Team Chabuk-National Desk: ગુપ્ત કાળ અને મુઘલ કાળની જેમ કોરોના કાળનો પણ ઇતિહાસ લખવામાં આવશે. હરિયાણા સરકાર આ કામ કરવા જઈ રહી છે. કોરોના કાળ પર હરિયાણા સરકાર ઇતિહાસ લખાવવા જઈ રહી છે. કોરોના કાળનો ઇતિહાસ લખવા માટે હરિયાણા સરકારે એક ટીમની રચના કરી છે. આ ટીમ હાલની પરિસ્થિતિ, પડકાર, સરકારની ભૂમિકા અને તૈયારીઓ વિશેનો ઉલ્લેખ આ લખાણમાં કરશે. કોરોના કાળનો ઇતિહાસ લખાવવા પાછળનો મુખ્ય હેતુ આવનારી પેઢીઓને આ મુશ્કેલ સમયથી અવગત કરાવવાનો છે.
હરિયાણામાં કોરોના કાળનો ઇતિહાસ લખવામાં આવશે, જેથી આવનારા 50 કે 100 વર્ષ પછી આપણી પેઢીને આ મહામારી વિશે જાણકારી મળે શકે અને જો તેમની સામે આવી કોઈ આપત્તિ અથવા મહામારી આવી પડે તો તેની સામે કેમ લડવું તે અંગેની મદદ મળી શકે. હરિયાણા સરકારના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે આ અંગેની જાણકારી આપી છે.
હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વીજે આ અંગેની જાણકારી આપતાં જાણાવ્યું કે, કોરોનાથી જોડાયેલો ઇતિહાસ લખવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. જેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવશે કે કોરોના કાળમાં આપણા પ્રદેશમાં કેવી હાલત હતી, આ પરિસ્થિતિ સામે લડવા માટે સરકારે ક્યા-ક્યા ઉપાયો કર્યા. અનિલ વિજે ખાસ કરીને આજના સમયનો ઉલ્લેખ કર્યો.

અનિલ વિજે જણાવ્યું કે, શરૂઆતમાં કોરોનાની પહેલી લહેર જ્યારે દેશમાં આવી ત્યારે આપણને તેના વિશે બહુ માહિતી ન હતી. માસ્ક પહેરવું પડશે અને માસ્ક ક્યા મળશે એના વિશે પણ આપણને માહિતી ન હતી. પીપીઈ કિટ ક્યાં બનશે તેની પણ જાણકારી ન હતી. આ મહામારીમાં કઈ કઈ વાતની સાવધાની રાખવી પડશે અને દવાઓ કઈ લેવી પડશે તે અંગે પણ માહિતી ન હતી. આ મહામારી વિશે આપણને કઈ પણ જાણ ન હતી તેમ છતાં આ પરિસ્થિતિ સામે લડતાં લડતાં આપણને આ બીમારીથી કેમ બચવું તેનો અંદાજો આવી ગયો. આ બધી વાતો આવનારી પેઢીને જણાવવી જોઈએ. તેથી કોરોના કાળનો ઇતિહાસ લખવો જોઈએ.
કોરોના કાળના ઇતિહાસમાં શું શું હોઈ શકે છે ?
હરિયાણા સરકાર દ્વારા કોરોના કાળનો ઇતિહાસ લખવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ ઇતિહાસમાં શું શું લખવામાં આવશે તેની થોડી પ્રાથમિક માહિતી સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે આપી છે. પરંતુ એક અનુમાન પ્રમાણે આ ઇતિહાસમાં કોરોનાની શરૂઆતથી લઈને વેક્સિનેશન સુધીની દરેક માહિતી અને પડકારો વિશે લખાણ લખવામાં આવી શકે છે. દેશમાં કોરોના સામે લડવા માટે સરકારે કેવા પ્રકારના પગલાં ભર્યા, કેવા કેવા પ્રકારના સંશોધનો થયા, દેશના કોરોના યોદ્ધાઓએ આ જંગ કેવી રીતે લડ્યો તેની માહિતી પણ આ ઇતિહાસમાં સમાવી શકાય છે. આ મહામારીથી બચવા માટે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવ્યા તેની વાત પણ ઇતિહાસમાં સમાવાશે. આમ હરિયાણા સરકારે કોરોના કાળનો ઇતિહાસ લખવાની એક નવી પહેલ કરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત