભાવનાઓ પર વિજય પ્રાપ્ત કરીને આગળ આવવું એ જ નેતૃત્વ છે. સાઈકલ રિક્ષામાં બેસેલા લોકોને જ્યારે એક વ્યક્તિ ખેંચતો હતો ત્યારે એ જોઈ મને દુ:ખ થતું હતું. જેથી ઈ-રિક્ષાનો આરંભ કરવામાં આવ્યો. આ ઘટના કોર્ટમાં પણ ગઈ હતી. જોકે ગરીબ લોકો માટે મને લાગ્યું કે કાયદો તોડવો પડશે તો એ પણ તોડીશ.
આ સમયે ગુલાબ નબી આઝાદ ભાજપમાં સામેલ થવાની અટકળોને નકારતા કહ્યું હતું કે, વાસ્તવિકતા કંઈક અલગ જ છે. મારા પર વારંવાર આક્ષેપ લાગે છે કે હું ભાજપમાં સામેલ થઈ જઈશ. હું ક્યાંય નથી જઈ રહ્યો. તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં વિધાનમંડળ લાચાર હોવાની સાથેસાથે ખૂબ જ કઠણાઈઓમાંથી પસાર થઈ રહ્યો છે.
કાર્યશાળાના ઉદ્ધાટન સત્રમાં આઝાદે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયી અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય ભૈરૌ સિંહ શેખાવત સાથેના પોતાના સંબંધોની ચર્ચા કરતાં કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના વિપક્ષના નેતા સાથેના સંબંધો સારા હોવા જોઈએ. રાજનીતિમાં કટુતા માટે જગ્યા ન હોવી જોઈએ. વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી બન્યા તો તેમણે સ્વર્ગીય મદનલાલ ખુરાનાને મારી પાસે મોકલતા કહ્યું હતું કે, આમને સમજાવજો કે સદન કેવી રીતે ચાલે છે?
કાર્યશાળાના સમાપન સત્રમાં ગડકરીએ કહ્યું હતું કે, સમસ્યા તમામની સાથે છે. દરેક દુ:ખી છે. ધારાસભ્ય મંત્રી ન બની શકવાના કારણે દુ:ખી છે. મંત્રી બની ગયા તો વિભાગ ન મળવાથી દુ:ખી છે. સારા વિભાગના મંત્રી બની ગયા તો મુખ્યમંત્રી ન બની શક્યા આ માટે દુ:ખી છે. મુખ્યમંત્રી એટલે દુ:ખી છે કે ખબર નહીં ક્યાં સુધી પદ પર રહીશું. નીતિન ગડકરીના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે ગડકરીએ પોતાની જ પાર્ટી પર ઈશારો ઈશારોમાં કટાક્ષ કરી નાખ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત